JagdishChadra Trivedi

Drama Inspirational

3  

JagdishChadra Trivedi

Drama Inspirational

હાથ

હાથ

2 mins
690


આ એજ હાથ હતા. જેમાંથી સાહિત્યની દેવી રાતદિન સરવાણી રૂપે ફૂટ્યા કરતી. ડાબા ને જમણાંની ઈર્ષા થતી ગઈ. તે એક દિવસ ઉતાવળે ગિયર બદલતા ગાડી પલટી મારી ગઈ ને જમણો માંદો પડી સાજો ન જ થયો. તે અપંગ જેવો હલનચલન વિનાનો લટકે છે. શરીરને કામ નહીં પીડા આપ્યા કરે છે. જમાનાના સારા સારા કામ હવે ડાબા પર આવી પડ્યા.હરખેહરખે શરૂ શરૂમાં તો કરતો, ખુશ રહેતો. કેટલીક આવડતો જન્મથી જ નહોતી , એ શીખવી પડી. મહેનત કરી જમણાના સ્થાનને ભૂંસી નાખવા પ્રયત્નો કરતોજ રહ્યો ડાબો પણજે સિફત કુશળતા જમણા એ દાખવેલી એ ડાબામાં લોકોને ક્યારેય જણાઇ નહિ. ડાબો તૂટી મરે વાત તો જમણાની જ થાય. હવે કંટાળો આવતો ગયો ડાબાને. રસ ઉડી ગયો, ડંડાઈ કરે એકેએક કામમાં. દાનત ખોરા ટોપરાં જેવી રહી ગઈ .ઇર્ષાનું ફળ અવળું ઉતર્યું. એને થયું કે પોતે જમણાંના ભાગનું ય વૈતરું કરે તેમ છતાં યાદ તો એને જ કરે. એને એની સાવ નવરા ધૂપ રહી નિષફિકર રહેવાના દિવસો યાદ આવ્યાં. મોટાએ, જમણાએ કેટકેટલું એનું ધ્યાન રાખેલું. એને બધેથી બચાવ્યા કરેલો. ઝળઝળિયાં આવી ગયા ડાબા ને .પણ હવે વિકલ્પ જ નહોતો! ઈશ્વરને ડાબો પ્રાર્થના કરવા લાગ્યો, જમણા માટે. ને નેક ઈરાદાથી કરેલી વિનંતી પ્રભુએ પાર પાડી .જમણો સ્વસ્થ થતો ગયો .જીવન પ્રગટ્યું ફરીને . ધીરેધીરે એ થોડા રૂટિન કરતો થયો. હવે કોઈ વગર કથા ઉપદેશે બન્ને હળીમળી કામ અને પ્રશન્સા બાંટી લે છે. નવી તાકાત ઉત્સાહથી કર્મ કર્યા કરે છે.

અસ્તુ.


Rate this content
Log in

More gujarati story from JagdishChadra Trivedi

Similar gujarati story from Drama