KOMAL NAYI

Fantasy

3.6  

KOMAL NAYI

Fantasy

ગોડ હાઉસ

ગોડ હાઉસ

3 mins
184


વરસો પહેલાની વાત છે. એક નગર હતું. તે નગરમાં એક રાજા રાજ કરતાં હતા. રાજા ખાધે પીધે ખુબ જ સુખી હતા. કોઈ વાતની ખોટ ના હતી. બસ એમને એક જ વાતનું દુ:ખ હતું. તેમને કોઈ સંતાન ન હતું. તેમને ખુબ માનતાઓ રાખી પણ સંતાન થયું નહિ. એટલે બંને ખુબ જ દુ:ખી રહેતા હતા. એકવાર તેમના એક પ્રધાને રાજાને કહ્યું કે, ‘મહારાજ દૂર જંગલમાં એક તાંત્રિક રહે છે. તેઓ ખુબ જ ચમત્કારી છે. તેઓ બધાની ઈચ્છા પૂરી કરે છે. તમારી પણ કરશે.’

પ્રધાનની વાત સંભાળીને રાજા-રાણી એ તાંત્રિક પાસે જય છે. સાથે ખુબ ધન પણ લઈ જાય છે, તેઓ તાંત્રિકને જઈને કહે છે કે, ’બાબા અમારે કોઈ સંતાન નથી આપ કોઈ એવો ઉપાય બતાવો કે અમારે સંતાન થાય.’ આ સાંભળી તાંત્રિક કહે છે કે 'જો તમારે સંતાન જોઈતું હોય તો કોઈ પાંચ વરસના નાના બાળકની બલિ આપવી પડે. તો જ તમારે ઘરે સંતાન થશે.’ આ સાંભળીને રાજા રાણી ખુશ થઈ ગયા. તેમણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે ‘રાજાને પાંચ વરસના બાળકની જરૂર છે. જે રાજાને પાંચ વરસનો બાળક આપશે, રાજા તેને ખુબ જ ધન આપશે.

સૈનિકો આખા નગરમાં ફર્યા પણ કોઈએ પોતાનું બાળક આપ્યું નહિ. પણ એ ગામમાં એક વિધવા બાઈ રહેતી હતી. તેનો પતિ મરી ગયો હતો. અને તે ખુબ જ ગરીબ હતી. તેને પાંચ વરસનો એક બાળક પણ હતો. તેણે વિચાર્યું કે ‘આ બાળક મારી પાસે રહેશે તો ગરીબીમાં ઉછરશે, તેના કરતાં હું તેને રાજાને આપી દઉં તો તેનું જીવન સુખી બનશે. મને પણ પૈસા મળશે તો મારું જીવન પણ સુખી બનશે.’ આવું વિચારી એ ગરીબ વિધવા સ્ત્રીએ પોતાનું બાળક આ રાજાના સૈનિકોને વેચી દીધું. સૈનિકો બાળકને લઈને રાજ્યમાં આવ્યા. રાજા રાણી તો ખુશ થઈ ગયા.

બીજા દિવસે સવારે રાજા રાણી એ બાળકને લઈને બલી આપવા માટે જંગલમાં પેલા તાંત્રિક પાસે જવા નીકળ્યા. એ સ્થળ ઘણું જ દૂર હતું. એટલે રસ્તામાં રાજા રાણી થોડોક આરામ કરવા માટે રોકાયા. તેઓ આરામ કરતાં હતા તે વખતે પેલું પાંચ વરસનું બાળક રમત રમવા લાગ્યું. રાજા રાણી તેની રમત જોઈ રહ્યા હતા. બાળકને રેતીમાંથી ઘર બનવવું હતું. તેને એક સરખા ચાર ઘર બનાવ્યા. પછી વારાફરતી ત્રણ ઘર તોડી નાખી અને એક જ ઘર રાખ્યું. આ જોઈને રાજરાણીને ખુબજ નવાઈ લાગી.

તેમણે બાળકની પાસે જઈને પૂછ્યું, 'બેટા તેં આ ચાર ઘર બનાવ્યા તે કોના બનાવ્યા અને તેમાંથી એક ઘર રાખીને બાકીના ત્રણ ઘર કેમ તોડી નાંખ્યા?’ આ સાંભળી બાળકે જવાબ આપ્યો. ‘રાજાજી મે જે ચાર ઘર બનાવ્યા, તેમાં પહેલું ઘર મારી માનું હતું, બીજું ઘર સમાજનું હતું, ત્રીજું ઘર આપનું રાજાનું હતું અને ચોથું ઘર માતા ભગવાનનું હતું. મારી માની ફરજ મને મોટા કરવાની હતી તે તેને ન કરી અને પૈસા માટે મને વેચી દીધો એટલે મે એનું ઘર તોડી નાખ્યું. બીજું ઘર મારા સમાજ અને કુટુંબનું હતું, સમાજની ફરજ છે કે કોઈ રાજા અન્યાય કરે તો તેનો વિરોધ કરવો પણ સમાજે તેવું ના કર્યું. એટલે મે બીજું ઘર પણ તોડી નાખ્યું.

રાજા રાણી તો આવક બનીને આ પાંચ વરસના છોકરાની વાત સંભાળતા રહ્યા. બલકે આગળ કહ્યું, ‘ત્રીજું ઘર રાજાનું હતું. રાજાની ફરજ છે પોતાની પ્રજાની રક્ષા કરવાની પણ તમે રાજા થઈને જ મારું રક્ષણની જગ્યાએ ભક્ષણ કરવા તૈયાર થયા છે. એટલે તમારું ઘર પણ તોડી નાખ્યું. પણ આ ચોથું ઘર મારા ભગવાનનું છે તે મને ચોક્કસ બચાવશે એટલે મેં એમનું ઘર તોડ્યું નહિ.’ નાના બાળકને મોઢે આ બધી વાતો સાંભળીને રાજા રાણીની આંખો ફાટી ગઈ. તે પોતાની ભૂલ સમજી ગયા.

આ નિર્દોષ બાળકની બલી આપ્યા પછી આપણને સંતાન થશેજ એવી કોઈ ખાતરી નથી. એના કરતાં આ બાળકને જ આપણા દીકરા તરીકે ઉછેરીએ તો કેવું સારું. આમ નક્કી કરી તેઓ જંગલમાંથી રાજયમાં પાછા ફર્યા. અને તે બાળકને પોતાના દીકરા તરીકે ઉછેરીને મોટો કર્યો. મોટો થઈને એ બાળક એક ખુબ જ મોટો દયાળુ અને પ્રજાપ્રેમી રાજા બન્યો.


Rate this content
Log in

More gujarati story from KOMAL NAYI

Similar gujarati story from Fantasy