ઘેલી - ત્રિપટ્ટી (વાર્તા–મુક્તક–હાઈકુ)
ઘેલી - ત્રિપટ્ટી (વાર્તા–મુક્તક–હાઈકુ)
દુબઇનાં દરિયે ડૂબતા સૂરજની ઠંડક, City's Skyline ની બાલ્કનીએ જીવન સંધ્યાએ બેઠેલી પ્રિયંકાને તેના દુબાઈ ઠરીઠામ થવાના સાકર થયેલા સમણાં દાઝાડતા હતા . આલીશાન ક્રિસ્ટલકટ ગ્લાસના બેલ્જિયમ ડાઇનિંગ ટેબલ પર રહેલી પેક્ડ સેન્ડવીચ, અને માઈક્રોવેવમાં ખીરની કટોરી તેની રાહ જોઈ રહ્યા છે.
આજે તે તેની એકાવનમી વર્ષ ગાંઠને દિવસે છત્રીસમાં માળે એપાર્ટમેન્ટમાં દોમસાહ્યબી વચ્ચે એકલી હતી .
ઢળતાં સૂરજનાં પ્રકાશે તેનો પડછાયો લાંબાઇ, દુબઇથી છેક તેના ગામ ડુંગરી સુધી વિસ્તરતો હતો.પૂર્વીશ દારૂપાર્ટી નો શોખીન, જરા બિઝનેસ ડીલ છે , તે પતાવી હું આ ગયો, અને આવ્યો કહી આજે પણ ક્યાંક ક્લબમાં કોકટેલ પાર્ટી માટે ગયો હતો.
દુબઈમાં બેસી , અતીતમાં ડુંગળી ગામે પહોચેલી પ્રિયંકાને તેના શેરડીનાં ખેતરે રસ પિલાઈ, તાવડે બનતા ગોળની મોહક ખુશ્બુ યાદ આવી ગઈ. ત્યાં બીપ બીપનાં એલર્ટ સાથે મોબાઈલમાં એક ટેક્સ્ટ આવ્યો – " Priya, sorry will be Late tonight. Don’t wait , "
શીટ , ઓહ નો ઇટ્સ ઇનફ...કરતાં “ઉચ્છવ નો ઉશ્વાસ” નીકળી ચૂક્યો આકરો ... પણ તે એકલી હતી.
સાથે રહેતી કહેવાતી તેની છોકરી, હવે મોટી કોલેજમાં ભણે છે. એના રૂમમાંથી વેસ્ટર્ન મ્યુજિક ના બીટ વચ્ચે સ્માર્ટફોનના સ્ક્રોલ અવાજો આવે છે, નીરવ શાંતિ ના શોર વચ્ચે, આ માંદી, પ્રિયંકાને કોઈ પૂછે નહીં કે “મમ્મી, કેમ છો?” લાગે કે આ ઘરનાં સૌ બોલવાનું ભુલી મૂંગાં થઈ ગયા છે. નિર્જીવ દિવાલો સજીવ બની પોકારે છે. અને એ પણ અંગ્રેજીમાં Alexa થકી .
,દુનિયા એમ કહે છે કે, આહ, સપનું થયું છે સાકાર, શું તને 'સફળતા' મળી છે. તારા ઘરમાંતો બધું છે!!!
પરંતુ કોઈ 'મમ્મી' કહીને દૂધ કે શીરા, હાલવા,ભજીયા, કે વડાની જીદ કરે તેવું કોઈ નથી પાસે .
પ્રિયંકા દરરોજ પોતે જ પોતાને Good Night કરે અને ખુદ ખુદને જય શ્રી ક્રુષ્ણ કહે એ હવે જીવનની રીત છે.– હવે તો આયનો પૂછે છે કેવું છે આ દુબઈ .
ત્યારે મન તાળો માંડે "શાને કાજે મારા’જ ઘરમાથી હું આઘી થઈ એકલી થવા ઘેલી થઈ !!!
શબ્દ પરિચય :- ઉચ્છ્વાસ/ ઉશ્વાસ ; શ્વાસ લેવો મૂકવો તે – બહાર કાઢેલો શ્વાસ (2) આશા (3) કાંડ;
ઉચ્છવ;ઉત્સવ ,ઉમંગ
મારા’જ ઘર ;વતન
મુક્તક: ૧
ઘરમાં છે બધું, શાંતિ સિવાય,
છોકરી ઘરે બાજુના રૂમ માં છે, છતાં નજીક નથી, જોઝન દૂર .
પતિ ફોનમાં ક્લબના, ડાન્સ ફ્લોર કે પાર્ટી ક્લચર નાં ફોટામાં ગુમ,
પ્રિયંકાની , "છતે, અછત" નાં તડકે આંખે અજાણી ભીનાશ છે.
મુસ્તક ૨
સપનાનાં ખૂણાઓ હવે ખાલી ખાલી લાગે,
સાકાર થઇ ગયા, હવે શૂન્યતામાં રંગ વાગે.
જીવન સંધ્યા ઊભી છે મૌન પાંજર તળે,
કલ્પાંત લખાય છે હવે શ્વાસોનાં વાક્ય સળે.
--
હાઈકુ: ૧
ઘરે બાપડું
Alexa રણકી પૂછે
મમ્મી દવા પીધી?
હાઈકુ ૨
સાકાર સપના,
જીવન સંધ્યા નમ્ર થાય —
કાલે શાંત થાય.
