ગાજર
ગાજર


એક ગામ હતું. તે ગામમાં એક ડોસો રહેતો હતો. તે ડોસાએ પોતાની એક સરસ મજાની વાડી બનવી હતી. તેમાં જાત જાતના શાકભાજી વાવ્યા હતાં. તેમાં એક ગાજર પણ વાવ્યું હતું. એ ગાજર ખુબ સુંદર અને મજાનું લાલ રંગનું હતું. ગાજર જોઈને ડોસો ખુબ જ રાજી થતો. પણ એ ગાજર ખુબ જ નાનું હતું. એટલે ડોસાને થતું આ ગાજર ક્યારે મોટું થશે. આમ વિચારી ડોસો ગાજરને કહેતો, ‘ ગાજર ગાજર મોટું થા, મોટું થઈને સુગંધ ફેલાવ.’
એક દિવસ ડોસો અને ડોસી વાડીમાં આવ્યા. ડોસાએ કહ્યું, ‘ડોસી હું ગાજર ઉખાડવા જાઉં છું.’ ડોસાએ એક હાથથી ગાજર ઉખાડવાનો પ્રય્તન કર્યો પણ ગાજર ઉખળ્યું જ નહિ. પછી ડોસાએ બે હાથથી તાકાત કરી ઉખાડવાનો પ્રયત્ન કર્યો તો પણ ગાજર ઉખળ્યું જ નહિ. પછી ડોસાએ ડોસીને કહ્યું, ‘મને ગાજર ઉખાડવામાં મદદ કર. ડોસી ડોસાને તાણે, ડોસો ગાજરને તને તો પણ ગાજર ઉખડે જ નહિ.
પછી ડોસીએ પોતાની દીકરીને બોલાવી. દીકરી આવી એટલે દીકરી ડોસીને તાણે, ડોસી ડોસાને તાણે, ડોસો ગાજરને તાણે તો પણ ગાજર ઉખડે જ નહિ. પછી દીકરીએ પોતાના મોતિ કુતારને બોલાવ્યો. કુતરો આવ્યો એટલે કુતરો દીકરીને તાણે, દીકરી ડોસીને તાણે, ડોસી ડોસાને તાણે, ડોસો ગાજરને તાણે તોપણ ગાજર ઉખડે જ નહિ. પછી મોતિયા કુતરાએ પોતાની દોસ્ત બિલાડીને બોલાવી. બિલાડી આવી એટલે બિલાડી મોતિયાને તાણે, કુતરો દીકરીને તાણે, દીકરી ડોસીને તાણે, ડોસી ડોસાને તાણે, ડોસો ગાજરને તાણે તોપણ ગાજર ઉખડે જ નહિ. પછી બિલ્લીએ પોતાના દોસ્ત ઉંદરર્ભૈને બોલાવ્યા. ઉંદરભાઈ આવ્યા એટલે ઉંદરભાઈ બિલ્લીને તાણે, બિલાડી મોતિયાને તાણે, કુતરો દીકરીને તાણે, દીકરી ડોસીને તાણે, ડોસી ડોસાને તાણે, ડોસો ગાજરને તાણે તોપણ ગાજર ઉખડે જ નહિ.
બધાએ ખુબ મહેનત કરી પણ ગાજર એટલું મોટું થઈ ગયું હતું કે કોઈના ઉખળ્યું જ નહિ. બધા થકી હારીને ઘરે ગયા. અને ડોસાભાઈ ગાજર વગરના જ રહી ગયા.