Himatbhai Mehta

Tragedy

2.1  

Himatbhai Mehta

Tragedy

એક ફૂલની ટૂંકી આત્મકથા

એક ફૂલની ટૂંકી આત્મકથા

1 min
11.1K


હું ફૂલ ઈશ્વરને સમર્પિત થવા સર્જાયું હતું અને થયું..

પણ તે પહેલા માળી અને દુકાનદારના ભાવતાલમાં ઘણી જગ્યાએ ફરીને છેવટે એક ગજરામાં ગૂંથાઈને માનવે મને ગણિકાના દેદીત્યમાન અંગોનું ઘરેણું બનાવી પૂરી રાત્રિ આમ તેમ ફેરવી વહેલી સવારે તરછોડી દીધું. થોડા ગરીબ માણસોએ મને લઈને હારનું રૂપ આપી બીજી દુકાને લઈ ગયા.. પછી તો ભાઈ હું તાજો છું ને ? એવી દલીલ કરતા માનતાવાળા ભક્તોએ મને ખરીદીને પ્રભુના ગળામાં અર્પિત કરી દીધું. પુજારીએ થોડી વારમાં બીજા ભક્તના હાર માટે મને ઉતારી પ્રભુ ચરણ પાસે ઘા કરી રાખી દીધું.. છેવટે મારો જન્મ સાર્થક થયો પ્રભુનું સાનિધ્ય મળ્યું અને રંગીન રાત પણ માણસે મનવી...!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy