STORYMIRROR

Abhishek Patel

Drama Inspirational

3  

Abhishek Patel

Drama Inspirational

એક દોસ્ત

એક દોસ્ત

4 mins
252

  રાત્રિનાં દસ વાગ્યાં હતાં. બંધ બારીનાં કાચ પરથી ફળિયાંમાં પ્રવેશતી ગાડીનાં હેડલાઈટ્સનો પ્રકાશ ઝબકારો મારતો હતો. નાઈટલેમ્પનું અજવાળું આછો અજવાસ આપી રહ્યું હતું. એસી યુનિટના લીલાં અક્ષરો જરાં ઉપસેલાં દેખાતા હતાં. નાઈટલેમ્પનાં આછાં પ્રકાશથી દીવાલો જાણે ચમકતી હતી. બંને કાનો પંખાનો ધીમો-ધીમો અવાજ કાન માંડીને સાંભળી રહ્યાં હતાં. બહારથી ગુલાબનાં ફૂલની હળવી સુવાસ રેલાતી મારાં નાકમાં ફેલાતી જતી હતી. બાજુમાં પડેલા ફોનમાં ધીમે ધીમે મેસેજની ઘંટડી વાગતી હતી. આ બધી સ્થિતિઓની વચ્ચે આંખો ઘેરાશ ભરીને બધું નિહાળી રહી હતી. મનમાં અનેક એકબીજાથી વિરોધી વિચારો અથડાયાં કરતાં હતાં. વિચારોની સળવળાટમાં... એક દિવસ અચાનક સાંજના સમયે અચાનક ઓફિસે રોકાવાનું થયું. મારાં મોઢાં પરના ભાવો જાણે હમણાં જ કોઈકની સાથે ગુસ્સા ભરી વાતો કરી છે; તેમ દર્શાવી રહ્યાં હતાં. અરે ! પણ શું કરું; સવારના આઠ વાગ્યાંથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી ઓફિસનાં સળવળાટમાં કામ કર્યું. અને આ અઢળક કામોની વચ્ચે હજું તો કામ પતાવ્યું અને નવું કામ ઓફિસનાં મેનેજર મને સોંપ્યું. મારી આંખો તો જાણે કામ જોઈને મોટી થઈ ગઈ હતી. મનમાં સાચેય વધુ ગુસ્સાનાં ભાવો પ્રગટ થઈ રહ્યા હતાં.આંખોના ચારે ખૂણા ઓ ભીનાશ ભરી નજરે દિવાલ પર લટકાવેલી ઘડિયાળમાં જોઈ રહ્યાં હતાં. બંને હાથો પણ જાણે કોમ્પ્યુટર પર ટાઈપિંગ કરવામાં સાથ છોડી રહ્યાં હતાં. આ બધાં પ્રશ્નોની સળવળાટમાં સાંજના ૭ વાગી ગ્યાં હતાં. ઓફિસનું કામ ધીમે ધીમે પૂરું થતાં જ મનમાં હાશકારો થયો. મેનેજર ને કામ પૂરું થાય પછી મળવાનું હતું. તેથી કામ પૂર્ણ કરી તેમની ઓફિસમાં જવાનું થયું.ઓફિસનો દરવાજો ખખડાવતાં જ અંદરથી અવાજ આવ્યો.'યસ '!!. મેં તરત જ ઉત્તર દીધો..મે આઈ કમ ઈન..અંદરથી મેનેજરશ્રી નો વળતો જવાબ આવ્યો. 'યસ કમ ઈન પ્લીઝ ટેક યોર સીટ.' આગ્રહ કરતાંની સંગાથે જ મેં ખુરશી પર ગોઠવાયો. મેનેજર ને જોઈને મારાં ચહેરાના હાવ-ભાવ બદલાતાં જતાં હતાં.

મનમાં ધણાં વિચારોની હારમાળા ગૂથાંઈ રહી હતી. કદાચ સર કંઈ કહેશે તો ? હજુ વધુ રોકાવાનું હશે તો ? કઈ મારાં કામમાં ભૂલ થઈ હશે તો.. અધધધધ..... ઘણાં વિચારોમાં મૂંઝાયેલો આ ચહેરો વિસ્મય પમાડે તેવો લાગતો હતો.અરે ! પણ શું મેનેજરશ્રીનાં શબ્દો તેમના મુખમાંથી સાંભળીને મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. ચહેરાંના ગમગીન હાવ-ભાવો ખુશીમાં પરિણમ્યાં હતાં. આનંદનો તો કોઈ પાર જ ન રહ્યો. મેનેજર -શ્રી એ મારું પ્રમોશન કર્યું હતું. સાથે-સાથે મારું કામ જોઈને મારો પગાર ધોરણ પણ વધાર્યો હતો. પ્રમોશન શબ્દ સાંભળીને જાણે મારી આંખોમાં ખુશીના આંસુ છલકાતા હતાં. મેનેજર ને ભીનાશ ભરી આંખોએ હું ભેટી પડ્યો. થોડી ઘણી ચર્ચા બાદ ઓફિસેથી ઘરે જવા માટે નીકળ્યો. મોઢાં પર ખુશીના ભાવો દેખાતા હતાં. ઘણી બધી ખુશી દિવસના અંતે મોઢા પર છવાઈ ગઈ હતી. પાર્કિંગમાં પાર્ક કરેલું બાઈક લઈને ઘરે જવા નીકળ્યો. ઘરે પહોંચવાની ઘણી બધી તાલાવેલી હતી. મારી બાઈક ઘણી બધી સ્પીડમાં જઈ રહી હતી. અર્ધ શહેરમાં( અહીં ;શહેરની વચ્ચે પહોંચતા) જ મને ટ્રાફિક પોલીસે સિસોટી મારી.સિસોટી સંભળાતા જ મારી ગાડી ધીમી પાડી અને સાઈડમાં થોભાવી ટ્રાફિક પોલીસે ગાડી પરથી ઉતારવાનું કહ્યું,હજું તો હેલમેટ નીચે ઉતારીને જોઉં તો...

 એ મારો ખાસ દોસ્ત હતો. પણ જાણે મને ઓળખતો નથી. તેમ મારી સાથે ગુસ્સા ભર્યા ચહેરાથી મને જોઈ રહ્યો હતો.વધુ બાઈક ચલાવવાનો હજાર રૂપિયા દંડની રસીડ ફાડીને મારાં હાથમાં મૂકી. મારાં મનમાં વિચારો નો કોઈ પાર ન રહ્યો. સાથે ભણતાં, સાથે જમતાં અને સાથે રમતો દોસ્ત આજે મને ભૂલી ગયો, અરે મનમાં ઘણા કરુણ ભાવો આવી રહ્યાં હતાં. મેં તેને તરત જ પૂછ્યું;અરે!મિત્ર,અનમોલ તું મને ઓળખતો નથી. મોઢું તો જાણે શબ્દોથી સેવાઈ ગયું હતું. કંઈ બોલું તે પહેલા જ તેણે ફરી વાર મારી પાસે પૈસાની માગણી કરી. બાઈક પરથી નીચે ઉતરીને મેં તેને હજાર રૂપિયા દંડ ચૂકવ્યો.જાણે મનમાં બેચેની ઊભી થઈ રહી હતી. મારી આંખો એની આંખોને ટગર-ટગર જોઈ રહી હતી. પણ તેના ભાવો કંઈક જુદા હતાં. દંડ ભરીને ઘરે જવા માટે રવાના થયો; ને ત્યાં બાઈક થોડે દૂર પહોંચી..ને પાછો સિસોટીનો અવાજ સંભળાયો. મેં તરત જ બાઈક થોભાવી દીધી. અનમોલ મારી નજીક આવીને ઊભો રહ્યો. એની આંખોમાં ઝળઝળિયાં આવી રહ્યાં હતાં. એ મને ભેટી ને રડી પડ્યો. મારી આંખો પણ અનમોલનો પ્રેમ ભર્યો ખભો મળતાં રડી પડી. થોડીવાર પછી બંને શાંત થયાં. અનમોલે લાગણીભર્યા અવાજે મને કહ્યું,અરે ! 'દોસ્ત' તને કઈ રીતે ભૂલી જાવ; તું તો મારો એક ખાસ મિત્ર છે. મારો પાંચ વરસનો દીકરો આવી જ રીતે બાઈકને અડફેટમાં આવી ગયો હતો. તેને મેં બે જ મિનિટ માટે હાથ છોડતાં ગુમાવી દીધો. પણ દોસ્ત તને હવે મેં ગુમાવવા નથી માંગતો. મેં ઘણા પ્રયત્નો કર્યા છે મારી આંખોને ભીંજાતી રોકું. પણ મને મારો વ્હાલો દીકરો યાદ આવી જતો. મેં તારુ કંઈ પણ સાંભળ્યાં વિના તો ઊભો કર્યો ત્યારે મને ઘણું દુઃખ થયું. પણ હવે તને ગુમાવવાં નથી માંગતો. એટલે તને થોડા ગુસ્સા ભર્યા અવાજે બોલવું પડ્યું. દોસ્ત ! લે આ હજાર રૂપિયા; બંને એકબીજાની આંખો ને ટગર ટગર જોઈ રહ્યા હતાં. ઘણાં દિવસો પછી મળ્યાં બાદ ખુશીનો કોઈ આનંદ જ નહોતો. આ વાતોમાં ખોવાઈને ખબર ન'ય મને ક્યારે ઊંઘ આવી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Abhishek Patel

Similar gujarati story from Drama