Pratik Dangodara

Inspirational

3.5  

Pratik Dangodara

Inspirational

દુનિયાનું સૌંદર્ય

દુનિયાનું સૌંદર્ય

1 min
394


મિત્રો, કુદરતે આપણને સૌને એક સુંદર મજાની જગ્યા પર અવતરિત કર્યા છે, આપણને સૌને તેનું ગૌરવ થવું જોઈએ. કુદરતે સરસ મજાની દુનિયાનું નિર્માણ કર્યું છે, તેમાં એકથી એક મજાના સૌંદર્યો મુક્યા છે. તેણે બનાવેલી દરેક વસ્તુ આપણી કલ્પના બહારની છે. પણ જે આ સૌંદર્યને માણી શકે તે જ આ સંસારનો ભરપૂર આનંદ લઈ શકે છે. અમુક વ્યક્તિ આ વિશ્વના સૌંદર્યને માણવાને બદલે ફક્ત વિચારોમાં જ પોતાનું જીવન સમર્પિત કરી દેતો હોય છે. તેને કુદરતના કોઈ નિયમોની જાણ હોતી નથી, અને તેનું જીવન ફરિયાદ સાથે સમાપ્ત કરતો હોય છે.

પણ જો સંસારના દરેક નિયમને અનુસરીને વ્યક્તિ પોતાના પથમાં આગળ વધે તો તે શાંતિપૂર્વક પોતાનું જીવન પસાર કરી શકે અને કુદરતના દરેક સૌંદર્ય અદભુત રીતે માણી શકે છે. હકીકતમાં વ્યક્તિ જેટલો કુદરતની નજીક રહે છે એટલો જ વધુ પોતે અંદરથી મજબૂત થતો હોય છે. કુદરતના દરેક રહસ્યને સમજી જાણી અને વિચારીને તે મુજબ વર્તન કરે તો તે વ્યક્તિને જીવન દરમિયાન કોઈ મુશ્કેલી આવતી હોતી નથી. જેમ બને તેમ કુદરતની નજીક રહો તેણે બનાવેલ દરેક સૌંદર્યને અલગ રીતે માણતા રહો. જીવન એક કુદરતે આપેલી અદભુત ભેટ છે. તેને સરખી રીતે પસાર કરો અને આનંદનો ખજાનો હમેશા શોધતા રહો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational