STORYMIRROR

Dr.Ketan Karia

Drama Inspirational Others

4  

Dr.Ketan Karia

Drama Inspirational Others

દૃષ્ટિ

દૃષ્ટિ

1 min
305

એ ઘરે આવી બહુ થાકેલી હતી. સાસુ મંદિરમાં લાલાને પોઢાડતાં હતાં અને એનો લાલો વિખરાયેલા વાળ, ગંદા થયેલા કપડાં, આસપાસ વેરાયેલા મમરા વચ્ચે રમતો હતો ! એ કહીને ગઈ હતી કે મોડું થશે, છતાં જમવાનું પણ બન્યું નહોતું ! એની આંખોના ખૂણા ભીના થયા, નિરાશાથી, દુ:ખથી.

‘ખાલી મારા માટે કમાવા જાઉં છું ?’ સાસુને કહેવું હતું, પણ જાત સાથે વાત કરી લાલાને તેડી લીધો, ઉતાવળમાં થયો એટલો સરખો કર્યો. શાક સમાર્યું, રોટલા બનાવ્યા એક પછી એક બધી રસોઈ તૈયાર કરી.

પોતાના રૂમમાં જઈ બેસી પડી. ‘આ માટે લગ્ન કર્યા’તા ?’ બે આંસુ ફરી સરી પડ્યા...સરી જવા દીધા. નાહી લીધું, કદાચ...વિચારો પણ ધોવાઈ જાય, તો સારું લાગે !

વિવેક આવ્યો. એ બહુ સમજતો અને બધું સમજતો. એણે પૂછ્યું, ‘થાકી ગઈ છો ? મૂવી જોવાની ઈચ્છા હતી, તો ટિકિટ લાવ્યો’તો...’ વિદ્યાએ બાકી રહી ગયેલા વિચારો શક્ય એટલા ઝડપથી ખંખેર્યા અને તૈયાર થઈ, જમીને નીકળ્યા. લાલો સાસુ પાસે રહેવાનો હતો.

ફિલ્મ જોઈ એ હળવી થઈ ગઈ, પરત ફર્યા. સાસુ એના લાલાને પોઢાડતાં-પોઢાડતાં ખુરશી પર જ સૂઈ ગયા હતા.

વિદ્યાની આંખોના ખૂણા ભીના થયા, સંતોષથી, ખુશીથી.


Rate this content
Log in

More gujarati story from Dr.Ketan Karia

Similar gujarati story from Drama