BHARATCHANDRA SHAH

Comedy Others

3  

BHARATCHANDRA SHAH

Comedy Others

દિવાળીના કામની ઘણઘણાટી

દિવાળીના કામની ઘણઘણાટી

10 mins
190


(આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. વાર્તાના કિરદારોના નામો, સ્થળો, ઘટનાઓ બધું જ કાલ્પનિક જેનો જીવિત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિ સમૂહ જોડે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે સંબંધ નથી. અને જો હોય તો તે એક સંજોગ હશે. અને વાર્તા પોતાનું જ સર્જન હોઈ મનોરંજન માટે જ લખાયેલી છે.)


દિવાળી પર્વ આ સહુથી મોટો તહેવારનો પર્વ છે જે આખા હિન્દુસ્તાનમાં ઉજવાય છે. અંધારી અમાસની રાત હોવા છતાંય પ્રકાશના દીવડાઓ માનવીને અંધકારમાંથી કાઢી પ્રકાશ તરફ લઈ જવાની કોશિશ કરે છે. અનેકો પરિવાર હરવાફરવા જવાનું આગોતરા આયોજન કરી લે છે. અહીં પણ અનેક પરિવારો અનોખીરીતે દિવાળીનું પર્વ ઉજવે છે.

"હે હાલો." પત્ની ઈલાબહેન બોલી.

"ક્યાં ? " પતિ સુદીપભાઈનો જવાબ

"બહુ ઊંઘ્યા..ચાલો આળસ મરડીને કામે લાગી જાઓ" પત્ની બોલી.

"ક્યા કામે ? " પતિ ઉવાચ

"સરાદિયા ગયા, નવરાત્રી ગઈ, શરદ પૂનમ ગઈ, ચંદની પડવો ઉજવાઈ ગયો.ખીર, દૂધપાક, જલેબી ફાફડા, ઘારી ભૂસુ ઝાપટી લીધું. ચરબીના થર વધી ગયા છે. હવે એ ચરબી ઉતારો. કામે લાગી જાઓ. દિવાળીના કામની ઘણઘણાટી બોલાવવી છે. “ પત્ની ઈલાબહેન બોલ્યા.

"અલી, આટલો જુલમ ના કર. હમણાં લોકડાઉનમાં એજ તો કામ કર્યું. સાહેબે એટલે જ તો લોક ડાઉન કર્યું. જો ની બધું તો ચોખ્ખું ચનાટ છે. ઘસાયેલી પીંછી અને ફાટી ગયેલ પોતા તેની સાબિતી છે." પતિનો વિરોધ સૂર

પતિની દુખતી નસ દબાવતા બોલી, " ઘૂઘરા, ચક્રી, ચેવડો, થાપડા, ચોળાફળી, મઠિયાં, બેસનના લાડુ, કાજુ કતરી, ખાવી છે કે નહિ ?"

"એની માની...બરાબર ભેરવી નાંખ્યા. ખાવાના બહુ ચસકા તેનું આ પરિણામ છે. ભોગવો હવે." પતિ સુદીપભાઈ મનમાં બબડ્યા.

"હા તો કઈ ની હું સામેથી મંજુ ભાભીને ત્યાંથી ટેબલ મંગાવી લઉ છું." સુદીપભાઈના છૂટકે બોલ્યા

"કેમ ? બાજુવાળા કિરીટભાઈને ત્યાંથી કેમ નહિ ?"

"જો. .મંજુ ભાભીને આપનો પાઈપ જોઈએ છે કિરીટભાઈ પાસે જે છે તે પાતળો અને કાણાવાળો છે. હું આપનો પાઈપ આપું છું અને તેમનો ટેબલ લઈ આવું છું. વસ્તુ વિનિમય. વસ્તુના બદલામાં વસ્તુ લેવી"

"એ કઈ શરમ બરમ આવે કે નહિ આવું બોલતા જરાક ચોખ્ખા શબ્દો વાપરો ને ?

પતિ ના છૂટકે ચૂપ રહ્યો. દુખતી નસ પત્નીના હાથમાં હતી. આમ તો સામે મંજુ ભાભીને ત્યાંથી દર દિવાળીએ ખાવાના અવનવી વ્યંજનો આવે છે. સુદીપભાઈનું મન થઈ ગયું હતું કે પત્નીને સંભળાવી દેવાનું કે નહિ બનાવતી દિવાળીનું ખાવાનું.મંજુ ભાભીને ત્યાંથી આવશે. પણ વાતનું વતેસર નહિ થાય એ ધ્યાનમાં રાખી પતિ સુદીપભાઈ ચૂપ રહ્યા.

શરતોને આધીન (ટર્મ્સ એન્ડ કન્ડીશનના આધારે) મંજુ ભાભીને ત્યાંથી ટેબલ લવાયું.

‘આમ બાઘાની જેમ મારી સામે જોયા નહીં કર. આ ટેબલ લે અને ચઢ એની ઉપર."

"તમે પોતે પણ ચઢી જ શકો ને. ? જે માણસ મંજુ ભાભીને ત્યાંથી ટેબલ લાવી શકે, તે તેની ઉપર ચઢી શકે ને" ઈલાબહેનનો વળતો જવાબ

" હેં.. કોની ઉપર ચઢું ? ઈલી આ તું શું બોલે છે.મને કહે છે શરમ કરો ને તે તો શરમની પણ હદ વટાવી દીધી."

“એ..ટેબલ પર ઊભા રહેવાની વાત છે..અર્થનો અનર્થ નહિ કરો.ચાલો ઊભા થઈ જાઓ ટેબલ પર" ઈલા બહેને હુકુમ કર્યો.

ઘરમાં દાખલ થતાં જ અચાનક ઈલાબહેનને એમ થઈ જાય કે, આ મારો ભાર હવે ટેબલથી નહીં ખમાય. કદાચ મને ચક્કર આવી પડી જવાય.

‘દિવાળીની સાફસફાઈ કરવાની છે તો એમાં સામેથી ટેબલ લાવવાની શી જરૂર ? દર વર્ષે તો મારા ઘરેથી ટેબલ લઈ જાઓ છો ને ? " કિરીટભાઈની બીજી સિક્સર.

સુદીપભાઈ, “હજી તો વાર છે ને દિવાળીના કામની એવી તે શી ધાડ ? " કિરીટભાઈની ત્રીજી સિક્સર.

જોજો ને, બે દિવસમાં તો ઘર સાફ.’ કોઈની રાહ જોવાની એના કરતાં પતિએ એના પોતાના જ વખાણ કરી લીધાં.

‘એ સંભાળો આ વખતે ઘરની સાફસફાઈમાં હું તમને મદદ કરિશ સમજ્યાં ?’ પત્ની ઈલાબેન બોલ્યા.

પતિ સુદિપભાઈ ચૂપ રહ્યા. એમને પોતાના જ હાથ પર ચીમટો ભર્યો. સપનું તો નથી જોતો ને ?

‘તું અને મનેં.... મદદ ? શું કામ ગરીબ બાપડાની મશ્કરી કરે છે ? "

‘ના ના, સાચું જ કહું છું.. " પત્ની ઈલાબહેન બોલ્યા.

‘હવે પહેલી વાર દિવાળીમાં ઘરમાં મદદ કરવાનો વિચાર કર્યો તેમાં પણ આટલો ડર ? " ગભરાતા ગભરાતા શું કામ બોલે છે ? બિન્ધાસ્ત બોલ " સુદીપભાઈ પત્નીને બોલ્યા

“આમ તો વર્ષોથી ઘર સાફ કરીએ છીએ. "ડેટોલ, બામ, આયોડેક્ષ, બેન્ડેડ પટ્ટી કેમ ? ઈલાબહેન બોલ્યા

પડી બડી ગયો, શરીરે ઉઝરડા પડે, મચકોડ આવે તો જોઈએ કે નહીં મલમ પટ્ટી કરવા ?" સુદીપભાઈ જવાબ આપતા બોલ્યા

“ મને નહિ મંજુને બોલ ધન્યવાદ એમ પણ કહેજો કે " તમારો ટેબલ આપવા બદલ પણ હું તમારી ઋણી છું.” સુદીપભાઈ બોલ્યા

"હમમમ, મોં મચકોડતા ઈલાબહેન રસોડામાં જતા રહ્યા

‘જો, મેં બે દિવસની રજા લીધી છે. તું મને સાફસફાઈના કામમાં મદદ કરશે એ હેતુથી નજીકની લૉજમાં ટિફિન પણ નોંધાવીને આવ્યો છું. આ વખતે તો હું ઘર સાફ કરીને જ રહીશ. તમે એવી તે કેટલી ધાડ મારો છો કે,

આ વખતે સાથે મળીને સાફસફાઈ કરશું.” પત્ની ઈલાબહેન બોલ્યા

તું જાળાં પાડજે, હું કચરો વાળીશ. તું લાદી ઘસજે, હું પાણી રેડીશ. તું ફર્નિચર ચમકાવજે, હું ગોઠવવા લાગીશ. જો, ના નહીં પાડતી. મને આ વખતે મદદ કરજે " સુદીપભાઈએ નમ્રતાથી કહ્યું

સુદીપભાઈ બીજા દિવસે સવારની ચા ને છાપું લઈને બેઠાં તો ખુશી ખુશી ચાનો કપ લેવા ઈલાબહેન રસોડામાં ગયા તો ભોંઠા પડ્યા

“‘આ તો મારી ચા છે, મેં જાતે બનાવી છે. તું તારી મૂકીને પી લે. આજે તને મારી ચા મૂકવામાંથી છુટ્ટી.’” સુદીપભાઈ બોલ્યા

‘મેં તો કાયમ આપણી બેઉની જ ચા મૂકી છે “ક્યારેય તારા–મારા ભેદભાવ નથી રાખ્યા. આવું કરવાનું ?” તકરાર ભાવથી ઈલાબહેન બોલ્યા

‘સૉરી, તું કાલથી આપણી ચા મૂકી દેજે બસ ?’ સુદીપભાઈ બગડતી બાજી સાંભળી લેતા ઈલાબહેનને બોલ્યા

દિવાળીના કામમાં કોઈ અપશુકન કરવા માંગતા ન હોવાથી ઈલાબહેને જાતે જ પોતાની એમની ચા મૂકીને પી લીધી.

‘ચાલો હવે, વહેલા પરવારો. કયા રૂમથી શરૂ કરવાનું છે ?’” ઈલાબહેને પતિ સુદીપભાઈને કામની યાદ અપાવી

અચાનક જ પૂછાયેલા નવા સવાલથી સુદીપભાઈઓ ડઘાઈ ગયા

 ‘ચાલો, આજના શુભ મૂરતમાં સફાઈકામની શરૂઆત કરો. ટેબલ પર ચઢો........મતલબ ટેબલપર ઉભા થઈ જાઓ ને મંડી પડો” ઈલાબહેને હુકુમ કર્યો

 પતિની સામે ડોળા કાઢી કોઈ યુધ્ધ જીતવા જવાના હોય એમ, એ તો તલવારની જેમ એક હાથમાં જાળા પાડવાની લાંબી લાકડીવાળી ઝાડુ પકડી બીજા હાથે સાડીનો પાલવ કમરમાં ખોસી જાળા પાડવાની શરૂઆત કરી ને કામનું મુહૂર્ત કર્યું.

‘કોઈ દિવસ નહીં ને આજે ટેબલ લાવ્યા ?’તે પણ મંજુ ભાભીને ત્યાંથી ? મારા ઘરેથી લઈ જવો જોઈએ ને ? મે તમને ક્યારે ના પાડી છે ?" કિરીટભાઈ બજારમાં શાક લેવા જતા હતા.અને સુદીપભાઈને ટેબલ પર ચઢી માળિયા સાફ કરતા જોઈ ગયા.તેમનાથી રહેવાયું નહિ અને આગ ચાંપી.

 ‘હવે ?’ મારી સામે એમણે પ્રશ્નાર્થ નજર ફેંકી. હાથમાં જાળા પાડવાની લાંબી લાકડીવાળી ઝાડુ 

પકડેલી ઈલાબહેન એવા તો શોભતા હતા કે, જાણે કોઈ મર્દાની ઝાંસીની રાની લક્ષ્મીબાઈ

 ‘હવે જ્યાં જ્યાં જાળાં દેખાય છે, ત્યાં ત્યાં સમરાંગણમાં ઘુમતા કોઈ યોધ્ધાની જેમ લાંબી ઝાડુ ઘુમાવવા માંડી એટલે, ટપોટપ જાળાં પડવા લાગ્યા.

મર્દાની ઝાંસીની રાણીનું બિરુદ આપતા ઈલાબહેનનું શેર લોહી ચઢી ગયું પુરજોશમાં જાળા પાડવા લાગ્યા

એમણે તો ઉત્સાહમાં આવીને ચારે બાજુ ઝાડુ ઘુમાવવા માંડ્યું. એમ કરવામાં એક ખૂણે એ જરા વધારે પડતા

નમી ગયા ને થવા કાળ થઈને રહ્યું. એમનો એક પગ હવામાં અધ્ધર અને બીજો પગ ટેબલ પર જ ધ્રુજવા માંડ્યો. ટેબલે પણ જેટલી તાકાત હતી ત્યાંસુધી ઈલાબહેનનું વજન ખમ્યું છેલ્લે ટેબલના પગ પણ ફંટાઈ જતા ઈલાબહેન ધડામ થઈ નીચે પડ્યા અને કણસતા હતા.” "હાય રામ મરી ગઈ હું તો "”

સુદીપભાઈ તરત દોડી ગયા અને ઈલાબહેનને મદદનો હાથ લંબાવી ઉભા કાર્ય ને ધીમેથી સોફાપર બેસાડ્યા

બસ. પછી કંઈ નહીં. ન તો એમ્બ્યુલન્સની જરૂર પડી કે ન તો ડૉક્ટરની કે ન પોલીસ કે ફાયરબ્રિગેડની !

અગાઉથી જ મલમ પટ્ટી માટે આયોડેક્ષ, બામ વગેરે મંગાવી રાખ્યું હતું તે કામે લાગ્યું.

થોડી વાર પછી સુદીપભાઈ મિત્રને ફોન પર કહી રહ્યા હતા, ‘ભાઈ, આ દિવાળીની સાફસફાઈનું કામ તો આ બૈરાઓ જ કરી જાણે હો, આપણું એમાં કામ નહીં. મારી તો આજે બહુ મોટી ઘાત ગઈ.’ મેં બચાવ્યા એનું કંઈ નહીં. મારો ઉલ્લેખ સુદ્ધાં નહીં ? જવા દો. આખા ઘરની સાફસફાઈ થઈ ગયા પછી સુદીપભાઈએ હાશકારો કીધો.

" શું ઘાત થઈ ?" નવાઈ પામતા મિત્ર બોલ્યો.

સુદીપભાઈએ આખી હકીકત કહી ફોન કટ કર્યો.

બીજે દિવસે ઈલાબહેનને દુખાવામાં થોડી રાહત મળતાં એ પતિ સુદીપભાઈને બોલ્યા “ એ સાંભળો, આ દિવાળીએ ક્યાં જઈયે ફરવા ? "

માથું ખજવાળતા સુદીપભાઈ બોલ્યા, " ક્યાંય નથી જવું "

છોકરાવ રડારોળ કરવા લાગ્યા. સુદીપભાઈ પોતાનાં નિર્ણયથી અડગ હતા.

સુદીપભાઈ મનમાં કૈક ગડમથલ કરતા હતા.અચાનક કિરીટભાઈને ત્યાં ગયા.

"ટેબલ જોઈએ છે ?" કિરીટભાઈ કટાક્ષમાં બોલ્યા 

"અરે ના કિરીટભાઈ.તમે તો જુઓ.બહુ સિક્સરો મારો છો ને ? "

હું તો એક પ્રસ્તાવ લઈને આવ્યો છું.આ દિવાળીમાં આપણે બધા જ પરિવાર સાથે આપણા શહેરમાં આવેલ વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમની મુલાકાત લઈએ. વૃદ્ધો માટે અને અનાથ અને અપંગ બાળકોમાટે કંઈક ને કંઈક લઈ જઈએ. જેમકે મીઠાઈ, ફટાકડા, નવા કપડાં, ધાબળા, વિવિધ ભેટ વસ્તુઓ પોતપોતાની હૈસિયત મુજબ.અથવા બધાએ ફાળો ઉઘરાવીએ અને વસ્તુઓ લઈ જઈએ. ":

"વાહ સરસ આઈડિયા કીધો તમે હો સુદીપભાઈ. હવે શરૂઆત ક્યાંથી કરીએ મતલબ કે પહેલા કોને કહીએ ? મંજુ ભાભીને ત્યાંથી જ ને ?" કિરીટભાઈએ પાછો કટાક્ષ માર્યો

સુદીપભાઈ અકળાયા અને સહેજ ગુસ્સો દર્શાવતા બોલ્યા, " કિરીટભાઈ તમને મારી સાથે દુશ્મની છે ? તમારા પેટમાં બળે છે ? તમને કઈ તકલીફ થાય છે હું મંજુ ભાભીને ત્યાંથી કઈ વસ્તુ લાઉં તો" ?

"અરે ના ના તેવું નથી સુદીપભાઈ. તમે તો જો મન પર લઈ લીધું. મજાક મસ્તી છે. તમે એટલા ગંભીર નહિ બનો. એવું હોય તો આપણે પહેલા માળે નરેશભાઈના ઘરેથી શરૂઆત કરીએ " કિરીટભાઈ સ્પષ્ટ થતા બોલ્યા

બંને જણા આખા એપાર્ટમેન્ટમાં દરેકને ત્યાં ગયા અને આયોજનની વાત કરી તો બધા રાજી થઈ ગયા. તેમાં અમુક મહિલાઓ અને બાળકો પણ હોંશે હોંશે જોડાયા તો અમુક મહિલાઓ અને બાળકોએ મોં મચકોડ્યું

મોં મચકોડવામાં ઈલાબહેન પણ હતાજ. પણ સ્પષ્ટ બહુમતી મેળવતા અધિકાંશ પરિવારો સુદીપભાઈના આયોજન સાથે સંમત થયા.

બધાએ ફાળો ઉઘરાવ્યો. તેમાંથી મીઠાઈ, ધાબળા, ફટાકડા, નવા કપડાં, વિવિધ ભેટ વસ્તુઓ લાવ્યા અને ધન તેરસને દિવસે અનાથાશ્રમ જવાનું નક્કી કર્યું અને તે મુજબ બધા ત્યાં ગયા. છોકારોને મીઠાઈ, નવા કપડાં, ભેટ વસ્તુઓ આપી. તેમની સાથે ફટાકડા ફોડ્યા. આખો દિવસ અનાથ બાળકો સાથે વિતાવ્યો. અનાથ બાળકોના ચહેરા ઉપર એક અનેરી રોનક જોવા મળી. જે જોઈ બધાને સંતોષ થયો. અમુક બાળકો લાગણીશીલ બની સુનમુન થઈ ગયા હતા.મનમાં વિચારતા હશે કે કાશ..આપણા પણ મમ્મી પપ્પા ભાઈ બહેન રહ્યા હોત તો કેવી મજા આવતે.

અમુક મુલાકાતીઓ તેમાં ખાસ કરીને મહિલા વર્ગ પણ અનાથ બાળકોની વ્યથા અને તેમના ચહેરા ઉપરની નિરાશ જોઈ લાગણીશીલ બની ગયા હતા.અમુક નાના નાના બાળકો તો મમ્મીને વળગે તેવી રીતે વળગ્યા. મહિલાઓની આંખો ઝળહળી ઉઠી.

બીજે દિવસે એટલે કાળી ચૌદસની દિવસે બધા વૃદ્ધાશ્રમ ગયા. ત્યાં બધા વડીલો નિરાશ ચહેરે બેઠા હતા.તેમને જરાય કલ્પના નહોતી કે કોઈ અચાનક મુલાકાત માટે આવશે. 

સુદીપભાઈ, કિરીટભાઈ અને અન્ય મુલાકાતીઓએ પોતાના ખર્ચે વૃધ્ધાશ્રમને પણ વિવિધ રંગીબેરંગી લાઈટિંગથી સુશોભિત કરી હતી અને તેલના દિવા મુખ્ય હતા.આકાશ કંદીલ તરતા મૂક્યા હતા. વૃદ્ધાશ્રમના આંગણે રંગીબેરંગી રંગોળી, સાથિયા પુરવામાં આવી હતી. વૃદ્ધાશ્રમ રોશનાઈથી ઝળહળી ઉઠ્યું હતું. આ રોશનાઈ જોઈ વડીલોને તેમનું બાળપણ અને યુવાનીમાં ઉજવવામાં આવેલ દિવાળીની યાદ આવી.

દરેકે તેમની વ્યથા ઠાલવી. કોઈ વૃદ્ધ પોતાના સંતાનો પ્રત્યે ફીટકારની લાગણીઓ દર્શાવતા હતા તો કોઈ વડીલો સંતાન ના હોવાનો અફસોસ વ્યક્ત કરતા હતા. છે તેને સંતાપ અને નથી તેને નિતાંત એવી મિશ્ર લાગણીઓ જોવા મળી હતી.

વૃદ્ધાશ્રમના એક વડીલે દિવાળીની માહિતી આપતા કહ્યું કે " દિવાળી પર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે, ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? તેનું શું મહત્વ છે અને તેની સાથે જોડાયેલી કથા શું છે ? નથી જાણતા તો આજે જાણી લો દિવાળી સાથે જોડાયેલી રોચક વાતો અને પ્રચલિત વાર્તાઓ.

1) ભગવાન રામ જ્યારે રાવણને મારી અને અયોધ્યા નગરી પરત ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા હતા.. તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘરે ઘરમાં ચાલી આવે છે. કારતક માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકારને દૂર કરવામાં આવે છે.

2.) જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતરીત થઈ હતી. ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મીપૂજન થાય છે.

3.) દિવાળીના એક દિવસ અગાઉ નરકચતુર્દશી ઉજવાય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર એક પાપી રાજા હતા તેણે પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો. તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી હતી. નરકચતુર્દશીના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી. ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે કરવામાં આવે છે.

મુલાકાતીઓના બાળકો તેમની સાથે રમ્યા તો મુલાકાતી મહિલાઓ વૃદ્ધ મહિલાઓ સાથે ગોષ્ઠી કરી.

આખો દિવસ તેમની સાથે પસાર કર્યો. બધા ભાવુક થઈ ગયા હતા.એકંદર વાતાવરણ ગમગીન થઈ ગયું હતું

એક વડીલે આભાર વ્યક્ત કરતા કહ્યું, " ભાઈઓ અમે તમારા આભારી છીએ. અમે વર્ષોથી અહીં છીએ પણ કોઈએ અહીં આવવવાની દરકાર લીધી નહિ. અમારા માટે ઉતરાણ, હોળી, દસરા, દિવાળી જેવું કઈ નથી. તમે અમને કઈ જ નહિ આપો તો ચાલશે.પણ અવાર નવાર આવતા રહો એવી તમને વિનંતી છે."

તો બીજા એક વૃદ્ધા બોલ્યા, " સાચું છે બહેનો તમે આવ્યા એટલે અમને અમારી વહુ દીકરીઓ પૌત્રીઓ આવ્યાંની લાગણી થઈ. બસ આવી જ રીતે અવારનવાર આવતા રહો "

બધાની આંખો ભીંજાઈ ગઈ. જડ અંતકરણે ભાવભીની વિદાય લીધી ફરી વાર મળવા આવવાના આશ્વાસન સાથે.

આ સમાચાર જેવા શહેરમાં સોશલ મીડિયા મારફત ફેલાયા કે તરત પત્રકારો અને કેમેરામનની ટિમ અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ દોડી આવી અને સુદીપભાઈ, કિરીટભાઈ મંજુભાભી એમની મુલાકાત લીધી. બધેજ તેમના કામની વાહ વાહ થવા લાગી. પ્રસંશા થવા લાગી. સ્થાનિક અખબારો અને સમાચાર પત્રોમાં મોટા મથાળે આ સમાચાર છાપવામાં આવ્યા હતા. પેપરના પાને સુદીપભાઈ, કિરીટભાઈ, મંજુભાભી, ઈલાબહેનના ફોટા પણ ઝળક્યા હતા.

"એ સાંભળો, આજે તમે ખરા હીરો તરીકે ઉભરી આવ્યા છો હો " રાત્રે ડાયનિંગ ટેબલ પર ભોજન ને ન્યાય આપતા આપતા ઈલાબહેન લાડકાઈથી બોલ્યા

"હમ કેમ અત્યાર સુધી હું તને ગુલશન ગ્રોવર લાગતો હતો કે અમરીશ પુરી લાગતો હતો ?" સુદીપભાઈ બોલ્યા

"હમ્મ. ..ના તેવું નથી પણ તમે વારે ઘડીએ પેલી. .."બોલતા બોલતા ઈલાબહેન અટકી ગયા

"બોલ બોલ કેમ અટકી ગઈ" ? સુદીપભાઈ બોલ્યા

"કંઈ નહિ. .પેલી મંજુડીની વાત કરો ને ત્યારે જ મને તમે વિલન જેવા લાગો છો એટલે.

બધા ખડખડાટ હસી પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy