દીકરીનું ભાગ્ય
દીકરીનું ભાગ્ય


એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને એક દીકરી હતી. તેની નામ લક્ષ્મી.તેની માનું મૃત્યુ થયું હોવાથી ઘરનું કામ તેને કરવું પડતું હતું. તેણે એક વાર તેના પિતાને કહ્યું બાપુ તમે મારાં માટે મારી માને લાવો ને. તો મારે થોડું ઓછું કામ કરવું પડે.
દીકરી માટે બ્રાહ્મણ એ બીજી વાર લગ્ન કર્યા. પરંતુ નવી મા લક્ષ્મીને ખુબ દુઃખ આપે. અખો દિવસ ગાય ચરાવવા મોકલે. સાથ એ જમવાનું પણ ન આપે. ત્યાં એક મદારી સાપને પકડવા આવ્યાં. લક્ષ્મીએ સાપને બચાવ્યો. સાપ તેને વરદાન આપી ચાલ્યાં જાય છે.
લક્ષ્મી જ્યાં જાય ત્યાં એની પર છાયો રહે .અને સાપ ને યાદ કરે એટલે જમવાનું આવી જાય. એક દિવસ રાજાના કુંવરની વાજતે ગાજતે જાન જતી હતી. કુંવર ઘોડી પર હતો તેથી તેને લક્ષ્મી ઉપર રહેલી છાયા હતી તે દેખાઈ. કુંવર બોલ્યો લગ્ન કરું તો આની જોડે જ. એટલે રાજા બ્રાહ્મણને ત્યાં માંગુ લઇને જાય છે. અને તેઓના લગ્ન થયા.
થોડા સમય પછી લક્ષ્મીને બાળક અવતરે છે. બ્રાહ્મણની પત્નીને પણ દીકરી થયેલી. બ્રાહ્મણની પત્ની રાજાને ઘરે લક્ષ્મીના બાળક માટે કપડા લઈને આવી તેને થયું કે લક્ષ્મીને મારીને અહી મારી પુત્રીને પરણાવું.
બીજે દીવસે ઝેર વાળા લડવા લક્ષ્મી માટે મોકલે છે. રસ્તામાં બ્રાહ્મણ ઝાડ નીચે આરામ કરવાં બેઠો ત્યાં લાડવામાંથી સાપ એ ઝેર ચૂસી લીધું.
થોડા દિવસ પછી બ્રાહ્મણી અને તેની નાની દીકરી રાજાને ત્યાં આવ્યાં. અને લક્ષ્મીને પાણી મા ફેંકી દીધી. અને તેની જગ્યા એ તેની નાની દીકરીને ત્યાં મૂકી પાછી આવી ગઈ. પાણી માંથી સાપે લક્ષ્મીને બચાવી લીધી. એક વાર કુંવરે તેની પત્નીને પૂછ્યું તારી ઉપર પેલી છાયા રેહતી હતી એ હવે કેમ થતી નથી ? ત્યારે કઈ જવાબ મળ્યો ન હતો.
રાતના બાર વાગ્યે લક્ષ્મી તેના બાળકને દૂધ પીવડાવવા મહેલમાં આવે છે. જયારે લક્ષ્મી બાળકને દૂધ પિવડાવી ને પછી જતી હતી ત્યારે કુંવરે પૂછ્યું તું ક્યાં જાય છે ? અને લક્ષ્મી એ આપવીતી કીધી.
ત્યારબાદ લક્ષ્મીના પિતા મહેલમાં આવ્યાં હતાં. તેમને બાળકનું નામ વિજય પાડ્યું. અને દરેક કામમા વિજય થાય તેવા આશિર્વાદ આપ્યાં.