બાળકથી વિરહ
બાળકથી વિરહ


જન્માષ્ટમીની રાતે ૧૨ વાગે એક ગામમા એક બાળકનો જન્મ થયો. પરિવારના લોકો ખુશ હતાં. ત્યાં વહેલી સવારે બેત્રણ માણસો આ બાળકનો જીવ લેવા માટે તેના ઘરે આવ્યાં. તે માણસોથી છુપાઈને માતાપિતા બાળક લઈને ગામ બહાર દોડી ગયા.
ગામ બહાર એક ગુફા હતી. તેમાં એક નાનકડું મંદિર હતું. માતાપિતાએ બાળકને મંદિર મા મૂકી બીજી દિશામાં ચાલ્યા ગયા. મંદિરમાં એક બહેન દર્શન કર આવ્યાં. તેમણે બાળક જોયું. શાંત હતું તેથી આજુબાજુ જોયું પણ કઈ દેખાયું નહી. તેથી પાછા વળતા બાળક સામે જોયું તો એ રડવા લાગ્યું. તેમને દયા આવતા પોતાને ઘરે લઇ ગયા. આ બાજુ પેલા માણસોને પકડવા પોલીસ આવી. માતાપિતા પોલીસનાં ગયા પછી બાળકને લેવા મંદિર આવ્યાં પણ ત્યાં કઈ હતું નહી તેથી દુખી થઈને ઘરે ગયા.
બીજી તરફ એ બહેન ઘરે જઈને વાત કરે છે. અને બાળકનો ઉછેર કરવાનો વિચાર કરે છે. મનીષાભેન એ બાળકનું નામ ફોરમ પડ્યું. જયારે ફોર્મ મોટી થઇ ત્યારે સ્કુલમાં બેસાડી. તેને ભણવામાં ખુબ જ રસ હતો. તેને ગાવાનો પણ શોખ. તેમાં તે પ્રથમ નંબરે આવતી. તે પંદર વર્ષની થઇ ગઈ. ત્યારે ખબર પડી કે મારા માબાપ બીજ છે. આ તો ખાલી પાલક મા છે. ત્યારે તેને ખુબ જ આઘાત લાગ્યો. તેને જન્મ દેનારા માતાપિતાને જોવાની ખુબ જ ઈચ્છા હતી.
એકવાર તે શાળામાંથી પ્રવાસે ગઈ હતી. ત્યાં ખુબ જ સુંદર નદી વહેતી હતી. ઉપરથી ધોધનું પાણી વહેતું હતું. ત્યાં એક બાળકની ચીસ સંભળાઈ. તે નદી મા પડી ગયું હતું. તેને બચાવવા ફોરમ તરત જ પાણીમાં કુદી પડી અને એ બાળકને નદીમાંથી બહાર કાઢ્યું. અને પછી તેઓ ઘરે ગયા.
થોડા દિવસો થયા ત્યાં ફોરમનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી આવી. બધાયે ખુબ સારી રીતે ઉજવવાનો વિચાર કર્યો. તે દિવસે આજબાજુના ગામના લોકો પણ તહેવાર ઉજવવા આ ગામમા આવ્યા. રાત્રે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો. ફોરમ તે બધાં માણસો સામે એક ગીત ગાવા તૈયાર થઇ. ફોર્મના માતાપિતા પણ આ ગામમાં આવેલા હતાં. તેમને પણ પોતાની દીકરી યાદ આવી ગઈ.
એટલામાં કોઈ વાત કરતુ હતું. કે આ ફોરમ મનીષા બહેનની દીકરી નથી. તેમને તો એ મંદિરમાંથી મળી હતી. તેમણે તો ઉછેર જ કર્યો છે. અને તેઓ મનીષાબહેન પસે ગઈ. અને બધી વાત કરી. આ વાત ફોરમને ખબર પડી. ફોરમ તેને જન્મ દેનારા માબાપને મળી ને ખુબ જ ખુશ થઇ ગઈ.