કુલદિપ ગઢાદરા

Drama Inspirational

2  

કુલદિપ ગઢાદરા

Drama Inspirational

દીકરીનો બાપ

દીકરીનો બાપ

3 mins
2.2K


સવારે ૭:૩૫ અમેરિકાથી ભુજનાં એરપોર્ટ પર પ્લેન ઉતર્યું. એમાંથી એક શેઠ અને તેમનાં પત્ની આવ્યાં હતાં. એરપોર્ટની બારે ગાડી બોલાવી ડ્રાઈવર સાથે ગાડી આવી સામાન ગાડીમાં રાખી કચ્છ તરફ ચાલવાનું કીધું.

ગાડી ચાલતી હતી ત્યાં શેઠનાં પત્ની બોલ્યા, “આપડે ક્યાં ગામ જઈ રહ્યાં છીએ?”

શેઠે કીધું, “અંજાર.....

શેઠની પત્નીને વિચાર આવયો કે એ ગામની અડીને મારા બાપનું ગામ એ મારુ પિયર છે તરત જ તેમણે શેઠને કીધું, “સાંભળો છો. એ ગામની બાજુમાં મારું પિયર છે મારા બાપનું ગામ છે હાલોને થોડી વાર જતા આવી હાલોને તમને કહું છું.

શેઠે તરતજ ના પાડી દીધી અને એમ કીધું કે કામ પતાવીને સાંજે નીકળવું છે પાછું. એમનાં પત્ની ખૂબજ કરગર્યાં. પણ શેઠ એકના બે ન થયાં પણ ડ્રાઈવર ને રેહવાણુંહિ અને બોલ્યો, "શેઠ શેઠાણી કે છે તો ચાલો ને થોડી વાર તમે નીચે ન આવતાં બસ હું ગાડી થોડી વધારે ચલાવી લઈશ બસ."
શેઠાણી ખૂબજ રગ્યાં પછી શેઠ માન્યા ડ્રાઈવરે ગામ તરફ ગાડી લીધી વાત હવે ચાલુ થાય છે.

સાહેબ, કેહવાય ને કે દીકરી એ દીકરી ગમે તેવી શેઠાણી થઈ ગઈ હોઈ પણ પિયર આવે એટલે એજ ગાંડી, ઘેલી, નટખટ ઢીંગલી જ.

પેલા શેઠાણી એ જેવો આમ કચ્છની ધરતી ઉપર પગ મૂક્યો કચ્છની ધૂળ પગ ને અડી ત્યાં તો શેઠાણીને પોતાનું બાળપણ યાદ આવ્યુ બધુ યાદ કર્તા કર્તા સીધા એમનાં ઘર તરફ દોડ મુકી દોડી ને પોહૉચી અને જોયું ત્યાં ડેલી એ તાળું હતુ હતાશ થયેલી દીકરી એ આજુ બાજુ માં પુછપરછ કરી પુછ્યું કે મારા બાપુજી ક્યાં? ઘરે તાળું કેમ છે?

આજુબાજુવાળાએ કીધું, “તું અમેરિકા ગઈ એ પછી ગામમાં ખૂબજ દુકાળ આવ્યો એટલે તારા બાપુ તાળવે ચોકડી ખોદવા ગયા છે. એટલું સાંભળી દોડ મૂકી. બાપે જોયું કે દીકરી આવે છે. બાપા લિરાવાળી પાઘડી સરખી કરવા લાગ્યા અને મન મા થવા લાગ્યું કે મારો બાપલિ આવયો, મારી દીકરી આવી. સીધી દીકરીને ભેટી પડ્યા. દીકરી બોલી; "બાપુજી આ સાઈડ નીકળ્યાં હતાં તો થયું કે તમને મળતી જાવ સાંજે પાછું નીકળવાનું છે એટ્લે…” બસ દીકરી એટલુંજ બોલી શકી.
બાપે કીધું, “સારું મારી ચિંતા ન કરતી સંભાળીને જજે હો.” રાજી થઈ પીતાએ દીકરીને વિદાય આપી લગભગ દસથી બાર ડગલાં આગળ વધી હશે ત્યાં પાછળથી અવાજ આવયો.
"બેટા... દીકરી..” તે પાછું વળી. મજૂર બાપ પોતાની મજૂરીમાંથી વધેલા પાંચ રૂપિયા દીકરીનાં હાથમાં મૂક્યા ને કીધું, “ખાલી હાથે પાછું ન જવાય.”

સાહેબ આને કેહવાય બાપ! દીકરી બોલી, “બાપુજી મારી પાસે તો ઘણાં પૈસા છે મારે પાંચ રૂપિયાની જરૂર નથી.” બાપે ખૂબજ સારો જવાબ આપયો, “બેટા ઈ લાખ તારા ને આ લાડ મારા..”

શેઠાણી મુઠી વાળીને ચાલવા લાગ્યાં. બાપને થયું કે એક વાર દીકરી પાછું વળીને જુએ તો એનો ચેહરો જોઈ લઉં અને દીકરી વિચારે છે જો હું પાછું વળીને જોઈશ તો મારા બાપને છાનો કોણ રાખશે?

બાપ, બસ આટલું કે છે મારી સામે ન જોતો કાઈ નહીં પણ આમલી ને પીપળીની ડાળીને જોતી જા જયાં તું રમેલી છો; જોતો એ પણ તને આવી જોઈને ઝુકી ગઈ છે.

શેઠાણી પાછા ફરે છે.

સાહેબ દુનિયામાં ગમે એટલું મોટા માણસ બનવું સહેલું છે પણ દીકરીનાં બાપ બનવું એ ખૂબજ અઘરું છે.


Rate this content
Log in

More gujarati story from કુલદિપ ગઢાદરા

Similar gujarati story from Drama