ડોશી અને ચોર
ડોશી અને ચોર
સુંદરનગર નામનું એક નાનકડું ગામ હતું. એ ગામમાં એક જુનું પરાનું પણ મોટું એક મકાન હતું. એ મકાનમાં એક ડોશીમા રહેતા હતાં તેમનું નામ હતું. જીવીમા. તેમની આગળ પાછળ કોઈ વંશ કે વારસદાર હતું નહિ. અને આજીવિકાના પણ કોઈ સાધન હતાં નહિ. એટલે આ જીવીમાં ગરીબીમાં જીવન જીવતા હતાં.
એક વખતની વાત છે. રાતનો સમય હતો. ડોશીમા પોતના જુના પુરાના ઘરમાં એકલા જ સુતા હતાં. અને એક ચોર એમના ઘરમાં આવ્યો. આ જુનું અને વિશાળ મકાન છે એટલે નક્કી આ મકાનમાં કોઈ સંપતિ હશે જ. પણ જયારે ચોર ઘરમાં આવ્યો ત્યારે તેને ખબર પડી કે ઘર મોટું હતું પણ અંદર તો સાવ ખાલી જ હતું. તેણે એ ઘરમાં ચોરી કરવા જેવું કૈક લાગ્યું નહિ. પણ ચોર થઈને કોઈ ઘરમાંથી ખાલી હાથે પાછો જાય તો અપશુકન થાય એટલે તેણે ઘરમાં એક જુનું પુરાણું ફાનસ પડ્યું હતું તે ચોરી લીધું.
સવાર પડી. જીવીમાં ઉઠ્યા જોયું તો ઘરમાં બધી ચીજ વસ્તુ ફેદયેલી હતી પણ કંઈ ચોરાયું નહતું. થોડીવાર પછી ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે ઘરમાં ફાનસ ન હતું. ડોશીમાએ કહ્યું, લાગે છે ચોર ખુબ જ ગરીબ હશે. તેને ફાનસની જરૂર હશે. ભલે લઈ ગયો. કંઈ નહિ. બિચારાને ફાનસ કામ લાગશે.
બીજા દિવસે સમાચાર આવ્યા કે જીવીમાં ના એક દૂરના કાકા ગુજરી ગયા છે. તેમને પણ
કોઈ વારસદાર હતું નહિ એટલે તેમની બધી જ સંપતિ આ ડોશી માને નામે કરી ગયા હતાં. આમ જીવીમાં પાસે અચાનક જ ખુબ સંપતિ આવી ગયા. ડોશીમા વિચાર કરવા લાગ્યા. કે ચોર મારું ફાનસ લઈ ગયા અને મારી ગરીબી દૂર થઈ. એ ફાનસ જ અપશુકનીયાળ હશે. આમ કરતાં કરતાં બધું જ ભગવાન લીલા છે એમ માની જીવીના પોતાનું જીવન શાંતિથી જીવવા લાગ્યા.
હવે એક દિવસની વાત છે. ડોશી જીવીમાં પોતાના ઘરના ઓટલે બેઠા હતાં. ત્યાં એક વેપારી જેવો દેખાતો સજજન માણસ તેમની પાસે આવ્યો. તે આવીને જીવીમાને પગે લાગ્યો.જીવીમાને તો ખુબ જ નવાઈ લાગી. તેમણે એ ભાઈને પૂછ્યું, ‘બેટા તું કોણ છે. મે તને ઓળખ્યો નહિ.’ ત્યારે તે સજ્જન બોલ્યો. ‘મા હું તમારો આભાર માનવા આવ્યો છું. હું એક ધનવાન માણસ બન્યો તે પહેલા એક ચોર હતો. મે પહેલાં તમારા ઘરમાં ચોરી કરી હતી. પણ કશું મળ્યું નહિ એટલે હું એક ફાનસ ચોરી ગયો હતો. એ ફાનસ મે દૂર મોટા શહેરમાં જઈને વેચ્યું તો મને તેના ખુબ જ રૂપિયા મળ્યા. બસ એ પછીથી મે ચોરી કરવાની છોડીને શાંતિની જિંદગી જીવું છું.
આ બાજુ ડોશીમાએ એ ભાઈને માફી આપતાં કહ્યું ‘કોઈ વાંધો નહિ ભાઈ. તમે જે દિવસે મારા ઘરેથી ફાનસ ચોરી ગયા. એ પછીથી મારા ઘરમાં પણ સુખનો દિવસ આવ્યો. મારા ઘરમાં પણ લક્ષ્મીનો વાસ થયો છે.