દારૂડિયો અને હનુમાનજી
દારૂડિયો અને હનુમાનજી
શનિવારનો દિવસ હતો. એક દારૂડિયો ફૂલ દારુ પી ગયો હતો. તે રસ્તા પરથી ડોલતો ડોલતો જતો હતો. ત્યાં રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું. વળી આજે શનિવાર હોવાથી બધા ભક્ત લોકો હનુમાનજીની મૂર્તિ પર તેલ અને સિંદુર ચઢાવતા હતા. દારૂડિયો દારૂ પીધા પછી ભાન ગુમાવી બેઠો હતો. જેવી હનુમાનજીની મૂર્તિ જોઈ, ગુસ્સે ભરાઈ ગયો. તે દોડતો ઘરે ગયો અને એક તૂટેલી બુઠ્ઠી તલવાર લઈને પાછો આવ્યો. અને હનુમાનજીની મૂર્તિના ગળા પર તલવાર કરી બેસી ગયો. અને બકવાટ કરવા લાગ્યો.
‘ઓળખાણ પડી ? રામના કામ કરતા હતા, તો પેલા રાવને બિચારાએ તમારું શું બગાડ્યું હતું. તમને વધારાનું દોઢ ડહાપણ કરવાનું કોને કહ્યું હતું. તમને મા જાનકીને શોધવા મોકલ્યા હતા. તમને લંકા સળગાવવાનું કોને કહ્યું હતું ? તોય વાંધો નહિ. લંકા બાલી તો હાલે બાલી પણ એકાદ ધેફલું લેતા ના .. બિચારા અમારા જેવા ગરીબનું જીવન સુખી થાતને ! જે થઇ ગયું એ થઇ ગયું. પણ હવે ભૂલ નાં કરતાં. જો આજે છેલી તક આપું છું. મને કાલે સવારે રૂપિયા અગિયાર હજાર રોકડા જોઈએ. નહીતર આ જોઈ છે ! માંથી ક
ાપી નાખીશ.
આમ કહી પેલો દારૂડિયો તો ઘરે જતો રહ્યો. પણ જે ભક્તો હનુમાનજીના દર્શન માટે આવ્યા હતા. તે લોકોને ચિંતા થવા લાગી. આ દારૂડિયાનો કોઈ ભરોસો નહિ. કાલ ઉઠીને આવે અને રૂપિયા નાં હોય તો આતો ગાંડો છે. ક્યાંક હનુમાનજીની મૂર્તિનું ગળું કાપી નાખે તો ! એટલે બધા મળીને નક્કી કર્યું, ‘કે જે મોટી મૂર્તિ છે તેની આગળ એક દીવાલ ચણી નાખવી જેથી મૂર્તિને નુકસાન નાં પહોચાડે. અને એક નાની મૂર્તિ આગળ મૂકી દેવી. વળી રૂપિયા અગિયાર હજાર પણ મૂકી દેવા એટલે તે મૂર્તિને નુકસાન ન પહોંચાડે. આમ ગોઠવણી કરી ભક્તો બધી વ્યવસ્થા કરી ઘરે ચાલ્યા ગયા.
બીજા દિવસે દારૂડિયો પાછો હનુમાનજીને મંદિર આવ્યો. જોયું તો મંદિરમાંથી મૂર્તિ ગાયબ હતી. અને મંદિરે જ રૂપિયા પડ્યા હતા. તે અગિયાર હજાર લઈને ચાલ્યો ગયો. અને બોલવા લાગ્યો. જોયું હનુમાન જેવો હનુમાન મારી બીકથી નાસી ગયો. આમ દારૂ પીધા પછી માણસને કોઈ ભાન રહેતું નથી. નશો નાશ નોતરે છે, નશો સારા ખોટાનો વિવેક ભુલાવી દે છે. માટે આપને હમેશા દારૂ અને બીજા વ્યસનથી દૂર રહેવું જોઈએ.