દાદી ને પત્ર
દાદી ને પત્ર
પ્રિય,
મારી વ્હાલી દાદી,
વ્હાલી દાદીમાં, તમારા ગયાને વર્ષો વીતી ગયા છે. છતાં પણ નિખાલસ વ્યક્તિત્વની છબી મારાં માનસપટ પર હંમેશા છવાયેલી રહે છે. તમારી વાણી અને ઉદાર સ્વભાવ મારો પ્રેરણા સ્ત્રોત છે. ઉઘડતી સવારથી લઈને ઢળતી સાંજ સુધી તમામ જીવનશૈલીની એક એક ક્ષણ મને જીવનના અઘરા કોયડા ઉકેલવામાં દ્રષ્ટાંત પુરા પાડે છે.
બાળકને રીઝવવાના હોય કે મોટાને મનાવવાના હોય, ઉચ્ચારણ આજે પણ શેરી મહોલ્લામાં ગુંજે છે. આધ્યાત્મિકતાના રથ પર બેસીને તમે તમારા જીવનના પથને એટલો પ્રજ્વલિત કર્યો હતો કે જેની રોશની આજે પણ દેદીપ્યમાન છે.
તમારા પૌત્ર બનવાની ઝંખના અને ઉતાવળ મને માં ના ગર્ભમાં જ રહી હશે. પ્રચંડ અને જાજરમાન વ્યકતિત્વ ધરાવતી વાત્સલ્યમૂર્તિ મારી 'દાદી' તારા ચરણોમાં નમન કરું છું.
પ્રભુ પાસે તમે કુશળમંગળ જ હશો અને અમે પણ અહીં કુશળમંગળ જ છીએ. ચિંતા ના કરશો...!
પ્રણામ.
લી
તમારો પૌત્ર વિશાલ