Sujal Patel

Inspirational Children

4  

Sujal Patel

Inspirational Children

ચતુરાઈ

ચતુરાઈ

5 mins
34


અકબર રાજા તેનો દરબાર ભરીને બેઠાં હતાં. ચતુર બિરબલ તેમની પાસે ઊભો હતો. એ સમયે જ પાડોશી રાજ્યનાં સેનાપતિ ભેટ લઈને આવ્યાં.

"શું મોકલાવે છે, અમારાં પાડોશી રાજ્યનાં રાજા ભાનુસિંહ ? જરાં અમને પણ બતાવો." અકબર રાજાએ સેનાપતિને કહ્યું.

સેનાપતિએ અકબર રાજાનાં આદેશથી ભાનુસિંહે જે ભેટના થાળ મોકલ્યાં હતાં. એનાં પરથી લાલ વસ્ત્રો હટાવ્યા. થાળમાં હીરા, મોતી ને ઝવેરાત હતાં. અકબર રાજા એ જોઈને ખુશ થયાં.

"અમારાં રાજા ભાનુસિંહ તમારી સામે મૈત્રી પ્રસ્તાવ મૂકી રહ્યાં છે. તમે તેનો સ્વીકાર કરો. એવી એમની ઈચ્છા છે." સેનાપતિએ મુદ્દાની વાત કરી.

ભાનુસિંહ તેનો ફાયદો જોયાં વગર કોઈ પણ રાજ્ય સાથે મિત્રતા ના કરતો. એવામાં આજે રાજા અકબર માટે તેમણે મૈત્રી પ્રસ્તાવ મોકલ્યો હતો. એ વાત જાણીને બિરબલને થોડું અજીબ લાગ્યું.

અકબર રાજા સેનાપતિની વાત સાંભળીને બિરબલ સામે જોવાં લાગ્યાં. બિરબલ ઈશારામાં રાજાને પ્રસ્તાવ સ્વીકારવાની ના પાડી રહ્યો હતો. એ વાત પાડોશી રાજ્યનો સેનાપતિ જાણી ગયો.

"તમે મૈત્રી પ્રસ્તાવ સ્વીકાર કરવા ન માંગતા હોય. તો તમારે અમારાં રાજાની એક શરત સ્વીકારવી પડશે." સેનાપતિએ પોતાનાં કાવતરાનું તીર છોડ્યું.

બિરબલ જેવું વિચારતો હતો. એવું જ થઈ રહ્યું હતું. પાડોશી રાજ્યનાં રાજા કોઈ ચાલાકી કરવાની ફિરાકમાં હતાં. બિરબલે અકબર રાજાને શરત સાંભળવાં માટે હા પાડી.

"બોલો... શું શરત છે ?" અકબરે સેનાપતિને શરત જણાવવા કહ્યું.

"અમારાં રાજાને તમારાં રાજ્યમાંથી એક ચાલાક અને ચતુર વ્યક્તિ જોઈએ છે. જો તમે એવો કોઈ વ્યક્તિ અમને આપવા તૈયાર હોય. તો અમારાં રાજા તમારાં રાજ્યને કોઈ નુકશાન નહીં પહોંચાડે. નહીંતર આવનારાં સમયમાં યુદ્ધ માટે તૈયાર રહેજો." સેનાપતિએ રાજા ભાનુસિંહની શરત અકબર રાજાને જણાવી.

સેનાપતિ જ્યારે શરત જણાવતો હતો. ત્યારે તેની નજર બિરબલ ઉપર જ મંડાયેલી હતી. આખાં રાજદરબારમાં બિરબલ જેવો ચતુર અને ચાલાક વ્યક્તિ એક પણ‌ ન હતો. એ વાત બધાં જાણતાં હતાં.

બિરબલે આ મુસીબતમાંથી બહાર નીકળવા પોતાની ચતુરાઈથી કામ લેવાનું શરૂ કર્યું.

"અમે તમારાં રાજાની શરત જરૂર પૂરી કરીશું. પણ એ માટે તમે ખુદ જ થોડાં દિવસ અમારાં મહેલમાં રહો. પછી તમને જે વ્યક્તિ ચતુર જણાય. એ વ્યક્તિને તમે તમારી સાથે લઈ જાજો." બિરબલે સેનાપતિ સાથે વાત કરતી વખતે અકબર રાજાને એક ઈશારો કરી દીધો. અકબર રાજા પણ બિરબલ સેનાપતિને ફસાવવા માંગે છે. એ વાત સમજી ગયાં.

પાડોશી રાજ્યનાં સેનાપતિને રહેવા માટે એક અલાયદો ઓરડો આપી દેવામાં આવ્યો. સેનાપતિ મહેલનાં બધાં વ્યક્તિઓ ઉપર નજર રાખવા લાગ્યો. પણ સેનાપતિ એવું કરીને બધાં લોકોને ગુમરાહ કરતો હતો. એ વાત બધાં જાણતાં હતાં. સેનાપતિ તો બિરબલને જ પોતાની સાથે લઈ જવાં માંગતો હતો. પણ તેને અકબર રાજાનાં મહેલમાં રહીને બિરબલની થોડી ચતુરાઈઓ જોવી હતી. એટલે તેણે મહેલમાં રહેવાની હા પાડી દીધી.

બીજાં દિવસે જ્યારે દરબાર ભરાયો. ત્યારે પાડોશી રાજ્યનાં સેનાપતિ પણ દરબારમાં ઉપસ્થિત થયાં. એ સમયે બિરબલનાં ઈશારાથી મહેલનાં રસોઈઘરમાં કામ કરતાં એક રસોઈયાને બોલાવવામાં આવ્યો. એ રસોઈયાનો હાથ લોટામાં નાંખી દેવામાં આવ્યો હતો. એ બધું બિરબલે જાણી જોઈને કર્યું હતું.

"મહારાજ, આનો હાથ લોટામાં ફસાઈ ગયો છે. હવે શું કરશું ?" અકબર રાજાનાં મહેલનાં સેનાપતિએ કહ્યું.

"તો એમાં શું !? તેનો હાથ કાપી નાંખો. એટલે લોટો છૂટ્ટો થાય‌." બિરબલે કહ્યું.

બિરબલની વાત સાંભળી રસોઈયો ડરી ગયો. એ લોટાવાળો હાથ બીજાં હાથે પકડીને દરબારમાંથી ભાગ્યો. પણ દરબારનાં એક વ્યક્તિએ તેને રોકી લીધો. એ કેશવ હતો. બાજુનાં ગામમાંથી આવ્યો હતો.

"હાથ કાપવાની જરૂર નથી. લોટો તેલથી ભરી દો. હાથ આપોઆપ જ નીકળી જાશે." કેશવે કહ્યું. કેશવની વાત બધાં લોકોને સાચી લાગી. કેશવે લોટાને તેલથી ભરી દીધો. તેલ ચીકણું હોવાથી હાથ પણ ચીકણો થઈ ગયો, ને હાથ લોટાની બહાર નીકળી ગયો.

બિરબલે તો રસોઈયાનો હાથ કાપવાની વાત કરી હતી. સાવ નાની એવી મુસીબતમાં પણ તેનો દિમાગ કામ કરતો ન હતો. એ જોઈને પાડોશી રાજ્યનાં સેનાપતિને અજીબ લાગ્યું. તેણે તો રાજા ભાનુસિંહના મોંઢે બિરબલનાં બહું વખાણ સાંભળ્યાં હતાં. પણ આજે બિરબલે જે રીતે વર્તન કર્યું. એ જોઈને સેનાપતિને બિલકુલ એવું નામ લાગ્યું, કે બિરબલ ચતુર છે.

બીજાં દિવસે ફરી રાજદરબાર ભરાયો. પાડોશી રાજ્યનાં સેનાપતિ ફરી રાજદરબારમાં ઉપસ્થિત થયાં. આજે ગામનો એક વ્યક્તિ પોતાની સમસ્યા લઈને આવ્યો.

"મહારાજ, મારાં ખેતરનો પાક ઢોર ખાઈ જાય છે. હું પરેશાન થઈ ગયો છું. એક પાક ઢોર સારો થવા નથી દેતાં. આખું ખેતર ખૂંદી નાંખે છે." ગામનાં વ્યક્તિએ કહ્યું.

"તો એમાં શું!? તમે જાતે તમારો પાક કાપીને ઢોરને ખવડાવી દો. એટલે એ ખેતર ખૂંદશે નહીં." બિરબલે સુઝાવ આપ્યો.

આજે પણ બિરબલનો સુઝાવ સાંભળી રાજદરબાર ચિંતામાં મૂકાઈ ગયો. બધાં બિરબલ સામે અચરજભરી નજરે જોતાં હતાં.

"ઢોર પાક નાં ખાઈ જાય. એ માટે ખેતર ફરતે કાંટાળા વૃક્ષો વાવી દો. એટલે ઢોર ખેતરમાં નહીં આવે. જેનાં લીધે તમારું ખેતર પણ નહીં ખૂંદાય, ને પાક પણ બચી જાશે." આજે ફરી બાજુનાં ગામનાં કેશવે સાચો સુઝાવ આપ્યો.

આ બાબત રોજની થઈ ગઈ. રોજ રાજદરબારમાં કોઈને કોઈ પોતાની સમસ્યા લઈને આવતું, ને બિરબલ રોજ બધાંને મુસીબતમાંથી કાઢવાને બદલે બધાં વધું મુસીબતમાં મૂકાય એવાં સુઝાવ આપતો.

પાડોશી રાજ્યનો સેનાપતિ એ બાબતે વિચારી વિચારીને કંટાળી ગયો હતો. તેને અકબર રાજાનાં મહેલમાં આવ્યાને પાંચ દિવસ થઈ ગયાં હતાં. પણ તેને બિરબલમા એક પણ ચતુરાઈ નજર આવી ન હતી. સેનાપતિએ નક્કી કરી લીધું, કે આગલાં દિવસે પોતે મહેલમાંથી જતો રહેશે.

સવારે રાજદરબાર ભરાયો. ત્યારે સેનાપતિ ઉપસ્થિત થયાં. તેમણે રાજા પાસેથી વિદાય લેવા મન બનાવી લીધું.

"મારે આજે અહીંથી પ્રસ્થાન કરવું છે." સેનાપતિએ પોતાનો નિર્ણય મહારાજ સમક્ષ રજૂ કર્યો.

"તમને કોઈ ચતુર વ્યક્તિ મળ્યું ?" મહારાજે સેનાપતિને પૂછ્યું.

સેનાપતિએ તરત જ બિરબલ સામે જોયું. પછી નજર ફેરવતાં ફેરવતાં સેનાપતિએ કેશવ પર પોતાની નજર સ્થિર કરી. સેનાપતિની નજર રોકાતા જ બિરબલ અને મહારાજ હરખાયા.

"મેં આ કેશવને મારી સાથે લઈ જવાનો નિર્ણય કર્યો છે." સેનાપતિએ કહ્યું.

સેનાપતિની વાત સાંભળીને મહારાજે કેશવને સેનાપતિ સાથે મોકલવાનો નિર્ણય કર્યો. સેનાપતિ કેશવને લઈને જતાં રહ્યાં. તેનાં ગયાં પછી બિરબલ મહારાજનાં ઓરડામાં ગયો.

"બિરબલ, તે તો કમાલ કરી દીધી. જેવું તે વિચાર્યું હતું. એવું જ થયું." મહારાજ ખુશ થઈને બોલ્યાં.

"એ તો થવાનું જ હતું. કેશવને હંમેશાથી મારાં પ્રત્યે ઈર્ષા થતી. એટલે જ મેં તેને મોહરો બનાવ્યો. મેં એવી મુસીબતોને જન્મ આપ્યો, કે જેનો સુઝાવ કોઈ પણ મામુલી વ્યક્તિ આપી શકે.

મને ખબર હતી, કે કેશવ આ તકનો લાભ જરૂર ઉઠાવશે. તેણે એવું જ કર્યું. પરિણામે સેનાપતિ કેશવને લઈને જતાં રહ્યાં." બિરબલ મહારાજ સાથે મળીને નાટક કરતો હતો. એ વાતનો બિરબલે જાતે જ ખુલાસો કર્યો.

"કેશવ ત્યાં સુરક્ષિત તો રહેશે ને ?" મહારાજને કેશવની ચિંતા થતી હતી.

"હાં, તે હકીકતમાં ચાલાક વ્યક્તિ નથી. તેને તો રાજા ભાનુસિંહ બે દિવસમાં જ ફરી અહીં મોકલી દેશે." બિરબલે રાજાની ચિંતા હળવી કરતાં કહ્યું.

ભાનુસિંહ પણ કેશવને સેનાપતિ સાથે જોઈને ગુસ્સે થયાં હતાં. પણ સેનાપતિએ પાંચ દિવસ દરબારમાં જે બન્યું, એ જણાવ્યાં પછી રાજાનો ગુસ્સો થોડો શાંત થયો. 

ભાનુસિંહ કેશવને મેળવીને ખુશ થયાં. પણ થોડાં જ દિવસોમાં કેશવે દરબારમાં જે કાંડ કર્યા. એ જોઈને રાજાને વિશ્વાસ આવી ગયો, કે બિરબલે સેનાપતિને ઉલ્લુ બનાવી દીધો. સેનાપતિ પણ બિરબલની ચતુરાઈનો શિકાર બની ગયાં હતાં.

ભાનુસિંહે કેશવને ફરી અકબર રાજાનાં મહેલમાં મોકલી દીધો. અકબર કેશવને જોઈને બિરબલ સામે હસવા લાગ્યાં. બંનેનાં ચહેરાની હંસી જોઈને, કેશવ પણ સમજી ગયો, કે આ બધી ચતુરાઈ બિરબલની હતી.

બિરબલે પોતાની ચતુરાઈથી ફરી એકવાર અકબર રાજાનું દિલ જીતી લીધું હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational