STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

ચતુરાઈ

ચતુરાઈ

4 mins
1

ચતુરાઈ

देशाटनं पण्डितमैत्री वाराङ्गना राजसभा प्रवेशः । 

अनेकशास्त्रार्थ विलोकनं च चातुर्य मूलानि भवन्ति पञ्च ॥

દેશાટન (વિદેશ યાત્રા), પંડિતો સાથે મિત્રતા, બુદ્ધિશાળી સ્ત્રીઓ (અનુભવી લોકો) સાથે સંવાદ, રાજસભામાં પ્રવેશ (ઉચ્ચ સ્તરની ચર્ચાઓમાં ભાગ લેવું) — આ પાંચ વસ્તુઓ માણસને ચતુર (બુદ્ધિશાળી) બનાવે છે.


રાજમહેલના સુવર્ણ-ઝગમગતા  દરબારમાં તે દિવસે વાતાવરણ ગરમાઈ ગયું હતું. મહારાજ વિક્રમદેવના મુખ પર રમુજ  અને મસ્તી નું મિશ્રણ હતું. તેમણે જોરથી કહ્યું, “મંત્રીવર, મૌલવીઓ અને પંડિતો જ સૌથી વધુ ચતુર અને આદિમ હોય છે. તેમની વાણીમાં જાદુ છે, તેમની દલીલોમાં તર્ક છે.”


પરંતુ મંત્રી ચંદ્રબલે શાંત સ્મિત સાથે જવાબ આપ્યો, “પરંતુ મહારાજ, મારવાડી ભાઈઓની ચતુરાઈની સામે કોઈ ન માત કરી શકે. તેમનું મન જાણે અંકગણિતનું યંત્ર છે – દરેક વસ્તુની કિંમત તેમને તરત જ સમજાઈ જાય છે.”


મહારાજે સાબિતી માગી. ચંદ્રબલે તરત જ મૌલવી કરીમુદ્દીનને બોલાવ્યા. દરબારમાં પ્રવેશતાં જ મૌલવીની લાંબી સફેદ દાઢી-મૂછ તેમના ધાર્મિક વ્યક્તિત્વનું પ્રતીક બનીને ચમકતી હતી. મંત્રીએ ગંભીર અવાજે કહ્યું, “મહારાજને તમારી આ દાઢી-મૂછ જોઈએ છે. જે કિંમત માગો તે આપવામાં આવશે. પરંતુ જો ઇન્કાર કરશો તો...” અને તેમણે હાથના ઇશારે ગરદન કાપવાની ક્રિયા દર્શાવી.


મૌલવી કરીમુદ્દીન પહેલાં તો ગભરાઈ ગયા. તેમના હાથ ધ્રૂજવા લાગ્યા. “હુજૂર, હું મૌલવી છું! ધર્મગુરુ છું! આ દાઢી-મૂછ પર જ મારું સમગ્ર વ્યવસાય ટકેલું છે. લોકો મને આના પરથી ઓળખે છે. જો આ કપાઈ જાય તો મારી ઇજ્જત, મારું ધર્મકાર્ય – બધું જ નષ્ટ થઈ જશે!” તેમણે ગિરગિટાવા માંડ્યું, આંસુઓ વહેવા લાગ્યા. પરંતુ મંત્રીએ કઠોર અવાજે કહ્યું, “તો પછી તૈયાર થાઓ. દાઢી બચાવવી છે તો ગરદન જાય.”


મૌલવીએ વિચાર્યું – ગરદન કપાવવી એ તો અમૂલ્ય સોદો છે. દાઢી-મૂછ તો ફરી ઊગી આવશે, પણ જીવન એક જ વાર છે.


सर्वनाशे समुत्पन्ने अर्धं त्यजति पण्डितः।  

अर्धं त्यक्त्वा तु यो रक्षेत् स पण्डित इति स्मृतः॥  

 

જ્યારે સર્વનાશની સ્થિતિ ઊભી થાય ત્યારે પંડિત અર્ધો ત્યાગ કરી દે છે. જે અર્ધો ત્યાગ કરીને બાકીનું રક્ષણ કરે છે તેને જ સાચો પંડિત કહેવાય.


જીવ બચાવવો જ સૌથી મોટી ચતુરાઈ છે. તેમણે આનાકારી કર્યા  વિના જ દાઢી કપાવી લીધી. પૈસા પણ માગ્યા નહિ  અને ઘબરાટમાં જંગલ તરફ મો છુપાવી ભાગી ગયા.


હવે મંત્રીએ શેઠ ધનરાજ મારવાડીને બોલાવ્યા. દાઢી-મૂછ કપાવવાની વાત સાંભળીને શેઠ પહેલાં તો કાંપી ઊઠ્યા, પરંતુ તરત જ સંભાળી લીધા અને શાંતિથી કહ્યું, “હુજૂર, અમે મારવાડીઓ ક્યારેય નમકહરામ નથી. આપના માટે દાઢી-મૂછ તો શું, ગરદન પણ કપાવી શકીએ છીએ.”


મહારાજે મંત્રી તરફ જોઈને મલક્યા. મંત્રીએ આંખોથી જ કહ્યું – “હજુ આગળ જુઓ, મહારાજ!” પછી પૂછ્યું, “કેટલી કિંમત?”


શેઠે તરત જવાબ આપ્યો, “એક લાખ અશરફીઓ.”


મહારાજ ગુસ્સે ઉકળી ઊઠ્યા, “એક દાઢી-મૂછની આટલી કિંમત?”


શેઠે વિનમ્રતાથી પણ ચતુરતાથી કહ્યું, “હુજૂર, આ દાઢીના દરેક વાળ પાછળ મારા જીવનની સમગ્ર કથા છે. - - પિતાના અવસાન પર પિંડદાન અને આખા ગામને ભોજન  

- આ દાઢીના વાળ માટે. માતાના અવસાન પર દાન-પુણ્ય

- આ દાઢીના વાળ માટે. લોકો કહેતા કે ‘દાઢી વિનાનો માણસ નર છે’ એટલે ઇજ્જત માટે લગ્ન કરવા પડ્યા

- આ દાઢીના વાળ માટે. સંતાનોને જન્મ આપવો પડ્યો, તેમનું પાલન-પોષણ, શિક્ષા, લગ્ન. દરેક વસ્તુ આ દાઢીના વાળની ખાતર.

- પત્નીની જીદ પર પચાસમી વર્ષગાંઠની ઉજવણી. આ દાઢીના વાળ માટે. હુજૂર, આ દાઢી મારી ઇજ્જત, મારા સમગ્ર અસ્તિત્વનું પ્રતીક છે.”


આ સાંભળીને મહારાજ કંઈ બોલી શક્યા નહીં. કિંમત ચૂકવી દીધી.


દાઢીના વાળમાં છુપાયેલી છે અજબ ચાલાકી,  

મારવાડીના હિસાબમાં છે જીવનની ગણતરી,  

રાજાની તલવાર આગળ પણ તે નમતો નથી,  

બુદ્ધિના બળે જીતે છે ધન અને ઇજ્જતની કિંમતી.  


બીજે દિવસે મહારાજે નાઈને શેઠના ઘરે મોકલ્યો. પરંતુ શેઠે નાઈને કડક અવાજે કહ્યું, “ખબરદાર! મહારાજ વિક્રમદેવની આ દાઢીને હાથ લગાડવાની હિંમત ન કરતો. આ હવે મારી નથી, આ તો મહારાજની અમાનત છે! આના પર હાથ નાખવો એ મહારાજની ઇજ્જત પર હાથ નાખવા બરાબર છે. જો કોઈ આંગળી પણ અડકાડશે તો હું તેની ગરદન ઉડાવી દઈશ.” નાઈ ડરીને પાછો આવ્યો અને વાત કરી. મહારાજનો ગુસ્સો આકાશે પહોંચી ગયો. શેઠને તરત બોલાવ્યા.


મંત્રીએ પૂછ્યું, “દાઢી વેચી દીધી છે તો હવે કપાવવા કેમ નથી દેતા?”


શેઠે નમ્રતાપૂર્વક કહ્યું, “હુજૂર, આ દાઢી હવે મારી નથી. આ તો બાદશાહની ધરોહર છે. તેની રક્ષા કરવી એ મારો અને મારા કુટુંબનો ફરજ છે. આને મુંડાવવું એ મહારાજની જ દાઢી મુંડાવવા બરાબર છે. આપ જો મારી ગરદન કપાવી દો તો પણ હું આ ધરોહરનું અપમાન નહીં થવા દઉં.”


મહારાજ હક્કાબક્કા રહી ગયા. મંત્રી ચંદ્રબલ મલકાતા રહ્યા. એક મહિના પછી મહારાજને શેઠનો પત્ર આવ્યો: “મહારાજની આ ધરોહર દાઢી-મૂછની રક્ષા અને સાફસફાઈ માટે મહિને સો અશરફીઓની વ્યવસ્થા કરવી જરૂરી છે.”


મહારાજે હાર સ્વીકારી લીધી.


नास्ति बुद्धिसमं मित्रं नास्ति बुद्धिसमं रिपुः ।  

नास्ति बुद्धिसमं दानं नास्ति बुद्धिसमं सुखम् ॥  

 

બુદ્ધિ જેવું મિત્ર કોઈ નથી, બુદ્ધિ જેવો શત્રુ કોઈ નથી, બુદ્ધિ જેવું દાન કોઈ નથી અને બુદ્ધિ જેવું સુખ કોઈ નથી.


 “મારવાડીની ચતુરાઈમાં કોઈને ન માત કરે”

મહારાજ વિક્રમદેવે તે દિવસે સમજ્યું કે સાચી ચતુરાઈ ધનમાં નહીં, પરંતુ મનની તીક્ષ્ણતામાં છુપાયેલી હોય છે. અને આમ દરબારની એક સામાન્ય સભાએ માનવતાના અનંત સત્યને ફરી એક વાર જીવંત કરી દીધું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational