SANGITA CHAUDHARI

Children Inspirational

3  

SANGITA CHAUDHARI

Children Inspirational

ચતુર શિયાળ

ચતુર શિયાળ

4 mins
2.7K


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક વિશાળ જંગલ હતું. આ જંગલમાં ઘણા પશુઓ અને પ્રાણીઓ રહેતા હતા. આ બધા પ્રાણીઓ ખુબ પ્રેમથી એક બીજા સાથે હળી મળીને રહેતા હતા. આ જંગલમાં એક સિંહ પણ રહેતો હતો. આ સિંહ ઘણો જ ક્રૂર હતો. તે જયારે શિકાર કરવા માટે નીકળતો ત્યારે એક સાથે ઘણા પ્રાણીઓને મારી નાંખતો. એમાંથી તે થોડાકનું ભોજન કરતો અને બાકીનાને એમને એમ છોડી દેતો. રોજ આમ થવા લાગ્યું. રોજ કેટલાય પ્રાણીઓ મારવા લાગ્યા. આ બધું જોઈ જંગલના પ્રાણીઓ ચિંતામાં પડી ગયા.

હવે આ જંગલમાં એક શિયાળ રહેતું હતું. તે ઘણું જ હોંશિયાર હતું. એકવાર તેને જંગલના બધા પ્રાણીઓને ભેગા કર્યા અને કહ્યું, ‘ભાઈઓ રોજ રોજ જંગલમાં આપણી પ્રાણીઓની સંખ્યા ઘટી રહી છે. તેનું કારણ છે પેલો ક્રૂર સિંહ. એ આપનો આડેધડ શિકાર કરે છે. જો આવું જ ચાલતું રહેશે તો એક દિવસ એવો આવશે કે જંગલમાં કોઈ પરની રહેશે જ નહિ. એટલે આપણે બધા એ સિંહ પાસે જઈને એક વિનંતી કરીએ કે મહારજ તમે આમ રોજ આડેધડ આટલા બધા પ્રાણીઓના મારી નાખશો નહિ. અમે જાતે જ રોજ કોઈ એક પ્રાણીને આપની પાસે ભોજન માટે મોકલીશું.’ બધાને આ વિચાર ગમ્યો કેમ કે આમ કરવાથી બાકીના પ્રાણીઓ તો નિર્ભય થઈને જીવી શકે !

આમ નક્કી કરી બધા પ્રાણીઓ સિંહ પાસે ગયાં. આટલા બધા પ્રાણીઓ એક સાથે આવેલા જોઈ સિંહ બોલ્યો, ‘તમારે બધાને એક સાથે મરવું છે કે શું ? અહી કેમ આવ્યા છો. ત્યારે બધા પરનો તરફથી શિયાળ બોલ્યું મહારાજ અમે તમારે માટે એક પ્રસ્તાવ લઈને આવ્યા છીએ. આપ જંગલના રાજા છો. આપની એવા કરવી અમારો ધર્મ છે. આપને ભોજન માટે આમ જંગલમાં ભટકવું પડે તે સારું ના કહેવાય. એટલે અમે આપની પાસ એક પ્રસ્તાવ લઈને આવ્યા છીએ. કે આપ આડેધડ પ્રાણીઓનો શિકાર એમને મારી નાખશો નહિ. અમે જાતે જ આપની ગુફા સુધી કોઈ એક પ્રાણીને રોજ આપણ ભોજન માટે મોકલીશું.’ સિંહને તો આ યોજના ગમી. કેમ કે હવે તેને શિકાર કરવા માટે જવું પડશે નહિ. સિંહે તેમની યોજના માન્ય રાખી પણ જોડે એક ધમકી પણ આપી. કે જે દિવસે કોઈ પ્રાણી મારા ભોજન માટે નહિ આવે તે દિવસે હું જંગલના બધા પ્રાણીઓને એક સાથે મારી નાખીશ.

આમ નક્કી કરી બધાં પ્રાણીઓ પોતપોતાને ઘર પાછા ગયા. પછી નક્કી કર્યા મુજબ રોજ એક પ્રાણી સિંહ પાસે ભોજન માટે જવા લાગ્યું. અને બાકીના પ્રાણીઓ નિર્ભય બની રહેવા લાગ્યાં. એમ કરતા કરતા ઘણા વરસો વીતી ગયા. હવે એક દિવસ સિંહ માટે ભોજન બનીને જવાનો વારો શિયાળનો આવ્યો. આ શિયાળ ઘણું જ ચતુર હતું. તે સિંહ પાસે જવા નીકળ્યું ત્યારે રસ્તામાં વિચાર કરતાં કરતાં જતું હતું. આ સિંહના ત્રાસમાંથી જંગલના પ્રાણીઓને કેમ કરી બચાવવા ! એટલામાં રસ્તામાં એક કુવો આવ્યો. એટલે શિયાળ ત્યાં પાણી પીવા ગયું. તેને કુવામાં જોયું તો તેને કુવાના પાણીમાં પોતાનું ચિત્ર દેખાયું. આ જોઈ શિયાળને એક ઉપાય મળી ગયો.

પછી શિયાળ જાણી જોઇને મોડું કરતાં કરતાં સિંહની ગુફા પાસે પહોંચ્યો. મોડું થવાથી સિંહ ભૂખ્યો પણ થયો હતો. અને ગુસ્સે પણ થયો હતો. શિયાળને જોતા જ સિંહે ગુસ્સથી ત્રાડ પાડી, ‘કેમ આટલું બધું મોડું કર્યું ?’ તો શિયાળે બુદ્ધિથી જવાબ આપ્યો. ‘મહારાજ, હું આવતો હતો ત્યારે રસ્તામાં મને ક બીજો સિંહ મળ્યો. એને મને રસ્તામાં રોકી રાખ્યો. મેં એને ઘણું કહ્યું કે હુંતો જંગલના રાજા સિંહ માટે ભોજન બનીને જાઉં છું. તો કહેવા લાગ્યો કે આ જંગલનો રાજા તો હું એકલો છું. મેં એને બહુ મનાવ્યો પણ તે માન્યો જ નહિ. તેણે મને તમને તેની પાસે બોલાવી લવાનું કહ્યું છે. આ બધું સાંભળી સિંહ તો ખુબ ગુસ્સે થઇ ગયો. તેને કહ્યું, આ જંગલમાં મારા સિવાય બીજો કોઈ રાજા હોય જ નહિ. ચાલ તું મને તેની પાસે લઇ જા.

શિયાળને તો આટલું જ જોઈતું હતું. તે સિંહને પેલા કુવા પાસે લઇ ગયો. ત્યાં જઈને કહ્યું, ‘મહારાજ તે બીજો સિંહ આ કુવામાં રહે છે. સિંહે કુવામાં જોયું તો એને પોતાનું ચિત્ર દેખાયું. પણ સિંહને તો એવું લાગ્યું કે ખરેખર અંદર બીજો સિંહ છે. તેને કુવાવાળા સિંહ સામે ગર્જના કરી. તો કુવામથી એનો જ અવાજ પડઘો બની પાછો આવ્યો. એટલે સિંહને એમ કે કુવાવાળો સિંહ સામે ગર્જના કરે છે. એટલે તે વધુ ગુસ્સે થયો, અને કુવાવાલા સિંહને મારવા કુવામાં કુદી પડ્યો. અને કુવાના પાણીમાં ડુબીનેમારી ગયો.

શિયાળ તો રાજી થતું થતું જંગલમાં પાછું ગયું. બધા પ્રાણીઓને ભેગા કરી ખુશ ખબર આપી કે સિંહ હવે મારી ગયો છે. હવે આપણે કોઈએ સિંહથી ડરવાની જરૂર નથી. આમ શિયાળે પોતાની બુદ્ધિથી જંગલના બધા પ્રાણીઓની સમસ્યા દૂર કરી દીધી. એટલે કહ્યું છે કે બુદ્ધિ આગળ બળ પાણી ભરે છે.


Rate this content
Log in

More gujarati story from SANGITA CHAUDHARI

Similar gujarati story from Children