છોડમાં રણછોડ
છોડમાં રણછોડ
એક નાનકડું સુંદર મજાનું ગામ હતું. એ ગામ ખુબ જ હરિયાળું હતું. એ ગામના ઘરડાઓએ એ ગામમાં ખુબ વૃક્ષો વાવ્યા હતા. એટલે ગામ ખબૂ જ હરિયાળું અને લીલુછમ હતું. એ વૃક્ષોમાં કેટલા છાંયો આપવાવાળા, તો કેટલાક મીઠા ફળ આપવા વાળ તો વળી કેટલાક બળતણ માટે લાકડું આપવા વાળા વૃક્ષો હતો. આ વૃક્ષો ગામના લકોની ઘણી જરૂરિયાત પૂરી પડતા હતા.
હવે એક સમયની વાત છે. એ ગામમાં શહેરમાંથી કેટલાક લાકડાના વેપારી લકો આવ્યા. તેમને ગામના મોટા મોટા અને ઘટાદાર વૃક્ષો જોયા. એમને આ વૃક્ષો ખુબ જ ગમ્યા. તેમે ગામલોકોને થોડા પૈસા આપી આ વૃક્ષો કાપી જવાનું નક્કી કર્યું. તેમણે પોતાનો વિચાર ગામલોકોને જણાવ્યો. ગામડા ઘરડા એ તો નાં જ્પાડી કે કોઈપણ કિંમતે વૃક્ષો કાપવા દઈશું નહિ. કેમેકે એ વૃક્ષો એમને પોતાની મહેનતથી વાવ્યા હતા. પણ એ ગામના જુવાનીયાઓ પૈસાની લાલચમાં આવી ગયા.
તેમને ઘરડા લોકોની વાત માની નહિ. અને વૃક્ષો કાપવાની મંજુરી આપી. જોત જોતામાં તો મોટા મોટા મશીન ગામમાં આવ્યા. અને વૃક્ષોને મૂળમાંથી ઉખાડી નાખવા લાગ્યા. થોડાક જ દિવસોમાં તો આખું ગામ સાફ થઇ ગયું. ગામમાં એક પણ વૃક્ષ રહ્યું નહિ. ગામ સાવ ઉજ્જડ લાગવા લાગ્યું. પણ પેલા યુવાનીયાઓ તો પૈસા જોઇને રાજી થઇ ગયા. ધીમે ધીમે સમય પસાર થયો. ચોમાસાના દિ આવ્યા. બધાએ ખેતી કરવાની શરૂઆત કરી. એક, બે અમે કરતા કરતા ત્રણ મહિના ચોમાસાના પુરા થયા પણ વરસાદનું એક ટીપું પણ પડ્યું નહિ.
ત્યારે યુવાનોને સમજાવ્યું, ‘તમે વૃક્ષો કાપીને તમારૂ જ નાશ કર્યો છે. વૃક્ષો વગર વરસાદ આવશે નહિ. ખેતી થશે નહિ. ભૂખે મારવાના દહાડા આવશે.’ અને સાચે જ એવું જ થયું. આખું ચોમાસું પૂરું થયું. પણ વરસાદનું એક ટીપું પણ આવ્યું નહિ. ને ભૂખે મારવાના દહાડા આવ્યા. હવે જુવાનીયાઓને ઘરડાઓની વાત સમજાઈ. તેમને પોતાની ભૂલનો ખુબ અફસોસ થયો. તેમને પોતાની ભૂલ સુધારવા ફરીથી વૃક્ષો વાવવાનું શરુ કર્યું. એક વરસ, બે વરસ, ત્રણ વરસ એમ કરતા કરતા વીસ વરસ પુરા થયા. ત્યારે ફરીથી ગામ વૃક્ષોથી હર્યું ભર્યું બની ગયું. એ પછીના ચોમાસે સારો એવો વરસાદ થયો. અને ખેતી પણ સારી થઇ.
આમ વૃક્ષો એતો મૂંગા ઋષિ જેવા છે. તેમની જતન કરાય, તેને કપાય નહિ. કારણ કે છોડમાં રણછોડનો વાસ છે.