Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Rayththa Viral ( R V )

Drama


2  

Rayththa Viral ( R V )

Drama


છેલ્લી બેન્ચની મિત્રતા

છેલ્લી બેન્ચની મિત્રતા

19 mins 898 19 mins 898

દરરોજ ની જેમ આજે પણ મિત અને અમીત પ્રિન્સિપાલની ઓફિસ બહાર ઊભા હતા. આમ તો મીત અને અમીત માટે આ કઈ નવું ન હતું, દિવસમાં એક વાર તો તેમની મુલાકાત પ્રિન્સિપાલ જોડે થઈ જ જતી. વી.ડી હાઈસ્કૂલની અંદર કાર્યરત એવા દરેક શિક્ષક મીત અને અમીતના તોફાન અને મસ્તીથી કંટાળી ગયા હતા. હવે તો એવું થઈ ગયું હતું કે શિક્ષક ક્લાસરૂમ માં આવતાની સાથે જ છેલ્લી બેંચ પર બેઠેલા મીત અને અમીત ને ક્લાસરૂમ ની બહાર કાઢી મુક્તા, પછી ભલે એમને કોઈ તોફાન કે મસ્તી કરી હોય કે ના કરી હોય. તેમનું માનવું એવું હતું કે મીત અને અમીત ને ક્લાસરૂમમાંથી કાઢી નાખવાથી બીજા વિદ્યાર્થીઓ શાંતિથી ભણી શકે છે.

       આમ તો બાલમંદિરથી મીત અને અમીત સાથે ભણતા હતા , બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી તેમનામાં ઘણું પરિવર્તન આવ્યું. પરંતુ એ પરિવર્તન સકારાત્મક કરતાં નકારાત્મક વધુ હતું, હવે તેવો નાની નહીં પરંતુ મોટી મસ્તી અને મોટા તોફાનો કરતાં. ચાલુ ક્લાસમાં આવજો કરવા , ચાલુ ક્લાસ માં બીજાના ટિફિન બોક્સ ખોલી અને નાસ્તો કરી લેવો, ક્લાસના બીજા છોકરાને મારી ધમકાવીને પોતાના લેસન પૂરા કરાવવા, ક્લાસરૂમ ના બોર્ડ પર બૉલપેન ના ઢાકણ મારવા, બેન્ચને તોડી અને શિયાળામાં તે બેન્ચના લાકડાથી તાપણી કરવી, પરીક્ષાની અંદર કાપલી લઈ જવી, છેલ્લું પેપર પત્યા પછી ક્લાસમાં ફટાકડા ફોડવા, ક્લાસરૂમના બોર્ડ પર શિક્ષકો વિષે ગમે તેમ લખવું. આવા તો અવનવા હજારો તોફાનો એમને બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી કરિયા હતા.બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી કેટલા બધા શિક્ષકોએ મીત અને અમીતને સુધારવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરવખતે તેમના હાથે નિષ્ફળતા જ લાગી. મીત અને અમીત માટે બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી ઘણું બધુ બદલાયું પણ એક વસ્તુ હતી જે નહતી બદલાય એ એટલે કે એમની છેલ્લી બેંચ. બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી મીત અને અમીત બે જ જગ્યા પર જોવા મળતા કાં તો તેઓ ક્લાસરૂમની છેલ્લી બેન્ચ પર બેઠા બેઠા તોફાન મસ્તી કરતાં હોય અથવા તો ક્લાસરૂમની બહાર સ્કૂલમાં રખડતા હોય.

       ખરેખર છેલ્લી બેન્ચ પર બેસવાની મજા જ કઇંક અલગ હોય છે, એક સર્વે મુજબ સ્કૂલની અંદર છેલ્લી બેન્ચ પર બેસીને બંધાયેલી મિત્રતા લગભગ જીવન ના છેલ્લા શ્વાશ સુધી યાદ રહે છે. શાળા પૂર્ણ થયા પછી લગભગ બધાને પોતાના શાળા જીવનની યાદો વિષે કહેવામા આવે તો એમને યાદ આવતી વધુ પડતી વાતો છેલ્લી બેંચ પર બેસીને કરેલી મસ્તી અને તોફાન હશે. ખરેખર આ પહેલી બેન્ચ પર બેસવાવાળા તો ખાલી વિષય ગણિતને સમજે છે, જ્યારે છેલ્લી બેન્ચ પર બેસવાવાળા જીવનના ગણિતને સમજે છે, માટે જ જ્યારે સફળ થવાવાળા વધુ પડતા લોકોની જીવન ગાથા જ્યારે આપણે સાંભળતા હોયે છીએ, ત્યારે એક વાત બધા માં સરખી હોય છે, “ કે તેઓ ભણવા માં બહુ નબળા હતા અને છેલ્લી બેન્ચ પર બેસતા.“ આપણાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસયાલ મેન એવા ડો.એ.પી.જે કલામએ એક વખત કહ્યું હતું કે “ છેલ્લી પાટલી પર બેસવાવાળા જ્યાં સુધી સ્પર્ધામાં ભાગ નથી લેતા ત્યાં સુધી જ પહેલી પાટલી પર બેસવાવાળા વિજેતા બની રહે છે “ છેલ્લી બેન્ચ એ દરેક વ્યક્તિ ના વિદ્યાર્થી જીવનનો એક અમૂલ્ય હિસ્સો છે, પહેલી બેન્ચ પર માત્ર સ્વાર્થની મિત્રતા બંધાઈ છે જ્યારે છેલ્લી બેન્ચ પર લાગણિયો ની મિત્રતા બંધાય છે. આવી જ છેલ્લી બેન્ચની મિત્રતા હતી મીત અને અમીતની, મીત અને અમીત જાણે એક બીજાના પડછાયા હોય તે રીતે આખો દિવસ ભેગા રહ્યા, શિક્ષક્નાનો માર ખાવાનો હોય કે પછી કલાસની બહાર જવાનું હોય. જે દિવસે મીત રાજા પર હોય તે દિવસે અમીત પણ રાજા લઈ લે અથવા તો અમીત રાજા પર હોય ત્યારે મીત રાજા લઈ લે. આ બંનેની મિત્રતા એટલે જાણે શોલે ફિલ્મ ના જય અને વીરુ, બંને ને એકબીજા વગર ના ચાલતું અને આજ એક માત્ર કારણ હતું કે શાળાના દરેક શિક્ષકો આથી કંટાળી ગયા હતા.

કાલે બન્ને જણ પોતાના મમ્મી પપ્પા ને લઈ આવજો....આટલું કહી ને પ્રિન્સિપાલ એ મીત અને અમીત ને એમના ક્લાસ માં જવા કીધું.

       મીત અને અમીત માટે આ કોઈ નવી વસ્તુ નહતી , બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી લગભગ મહિનામાં ૩ થી ૪ વખત એ બંનેના પપ્પા અથવા મમ્મી સ્કૂલ વિઝિટ માટે આવતા. સમાન્ય રીતે સ્કૂલમાં વાલી મિટિંગ મહિનામાં અથવા તો બે થી ત્રણ મહિને એકાદી વખત થતી હોય છે. પરંતુ મીત અને અમીત એ ખાસ વિદ્યાર્થી હતા આથી તેમની વાલી મિટિંગ અઠવાડિયે એક વાર થતી.

       મીત ના પપ્પા કાલુરામ સ્કૂલ ના ટ્રષ્ટિ ને ત્યાં ડ્રાઇવર હતા, એટલે દરવખતે એમની ભલામણથી આ બચી જતાં હતા. મીત એ કાલુરામનો એકનો એક દીકરો હતો એટલે તેને તે બહુ જ પ્રેમ કરતો હતો, મીત પણ તેના પપ્પા ને બહુ જ પ્રેમ કરતો. બસ મીતને વાંધો હતો એના પપ્પાના નામથી, કારણકે આખી સ્કૂલ મીત ને એના પોતાના નામ કરતાં એના પપ્પાના નામથી ઓળખતી હતી. આખી સ્કૂલ મીતને “ કલું “ કહી ને બોલાવતી, જે મીતને બિલકુલ પસંદ નહતું અને આજ કારણોથી મીત અને અમીત ના બીજા વિદ્યાર્થી સાથે વધુ પડતાં ઝગડા થતાં.

       અમીત પણ મધ્યમવર્ગીય પરિવારનો છોકરો હતો, અમીતના પપ્પા એક કંપનીમાં નામું ( આજની ભાષામાં એકાઉન્ટ ) લખતા. અમીતની એક બહેન હતી જેનું નામ હતું રીયા, જે તેના કરતાં બે વર્ષ મોટી હતી અને અમીતની જ સ્કૂલમાં તેની સાથે ભણતી હતી.રીયા ભણવામાં બહુ જ હોશિયાર હતી અને ધોરણ ૧૦ માં તો તેને માત્ર પોતાની સ્કૂલમાં નહીં પરંતુ આખા અમદાવાદ માં પ્રથમ સ્થાન મેળવેલ હતું.આથી રીયાએ વધુ પડતાં શિક્ષકોની લાડલી હતી , અને આજ કારણો હતા કે અમીત અને મીત ને ઘણી વખત રીયાની મદદથી શિક્ષકોથી બચી જતા હતા.પરંતુ હવે મીત અને અમીત ધોરણ ૧૦ માં હતા અને આપણી સાદી ભાષા માં કહીએ તો બોર્ડ ની પરીક્ષા આપવાના હતા ,અને એ બંને ને મૂકી ને આખી સ્કૂલ ને વિશ્વાસ હતો કે આ બને બોર્ડ ની પરીક્ષામાં નપાસ થવાના.

       બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી મીત અને અમીત શાળાની વાર્ષિક પરીક્ષામાં આગળ પાછળ જ બેસતા અને એનું એક માત્ર કારણ હતું બને નો રોલ નંબર, અમીતનો રોલ નંબર ૩૯ અને મીતનો રોલ નંબર ૪૦.આ બંને જણની આગળ બેસતી અદિતિ , જેનો રોલ નંબર હતો ૩૮. અદિતિ એ ક્લાસની અંદર સૌથી વધારે હોશિયાર છોકરી હતી , બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી અદિતિ નો નંબર ક્લાસ માં પ્રથમ જ હતો.આ જ કારણ હતું કે મીત અને અમીત બાલમંદિરથી ધોરણ ૧૦ સુધી પહોંચી ગયા હતા. અમીત અદિતિ માથી જોઈને લખતો અને મીત અમીત માથી જોઈને. પરંતુ હા અદિતિ , મીત અને અમીત વચ્ચે એક મંત્રણા થયેલી હતી કે મીત અને અમીત ક્યારે પણ અદિતિના કામમાં વચ્ચે નહીં આવે, શાળામાં અદિતિ દ્વારા થતી કોઈ પણ પ્રવૃતિમાં તે લોકો ડહાપણ ન કરે અને પરીક્ષામાં અદિતિ મીત અને અમીતને માત્ર ૪૦ માર્કસનું જ પેપર બતાવશે એટલે કે પાસ થવા જેટલું.

ભાઈ મીત બાલમંદિર થી ધોરણ ૧૦ સુધી તો આપણે અદિતિ ની મદદ થી પહોંચી ગયા પરંતુ હવે શું આ વખતે તો બોર્ડ છે..?? અમીત એ મીત ની સાથે સ્કૂલ ની કેન્ટીન માં ચા પીતા કહ્યું.

ભાઈ તું ટેન્શન નહીં લે કઇંક ને કઇંક તો જુગાડ કરશું આપણે ,અને વધુ માં શું થશે નાપાસ થશુ ને કે બીજું કઈ.... તું ચા પીને ઠરી જશે...!! મીતએ અમીત ને આશ્વાસન આપતા કહ્યું.

અલીયા મીતયા ચા ગઈ ઘરે , ભાઈ મને નાપાસ થવા ની કોઈ બીક નથી.જો આપણે નાપાસ થઈને પાછા આજ શાળા માં રહેવાના હોત ને તો તો કહી વાંધો નહતો. પણ મારા બાપાએ મારા એ સપના પર પાણી ફેરવી દીધું. મારા બાપાએ મને સૂચનો આપી દીધા છે કે જો ૧૦ માં પાસ ના થયો તો હોસ્ટેલમાં મૂકી દઇશ, બોલ હવે શું કરવાનું..? અમીત એ નિરાશ થતા થતાં મીત ને કહયું.

તારો બાપો પણ જબરો છે હાં , તને ખબર છે આ દુનિયા માં દરેક ના બાપા છોકરા ને પાસ થઈ જઈશ તો સાઇકલ લઈ આપીશ , મોબાઇલ લઈ આપીશ , ફરવા લઈ જઈશ ,આવા આવનવા ઓફર આપતા હોય છે કે જેથી છોકરો ઉત્સાહીત થાય અને મહેનત કરે.તને ખબર છે મારા બાપા એ મને શું ઓફર આપી..?? મીત એ અમીત ને કહ્યું.

શું ..?? અમીત એ મીત ને પૂછ્યું.

મારા બાપાએ મને કહ્યું કે જો તું પરીક્ષા માં પાસ થઈ જઈશ તો હું મારૂ નામ “ કાલુરામ “ થી બદલી ને કનૈયો રાખી દઇશ. બોલ આવી ઓફર આપે છે મારો બાપો , ખરેખર ગજબ છે યાર મારો બાપો.મીત એ અમીત ને કીધું.

હા...હા...હા....!!! ભાઈ સાચે હાં આ બેસ્ટ ઓફર છે તારા માટે , પાસ થઈજા એટલે તને જે આ લોકો આ “ કલું “ કહી ને બોલાવે છે એમાથી તને છુટકારો મળે.અમીત એ હસતાં-હસતાં મીત ને કીધું.

બહુ સારું હો ભાઈ , તું ચા પીને ઠરી જશે....મીત એ અમીત ને કીધું.

       મીત અને અમીત વચ્ચે લગભગ બધી વાતો સરખી હતી માત્ર એક વાત મૂકી ને એ એટલે કે અદિતિ.શાળા ના દરેક છોકરા ને લગભગ આ વાત ખબર હતી કે મીત એ અદિતિ ને બહુ જ પસંદ કરતો હતો. પરંતુ અદિતિ ને મીત જરા પણ પસંદ નહતો , કારણકે અદિતિ એ બહુ હોશિયાર અને શિસ્તાવાળી છોકરી હતી તેને ઝગડા, કલાસમાં તોફાન આ બધુ જરા પણ ન ગમતું. અમીતનું માનવું એવું હતું કે છોકરી જીવનને બરબાદ કરી નાખે છે, તે ક્લાસમાં છોકરીઓથી બહુ દૂર રહેતો જે વાત શાળાના બધા વિદ્યાર્થી બધા શિક્ષકોને ખબર હતી.એટલે જ્યારે પણ અમીત અને મીત વધુ તોફાન કરતાં એટલે શિક્ષકો મીત ને ક્લાસની બહારે અને અમીત ને બે છોકરી ની વચ્ચે બેસાડી દેતા.એટલે ક્લાસમાં શાંતિ બની રહેતી. લગભગ બધા શિક્ષકો નું માનવું હતું કે મીત અને અમીત જીવનમાં ક્યારે પણ કઈ નહીં કરી શકે , વધુ માં વધુ તેવો મવાલી કે ગુંડા બની શકે તેમ છે. અને આ વાત તેવો નિરંતર મીત અને અમીત ને સંભળાવતા , જે વાત રીયા ને જરા પણ ન ગમતી.

બોર્ડની પરીક્ષા હવે એક અઠવાડીયામાં શરૂ થવાની છે અને તમે બને મેચ જોવા બેસી ગયા છો...રીયા એ મીત અને અમીત ને ટોકતાં કહિયું. આમ તો રીયા અમીત ની બહેન હતી પરંતુ મીત ને કોઈ બહેન ન હોવાથી દર રક્ષાબંધન ના રીયા તેના બને ભાઈ મીત અને અમીત ને સાથે રાખડી બાંધતી.

હા , હવે જોવા દે ને હજુ પરીક્ષા ને એક અઠવાડીયાની વાર છે અને આ એક અઠવાડીયામાં ૧૬૮ કલાક હોય છે , ૪ ૫ કલાક મેચ જોઈ લેશું તો શું ફર્ક પડવાનો...!! મીત અને અમીત એ રીયા ની વાત ઉડાવતા કહ્યું.

     આમ તો હજુ પરીક્ષાની હૉલ ટિકિટ આવી નહતી એટલે મીત અને અમીત બને ને ખબર ન હતી કે એમનો નંબર કઈ શાળા માં લાગશે.પરંતુ તેમને બને ને આશા હતી કે દરવખતે બોર્ડ વાળા જેમ નામ ના પ્રમાણે ( A – Z , ક – જ્ઞ )  ચળતા ક્રમ માં સીટ નંબર અને શાળા ની ગોઠવણી કરતાં હોય છે એ પ્રમાણે અમીત અને મીત નો નંબર તેમની જ સ્કૂલ વી.ડી. હાઇ સ્કૂલ માં લાગશે અને તેવો કોઈ પણ રીતે ચોરી કરી અને પાસ થઈ જશે.

       શાળાના બધા શિક્ષકો રાજી હતા કારણકે એમને ખબર હતી કે મીત અને અમીત કોઈ પણ રીતે આ વખતે ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા પાસ નહીં કરી શકે.અને જેવુ અમીત ના પપ્પા એ કહ્યુ હતું કે જો અમીત આ વખતે ધોરણ ૧૦ માં પાસ નહીં થાય તો તેને હોસ્ટેલ માં મૂકી દેવામાં આવશે.અને જો અમીત આ સ્કૂલ માં નહીં રહેશે , તો મીત ની તાકાત અડધી થઈ જશે અને તે એકલો આટલો તોફાન અને મસ્તી નહીં કરી શકે.

મીત ક્યાં છે ભાઈ..?? અમીત એ મીત ને ફોન પર પૂછ્યું.

ઘરે છું ભાઈ હમણાં ઉઠીયો , કેમ કઈ કામ હતું..? મીત એ અમીત ને પૂછ્યું.

ભાઈ તને યાદ છે આજે સ્કૂલ માં હૉલ ટિકિટ મળવાની છે ..? અમીત એ મીત ને યાદ કરાવતા પૂછ્યું..

હા ભાઈ પણ કોણ એવી ઉપાદી કરે હજુ પરીક્ષા ને ૨ દિવસ ની વાર છે આપણે નિરાતે લઈ આવશુ હૉલ ટિકિટ...!! મીત એ આળસ ખાતા ખાતા અમીત ને પૂછ્યું..

ભાઈ લઈ આવશું નહીં આપણી હૉલ ટિકિટ આવી ગઈ છે , મારી બહેન રીયા બનેની હૉલ ટિકિટ લઈ આવી છે..અને એક લોચો પણ થયો છે...!! અમીત એ મીત ને કહ્યું.

લોચો ... લોચો શું થયો વળી..?? મીત એ પોતાની આંખ ચોળતા ચોળતા કહ્યું..

ભાઈ આપણે બને અલગ અલગ સ્કૂલ માં અવિયા છીયે...અમીત એ મીત ની ઊંઘ ઉડાવતા કહ્યું.

શું વાત કરે છે કઈ સ્કૂલ માં આપનો નંબર આવિયો છે..?? ભાઈ આપણે બને તો એક જ સ્કૂલ માં આવવા જોઈએ ને ..?? મીત એ આશ્ચર્ય ની સાથે અમીત ને કહ્યું..

આવવા જોઈતા હતા પણ આવ્યા નથી...ભાઈ હવે લોચો છે પાસ થવાનો , કારણકે મારો નંબર મોડર્ન સ્કૂલ માં અને તારો નંબર કે.ડી.માણેક સ્કૂલ માં આવ્યો છે અને તને તો ખબર જ છે આ બને સ્કૂલમાં ચિટિંગ ( ચોરી ) કરવી શું , ચિટિંગ નો વિચાર કરવો પણ શકય નથી...ભાઈ મને તો લાગે છે મારે હોસ્ટેલ માટે થઈ ને તૈયારી શરૂ કરી દેવી પડશે.....અમીત એ નિરાશ થતાં મીત ને કહ્યું..

ભાઈ ટેન્શન ના લે આપણે કઇંક કરશું , સંભાળ આમ પણ પાસ થવા માટે કેટલા ૩૫ માર્કસ જોઈતા હોય છે આપણે થોડું ઘણું વાચી લેશું અને બાકી નું આજુ બાજુ માથી જોઈ લેશું એટલે મામલો સેટ...!!! મીત એ અમીત ને આશ્વશન આપતા કહિયું.

સારું ચલ જોઇયે શું થાય છે પરીક્ષા માં...અમીત એ આટલું કહી ને ફોન મૂકી દીધો.

બેટા આજે પરીક્ષા નો પ્રથમ દિવસ છે દહી ને સાકર ખાઈ ને જા પેપર સારું જશે..!! અમીત ની મમ્મી એ અમીત ને દહી સાકર ખવડાવતા કહ્યું..

મમ્મી દહી સાકર ખાવાથી કહી પેપર સારા ના જાય એના માટે વાચવું પડે...રીયા એ અમીત ને ટોંટ મારતા કહ્યું..

      

       અમીત કહી બોલીયા વગર ચાલિયો ગયો કારણકે તે જાણતો હતો કે રીયા ની વાત ક્યાંક ને ક્યાંક તો સાચી હતી , પણ તેને મીત ને મળવાનું કહ્યું. હતું એટલે તે જલ્દી થી ઘરે થી નીકળી ગયો.આમ પણ કે.ડી.માણેક સ્કૂલ અને મોડર્ન સ્કૂલ બને વચ્ચે બહુ ખાસું અંતર નહતું.

ભાઈ બેસ્ટ ઓફ લક હવે હનુમાન ચાલીસા બોલી ને પેપર લખવાનું ચાલુ કરી દેજે..!! મીત એ અમીત ને કહ્યું..

ભાઈ હનુમાન ચાલીસા બોલી લઇશ પણ પેપર માં લખીશ શું મને કઈ પણ નહીં આવડતું...અમીત એ મીત ને કહ્યું..

ભાઈ ટેન્શન નહીં લે આમ પણ આજે ગુજરાતી નું પેપર છે અને ગુજરાતી ના પેપર માં નિબંધ ને એવું બધુ આવે એટલે ૩૫ લેવા કોઈ મોટી વાત નથી..મીત એ અમીત ની હીમત વધારતા કહ્યું..

સારું ચલ તને પણ બેસ્ટ ઓફ લુક ...!! આટલું કહી ને મીત અને અમીત છૂટા પડિયા.

       પેપર ચાલુ થયું અને કેમ ત્રણ કલાક નીકળી ગયા મીત ને ખબર જ ના પડી , તે તો જલ્દી થી અમીત ની મોડર્ન સ્કૂલ પાસે પોહચી ગયો અને અમીત ની રાહ જોવા લાગીયો. ખાસી એવી વાર થઈ ગઈ એટલે મીત અમીત ને આમ તેમ શોધવા લાગીયો એવા માં તેની નજર સામે થી આવી રહેલા અમીત અને અદિતિ પર પડી.બને એક સાથે આવી રહિયા હતા અને વાતો કરી રહિયા હતા.જેવુ અમીત એ મીત ને જોયું એટલે તરત જ એને અદિતિ ને આવજો કાલે મળશુ કહી ને જવા કહિયું.તે ભાગી ને મીત પાસે આવિયો અને કહ્યું....


ભાઈ આપણી બોર્ડ ની પરીક્ષા પાસ છે , મારી આગળ ની બેન્ચ પર અદિતિ છે હવે કોઈ પણ ટેન્શન નથી હવે મારે હોસ્ટેલ માં નહીં જવું પડે આપણે બને સાથે આજ સ્કૂલ માં રહેશું...!! અમીત મીત ને ખુશ થઈ ને આખી વાત કહી રહિયો હતો.

વાહ ભાઈ તારો તો મેડ પડી ગયો , તારી બોર્ડ ની પરીક્ષા તો પાસ એમને સારું સારું. બસ હવે મને થોડી ચિંતા થઈ રહી છે કે હું પણ પાસ થઈ જાઉં તો બને સાથે ધોરણ ૧૧ માં જઈ શકીએ...હવે મીત નિરાશ થતાં થતાં અમીત ને આ આખી વાત કહી રહિયો હતો.

ભાઈ ટેન્શન નહીં લે સંભાળ આમ પણ પાસ થવા માટે કેટલા ૩૫ માર્કસ જોઈતા હોય છે તું ખાલી થોડું ઘણું વાચી લેજે અને બાકી નું આજુ બાજુ માથી જોઈ લેજે એટલે મામલો સેટ...!!! હવે અમીત મીત આશ્વાન આપતા કહ્યું.

ભલે હો મારા કીધેલા ડાયલોગ મારા પર ના મારીશ...ચલ ચા પીવા જોઇયે..!!મીત અમીત ને ટપલી મારતા કહ્યું..

       હવે જાણે રોજ નો રૂટિન બની ગયો હતો દરેક પરીક્ષા માં મીત અમીત ની સ્કૂલ પાસે આવી ને રાહ જોતો અને અમીત અને અદિતિ પેપર પૂરું થયા પછી બારે આવી ને મીત ને બધી વાતો કરતાં કે કઈ રીતે તેમણે આજે ચિટિંગ કરી અને કેમ આખું પેપર પૂરું કરિયું.હવે ધીરે ધીરે અદિતિ પણ મીત અને અમીત ની દોસ્ત બની રહી હતી . અદિતિ ને પોતાની પાસે જોઈને મીત અંદર અંદર બહુ જ રાજી થઈ રહિયો હતો કારણકે જેવુ તે ઈચ્છતો હતો કે અદિતિ તેની ભાવના સમજે અને તેને સ્વીકારવાનો પ્રયત્ન કરે તેવું અમુક અંશે થઈ રહિયું હતું . બધા પેપર માં અમીત અદિતિ માથી જોઈ ને લખી લેતો પરંતુ ખાલી એક ગણિત નું પેપર એવું ગયું હતું જેમાં અમીત જરા પણ ચિટિંગ નહતો કરી શક્યો , અને ઉપર થી આ વખતે ગણિત નું પેપર બહુ જ અઘરું પૂછાયું હતું . આ બધા થી અલગ મીત ને ગણિત માં થોડી ઓછી તકલીફ પડતી હતી , આખો ક્લાસ અને દરેક શિક્ષકો જાણતા હતા કે મીત ને ગણિત વિષય પર સારી એવી પકડ હતી અમીત ના પપ્પા ભલે નામું લખતા પરતું અમીત ગણિત માં અતિશય નબળો હતો.

       તો આમ ને આમ બોર્ડ ની પરીક્ષા પૂરી થઈ . દરેક ના જીવન માં ધોરણ ૧૦ પછી એક અલગ જ દુનિયા શરૂ થાય અને એમાં પણ એ ૩ મહિના નું વેકેશન.ખરેખર એ ૩ મહિના માં જેટલો આનદ , તોફાન અને મસ્તી કરવા મળે તેવી કદાચ કોઈ વેકેશનમાં નથી મળતી.

       ક્લાસ ના બધા લોકો હવે રિજલ્ટ ની રાહ જોતાં હતા કે ક્યારે રિજલ્ટ જાહેર થવા ની તારીખ આવે.અને આ બધા થી અલગ બે જણા મીત અને અમીત પોતાની જ ધૂન માં મસ્ત હતા આખો દિવસ મસ્તી મજાક , સાથે રખડવાનું જગડા કરવા બસ આજ કામ.મીત અને અમીત એટલા પાકા મિત્ર બની રહિયા હતા કે આ જોઈ ને બાકી બધા ને ઈર્ષા થઈ રહી હતી , કારણકે આ બનેની દોસ્તી એટલી ગાઢ બની ગઈ હતી કે જેની કોઈ સીમા નહતી.ભલે બને જણા આખો દિવસ તોફાન અને મસ્તી કરતાં પરંતુ તેમનો એક બીજા માટે થઈ ને પ્રેમ અને દોસ્તી પ્રત્યે નિષ્ઠા જોઈ ને સૌ કોઈ દંગ રહી જતું.બને જાણે એક બીજા માટે કઈ પણ કરી શકે તેમ હતા , બસ હવે બને જણા ભગવાનને પ્રાથના કરી રહીયા હતા કે બને જણા બોર્ડ ની પરીક્ષા માં પાસ થઈ જાય એટલે ધોરણ ૧૧ માં જઈ ને પોતાની મસ્તી અને ધમાલ નો નવો અધિય્યા શરૂ થઈ શકે.

અમીતયા તારું રિજલ્ટ ૨ જૂન ના આવવાનું છે ...!! રીયા એ નેટ પર ચેક કરતાં અમીત ને જણાવીયુ .

સારું પણ આપણે રિજલ્ટ ની ચિતા નહીં આપણે તો પાસ જ છીયે મે આજે જ મમ્મી ને મારા ૧૦ માં ના ચોપડા બાજુ વારા ટીનયા ને આપવા કહી દીધું છે ...!!અમીત એ રીયા સામે ખોટા ઢીંગી મારતા કહ્યું..

તે ભલે મમ્મી ને ચોપડા આપવા કહિયું હોય પણ મમ્મી એ ટીનયા ને ચોપડા હજુ આપીયા નથી કારણકે આખી સ્કૂલ ને ખબર છે કે તું અને મીત આ વખતે આ બોર્ડ ની પરીક્ષા પાસ નહીં જ કરી શકો , અને એમાં પણ આ વખતે ગણિત નું પેપર બહુ અઘરું પૂછાયું હતું , જેમાં સારા સારા લોકો ફાફા મારી રહીયા છે તો તમારું તો શું કહેવું...!! રીયા એ અમીત ને ઘબરવતા કહ્યું..

ભલે હો તું તો એ જ ઈચ્છે છે કે અમે બને નાપાસ થઈ જઇયે...!! આટલું કહી ને અમીત ત્યાં થી ચાલિયો ગયો.

       અમીત રીયા ની સામે તો ખોટા ઢીંગા મારી રહિયો હતો પણ અંદર થી એને ક્યાંક ને ક્યાંક હતું જ કે ગણિત ના વિષય સીવાય બાકી બધા પેપર જોરદાર ગયા છે , ભગવાન ખાલી ગણિત નું જોઈ લે એટલે બસ.અને બીજી બાજુ મીત...મીત ભગવાન ને પ્રાથના કરી રહિયો હતો કે ગણિત સીવાય ના બાકી બધા પેપર માં ભગવાન જોઈ લે એટલે બસ.

       તો જેની મીત , અમીત , રીયા , અદિતિ અને કલાસ ના બીજા વિદ્યાર્થીઑ રાહ જોઈ રહી રહીયા હતા તે ક્ષણ તે દિવસ આવી ગયો હતો , તે એટલે કે ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષા ના રિજલ્ટ નો દિવસ.આમ તો શાળા માં રિજલ્ટ લેવા બપોરે જવાનું હતું પરંતુ આ ઇન્ટરનેટ ના ઝડપી સમય માં રિજલ્ટ સવારે જ આવી જતું. પેલા ના સમય માં જ્યારે ઇન્ટરનેટ નહતું ત્યારે બોર્ડ ની પરીક્ષા નું રિજલ્ટ સવારે છાપા ( NEWS PAPER ) માં આવતું ત્યારે છાપા વાળા પાસે છાપા લેવા માટે થઈ ને મોટી મોટી લાઈનો લગતી અને પોતાના રિજલ્ટ ની સાથે સાથે કોનું શું રિજલ્ટ આવિયું છે તેની પણ જાણ સહેલાઇથી થઈ જતી.

ભાઈ ક્યાં છે તું ..?? મીત એ અમીત ને ફોન કરી ને કહ્યું.

ભાઈ ઘરે જ છું અને તને જ ફોન કરવાનો હતો , એક કામ કાર તું પણ મારા ઘરે આવી જા આમ પણ રિજલ્ટ ૯ વાગે આવવાનું છે તો બને સાથે મળી ને અહિયા મારા ઘરે રિજલ્ટ જોઇયે...અમીત એ મીત ને કહ્યું..

સારું ચલ આવું છું ૧૦ મિનિટ માં ...!! આટલું કહી ને મીત એ ફોન મુક્યો.

લે મીત તું પણ અમીત ની જેમ દહી સાકર ખાઈ ને રિજલ્ટ જોવા બેસ એટલે તું પણ પાસ થઈજા...અમીત ની મમ્મી એ મીત ને દહી સાકર ખવડાવતા કહ્યું..

       જેવુ અમીત ની મમ્મી દહી સાકર નું બોલી એટલે અમીત એ તરત રીયા ની સામે જોયું તેને હતું હમણાં રીયા કઇંક બોલશે.પરંતુ આ વખતે રીયાએ એની મમ્મી પાસે થી દહી અને સાકર નો વાટકો લીધો અને પોતાના બને ભાઈઓ ને દહી અને સાકર ખવડાવી , અને કહિયું મને આશા છે તમે બને પાસ થઈ જશો.

       રીયા દ્વારા આવું વર્તન જોઈ અને મીત અને અમિત ના આત્મવિશ્વાશ માં વધારો થયો અને હવે તેમનું ટેન્શન જાણે અડધું થઈ ગયું.ખરેખર ભગવાન એ જો કોઈ અમૂલ્ય સબંધ બનાવિયો હોય તો તે ભાઈ અને બહેન નો છે.બહેન ભાઈ વચ્ચે લગભગ અગણિત જગડા થતાં હશે પરંતુ જ્યારે ભાઈ ને બહેન ની જરૂર પડે ત્યારે બહેન એક મિનિટ નો પણ વિચાર કરિયા વગર ભાઈ ની પડખે ઊભી રહી જાય છે.બહેન માટે તેનો ભાઈ સૌથી પહેલા હોય છે.     અને બહેન એ ભાઈ માટે થઈ ને બીજી માં હોય છે , ભાઈ કદાચ એની બહેન ને ખૂબ હેરાન અને પરેશાન કરશે પણ જ્યારે વાત એની બહેન ની ખુશી ની હોય ત્યારે તે એક સેકંડ નો પણ વિચાર નથી કરતો.ભાઈ જે વસ્તુ એના માતા પિતા ને નથી કહી શકતો તે તેની બહેન ને જણાવે છે ભાઈ માટે થઈ ને બહેન એ બધુ જ હોય છે , પણ હા એ અલગ વસ્તુ છે કે ભાઈ ક્યારે પણ આ વાત એની બહેન ને કહેતો નથી.

૮૫% આવ્યાં છે રમેશ ભાઈ ના છોકરા નિખિલ ને ...!!! અમીત ના પપ્પા એ અમીત અને મીત ને જોતાં કહ્યું..

એમ બહુ સરસ કહેવાય હવે જલ્દી થી તમારું રિજલ્ટ જોવો બેટા અમીત...!! અમીત ની મમ્મી એ અમીત ને કહ્યું..

બસ મમ્મી એમનું જ રિજલ્ટ ખોલું છું , બોલો પેલા કોનું જોવું છે અમીત તારું કે મીત તારું ..?? રીયા એ અમીત અને મીત ને પૂછતાં કહ્યું..

ગમે એનું જોવો ને શું ફરક પડવાનો..!! અમીત એ નિશાષો નાખતા કહ્યું..

       અમીતને ગણિત વિષય નું ટેન્શન હતું અને મીત ને ગણિત વિષય મૂકી ને બાકી બધા વિષય નું ટેન્શન હતું.પણ રિજલ્ટ તો જોવાનું જ હતું એટલે બને જણાએ હીમત કરી અને રીયા ને કહિયું તારે જેનું રિજલ્ટ જોવું હોય એનું જો.

ઠીક છે તો આપણે પેલા મીત નું રિજલ્ટ જોઇએ..!! રીયા એ કહ્યું..

ઠીક છે મારૂ જો , લે આ મારો સીટ નંબર..!! મીત એ રીયા ને સીટ નંબર આપતા કહ્યું..

       રિજલ્ટ ખૂલી રહ્યું હતું અને મીત ના ધબકારા જાણે પ્લૅટફૉર્મ થી ધીરે ચાલતી ટ્રેન જેમ અચાનક ફાસ્ટ ચાલવા લાગે તે રીતે એના ધબકારા ફાસ્ટ ફાસ્ટ વધી રહિયા હતા.પણ જાણે એના ધબકારા એક ઘડી માટે ધબકવાનું ચૂકી ગયા હોય તેમ મીત ને લાગિયું.જ્યારે તેને જોયું કે તે ગણિત સિવાય બાકી બધા વિષય માં પાસ હતો.આખા રૂમ માં જાણે સાવ શાંતિ છવાય ગઈ હતી , બધા મીત ની સામે જોઈ રહિયા હતા અને મીત રિજલ્ટ ને જોઈ રહિયો હતો.આ બધા વચ્ચે મીત ભાન માં આવિયો અને બોલીયો આ શકય ન હોવું જોઈએ ખબર નહીં કેમ પણ મને લાગે છે રિજલ્ટ આપવા વાળા થી કઇંક ભૂલ થઈ છે હું એક ગણિત વિષય માં જ હોશિયાર છું.જો એને મને બધા માં નપાસ કરિયો હોત તો ચાલત પણ ગણિત માં તો હું નપાસ થઈ જ ના શકું.

કોઈ વાંધો નહીં મીત તું ફરીથી પેપર ખોલાવીને રી-ચેક કરાવી શકે છે ..!! રીયા એ મીતને આશ્વશન આપતા કહ્યું..

હા એ તો છે પણ જો એમાં પણ હું પાસ ના થયો તો ..?? મીત હવે ટેન્શન માં આવી રહ્યો હતો.

ભાઈ તું પાસ થઈ જઈશ મને વિશ્વાસ છે કારણકે ગણિત વિષય પર તારી સારી એવી પકડ છે..અમીત એ મીત ને કહ્યું..

હા હા સારું જોશું હવે જલ્દી થી તારું રિજલ્ટ જો ભાઈ...!!મીત એ અમીત અને રીયા ની સામે જોઈ ને કહ્યું..

હા બસ હવે એનું રિજલ્ટ જ ખોલું છું , અમીત આપ તારો સીટ નંબર..!!રીયા એ અમીત ને કહ્યું..

હા જો આ છે મારો સીટ નંબર...!!! અમીત એ રીયા ને સીટ નંબર આપ્યો.

              રિજલ્ટ ખૂલી રહ્યું હતું અને અમીત નું ટેન્શન વધી કહ્યું. હતું , કારણકે મીત ને ગણિત નું થોડું ઘણું આવડતું હતું છતાં પણ એ નાપાસ થયો જ્યારે પોતે તો પહેલાથી જ ગણિત માં નબળો છે હવે શું થશે અમીત ને તો બસ એનું જ ટેન્શન થઈ કહ્યું. હતું.

               રિજલ્ટ ખૂલીયું...અને બધા અમીત ની સામે જોવા લાગીયા અને અમીત રિજલ્ટ ને જોઈ રહિયો હતો , તેને રિજલ્ટ જોઈને વિશ્વાસ નહતો આવી રહિયો , કારણકે અમીત ફક્ત પાસ નહીં પરંતુ એને ૮૫% આવિયા હતા.બસ પછી શું હતું આખા રૂમ માં જાણે એકી સાથે આવજો આવવાના ચાલુ થઈ ગયા , અમીત ના પપ્પા , મમ્મી , રીયા અને મીત બધા એ અમીત ને ચારે બાજુ થી ઘેરી લીધો અને એને અભિનંદન આપવા લાગ્યા હતા.

       બધા લોકો આમાં વ્યસ્ત હતા ત્યારે મીત નો ફોન વાગીયો એટલે મીત થોડો બાજુ પર જઈને વાત કરવા લાગીયો જેવો મીત વાત કરીને અમીત પાસે આવિયો . ત્યારે અમીત એ જોયું કે મીત ના ચહેરા પર અજીબ જ ટેન્શન દેખાઈ કહ્યું. હતું.

એટલે આ જોઈને એને મીત ને પૂછ્યું શું થયું ભાઈ કોનો ફોન હતો...?? અમીત મીત ને જોઈ ને બોલ્યો.

ભાઈ આપના ક્લાસ નો રવિ છે ને એનો ફોન હતો ...!!મીત ને અમીત ને જોઈ ને કહ્યું..

હા હા ભાઈ રવિ એજ ને જેનો દરવખતે ક્લાસ માં બીજો નંબર આવે છે.એને કેટલા ટકા આવિયા ..?? મીત એ અમીત ને કહ્યું..

ભાઈ એનું છોડ , એને મને કહિયું કે ક્લાસ માં દરવખતે પ્રથમ આવનારી અદિતિ આ વખતે ગણિત વિષય માં નાપાસ થઈ છે....!!! મીત એ અમીત ને ચોકવતા કહ્યું.

                                                                              ( ક્રમશ...) 


તમે મારી આવનારી વાર્તાઓ અને તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook અને Instagram દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.

મારો કોન્ટેક્ટ નંબર છે 9978004143


Rate this content
Log in

More gujarati story from Rayththa Viral ( R V )

Similar gujarati story from Drama