ચાલાકી
ચાલાકી
એક જંગલ હતું. આ જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હતા. વાઘ, સિંહ, ચિત્તો દીપડો જેવા હિંસક પ્રાણીઓ તો વળી હરણ, હાથી, સસલું જેવા શાકાહારી પ્રાણીઓ પણ રહેતા હતા. બધા જ પ્રાણીઓ એકબીજા સાથે હળીમળીને પ્રેમથી રહેતા હતા. સિંહ તેમનો રાજા હતો. અને નટખટ નામનો વાંદરો તેમનો તેમનો મંત્રી હતો.
જંગલના પ્રાણીઓને પાણી પીવા માટે જંગલમાં એક જ તળાવ હતું. જંગલના બધા જ પ્રાણીઓ અ એક જ તળાવમાંથી પાણી પીતા હતા. હવે એક વખત એવું થયું, કે ચોમાસામાં બિલકુલ વરસાદ થયો નહિ. પરિણામે તળાવમાં નવા પાણીની આવક થઇ નહિ. વળી તડકો પણ પડતો હતો. એટલે દિવસે દિવસે તળાવનું પાણી ઓછું થતું જતું હતું. એમ કરતા કરતા તળાવનું પાણી બિલકુલ સુકાઈ ગયું. માત્ર એક નાનું ખાબોચિયું જ રહ્યું. તોય બધા પ્રાણીઓ હળીમળીને આ ખાબોચિયામાંથી જ પાણી પીતા હતા.
હવે એક વખત બપોરના સમયે એક હરણ આ ખાબોચિયામાં પાણી પીવા ગયું. તે જેવું પાણી પીવા ગયું, ત્યાં અચાનક એક ભયાનક અવાજ આવ્યો. હું...હું...હું..... આ સાંભળી હરણ તો ડરી ગયું. અને પાણી પીધા વગર જ ત્યાંથી પાછુ ચાલ્યું ગયું. એમ દરેક પરની સાથે આવું બનવા લાગ્યું. જયારે કોઈ પ્રાણી પાણી પીવા જાય ભૂતના જેવો અવાજ આવે. બધા ડરી જાય અને પાણી પીધા વગર જ પાછા આવી જાય. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. છેવટે પ્રાણીઓએ ભેગા મળી તેમના રાજા સિંહને ફરિયાદ કરી.
સિંહે આ બાબતે તપાસ કરવાનું કામ નટખટ વાંદરાને સોંપ્યું. નટખટ વાંદરો ખુબ જ બુદ્ધિશાળી હતો. તે જાતે તે ખાબોચિયામાં તપાસ કરવા ગયો. તેણી સાથે પણ એવું જ થયું. તે જેવો પાણી પીવા ગયો. હું...હું...હું... કરતો અવાજ આવ્યો. પણ નટખટ વાંદરો ખુબ જ ચતુર હતો. તે સમજી ગયો કે આ અવાજ કોઈ ભૂતનો ન હતો. પણ બીક કોઈ પરનીનો હતો. તેને પોતાનું મગજ દોડાવ્યું અને અવાજની દિશામાં તપાસ કરી.
અવાજ ખાબોચિયાની બાજુમાં એક ગુફામાંથી આવતો હતો. વાંદરાએ હિંમત કરી ગુફામાં જવાની તૈયારી કરી. તેને ગુફામાં જઈને જોયું તો ગુફામાં એક રીંછ સંતાઈને બેઠું હતું. અને તે આવા અવાજ કરી બધાને ડરવાતું હતું. નટખટ વાંદરો આખી હકીકત સમજી ગયો. પોતાને એકલાને જ ખાબોચિયાનું પાણી પીવા મળે એટલા માટે રીંછ આવા અવાજ કાઢી બધાને ડરાવતો હતો. નટખટ વાંદરો ગુફામાંથી બહાર આવ્યો. તેને રાજા સિંહને બધી વાત કરી. અને બધા પ્રાણીઓને લઈને ગુફા પાસે ગયો. ત્યાં જઈ ગુફામાં પથ્થર નાખ્યાં. પત્થર વાગવાથી રીંછ બહાર આવ્યું. તેની ચોરી પકડાઈ ગઈ. તે લાચાર પડી ગયું.
તેને એમ હતું કે સિંહ તેને સજા કરશે. પણ સિંહ ઉદાર હતો. તેમણે રીંછને પોતાની ભૂલ બદલ ઠપકો આપ્યો. અને બધાની માફી માંગવાનું કહ્યું. રીંછે પોતાની ભૂલ કબુલ કરી. અને બધાની માફી માગી. સિંહના કહેવાથી બધા પ્રાણીઓએ તેને માફ કરી દીધો.