STORYMIRROR

Sejal Chasiya

Drama Others

3  

Sejal Chasiya

Drama Others

બસ આપણે તો ખુશ

બસ આપણે તો ખુશ

1 min
197

હતી એકલવાયી આ જિંદગી મારી,

તારો સંગાથ શું મળ્યો ત્યાં,

બસ આપણે તો ખુશ.


મારૂ આ મકાન હતું વિરાણુ,

તે કુમકુમ પગલે ઘર બનાવ્યું ત્યાં,

બસ આપણે તો ખુશ.


મહેફિલો હતી એ સૂના સાગર કેરી,

તે એમા સૂર શું પુરાવ્યા ત્યાં,

બસ આપણે તો ખુશ.


જીવી હતી અત્યાર સુધી સપનાની જિંદગી,

તે સાત વચનોમાં બાંધી હકીકત બનાવી ત્યાં,

બસ આપણે તો ખુશ.


સૂનું હતું હૈયું આ તારા દસ્તાવેજ તણું,

તે એને કબજે લીધું ત્યાં,

બસ આપણે તો ખુશ.


પિપળા પાનખર સમી આ દશા હતી મારી,

તારા આગમને એમા વસંત શું ખિલાવી ત્યાં,

બસ આપણે તો ખુશ.


Rate this content
Log in

Similar gujarati story from Drama