બ્રાહ્મણ નું સપનું
બ્રાહ્મણ નું સપનું


એક નાનકડું ગામ હતું. તેમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આજુબાજુના ગામમાંથી ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતો. એક દિવસ ધનવાન ને ત્યાં લોટ માંગવા ગયો. તે લઇ ઘરે ગયો. અને હાંડી મૂકી ને સુઈ ગયો. અને સપનું જોવા લાગ્યો. એ સપનામાં એના મિત્રને કહે છે કે મને ખુબ જ લોટ મળ્યો છે, કે આ ગામમાં દુકાળ પડે તો એ સૌથી વધુ પૈસા આપે તેને વેચી દઈ શકું.એ પૈસા થી મારાં કપડા, બુટ અને ચશ્માં ખરીદીશ. અરે નાં હું તો બકરી લઈશ. એને સારું સારું ખવડાવીશ અને તેની સંભાળ રાખીશ. અને એને હું બજાર મા વેચીશ. એ પૈસા થી ગાય ખરીદીશ. એન હું દૂધ. દહીં, માખણ વેચીશ. એ પૈસાથી હું મીઠાઈની દુકાન લઈશ. અને સારા માણસો પાસેથી ભાવ વધારે લઈશ. આમ હું પૈસાદાર બનીશ.
શહેરમાં જેઈ કમાઈને પછી ગાડીમાં ફરશે. આમ ખુબ ધનવાન બની જાય છે. અને પરણવા માટે કોઈ રાજા પોતાની દીકરી માટે પૂછતો આવશે. પરણીને પાછા ગામડે જઈશું અને આ જૂની કહાની એને સંભળાવીશ. કે કે કેવી રીતે એ ધનવાન બન્યો. ત્યાં તો એના બે છોકરા આવી પહોંચ્યા. રવિવાર હતો એટલે કઈ કામ ન હોવાથી પોતાની વિદ્યા શીખવાડતો હતો. છોકરા ને બોલતા ન આવડ્યું એટલે સોટી ઉગામી. અને ત્યાતો સોટીનો વાર હાંડી પર થયો અને હાંડી ફૂટી ગઈ. બધો લોટ વેરાઈ ગયો. અને એ વિચારતો રહી ગયો હું ક્યાં રાજ મહેલ માંથી પાછો લોટમા બેસી પડ્યો..!
આ વાત પરથી શીખવું જોઈએ કે આપણે વાસ્તવિકતામાં જ જીવવું જોઈએ.