ભણેલી દીકરી
ભણેલી દીકરી


રામપુર નામના ગામમાં એક મંગુ નામની છોકરી રહેતી હતી. તે એની મા સાથે રહેતી હતી. એ ૮માં ધોરણ મા ભણતી. શાળાએથી આવી પછી લેસન કરવાં બેસી જતી. એને ભણવાની ધગશ હતી. મંગુની માં પર ઘર અને ખેતર એમ બેવડી જવાબદારી હતી. અને મંગુને પણ ઘરના કામ સોંપ્યાં કરતી. રોજ મંગુંના નિશાળે જવાના સમયે એ કોઈ ને કોઈ કામ સોંપી દેતી. મંગુ ભોળી એટલે ચિંધેલ કામ કરી દેતી. એ પછી શાળા એ જાય એટલે સૌથી છેલ્લી પહોંચે.
આ તો પછી રોજ નું થયું. આમ ચોમાસાના દિવસો શરુ થયા. મંગુને વરસાદમાં નિશાળે જવું ખુબ જ ગમે. પણ માએ કઈ દીધું હવે વાવણીનો સમય છે. નિશાળ ભૂલી જા. અને મંગુને બધું જ ઘરકામ સોંપી દીધું. મંગુ નિશાળનું નામ લે તો બીજા કામ ગણાવે. ઘણી રજાઓ થઇ ગઈ હોવાથી શાળામાંથી એના વર્ગ શિક્ષક કારણ પૂછવા આવ્યાં. તેનાં મમ્મી એ કહ્યું કે 'છોકરીની જાતને વળી ભણવું શું ?' શિક્ષિકાને ખુબ દુઃખ થયું. અને એક પુસ્તક બહાર કાઢ્યું અને માને 'સમજાવતા બોલ્યા આ ચિત્ર આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, ત્યારબાદ આ કલ્પના ચાવલા અને બીજા ઘણા ચિત્રોથી મહિલાને ભણતર મળવું જરૂરી છે એમ સમજાવ્યું. દીકરીને ભણાવવાથી સમાજને કેટલો ફાયદો થાય છે. એમ કહી પોતાનું ઉદાહરણ આપ્યું. આમ મંગુની માને વાત મગજમાં ઊંડે ઉતરી ગઈ. અને ભણતરનું મૂલ્ય સમજાયું.