બંધન - એક પ્રેમ કથા
બંધન - એક પ્રેમ કથા
ઠંડી રાત હતી એ દિવસની અને આંખો નિંદરથી ભરપુર એટલામાં ફોનની ઘંટડી રણકી, અવાજ સાંભળતા મુખ પર મારાં એક સ્મિત આવી ગયું. જૂના દિવસોને યાદ કરી હસી મજાકની ઘણી વાતો કરી હતી. ત્યાં ભાગતા સમયના કાંટા સાથે સૂરજના ઉગમણે મેં એને ફોન કર્યો, શુભેસ્છા પાઠવવા, એનો જન્મદિવસ હતો. ફોન કંઈક કારણોસર ઉપાડયો નહતો. ત્યાં થોડીવારમાં ફોન રણક્યો, ખુશીનો એ દિવસ હતો, કંઈક અલગ અને રોનકથી ભરપુર.
એ દિવસ બધા દિવસો કરતા અલગ જ હતો. વાતો પણ પ્રેમ, વ્હાલ અને કાળજીની હતી. એણે મને સાંજે મળવા બોલાવી હતી કેમ કે, એનો પહેલો જન્મદિવસ હતો જે એ ઘરે પોતાના વતનમાં મનાવાનો હતો, પણ, મારાં લગ્નની શરણાઈ વાગી રહી હતી. દિવસો નજીક હતાં, કંઈક કારણોસર હું જઈ શકું તેમ નહોતી. હું નહીં આવી શકું એમ કહેતાની સાથે મેં એને બળેવના દિવસે મળીશું હું રાખડી બાંધવા આવીશ આપણે સાથે જમીશું. એમ કહી એને વાયદો આપી મનાવી લીધો. એ માની ગયો પણ મને ક્યાં ખબર હતી એ મારી પહેલી બળેવ છેલ્લી હશે ? કામમાં દિવસ ઢળી ગયો. દુનીયા જાણે શાંત પડતી હતી. અંધકારમય વાતાવરણ થઇ રહ્યું હતું. હું પણ સૂવાની તૈયારી જ કરતી હતી ત્યાં ફરીથી ફોન રણક્યો...! કંઈ વાત થાય હું કંઈ બોલું એ પહેલાં તો સામેથી અવાજ આવ્યો, એ નથી રહ્યો. અક્સ્માતમાં એનું મોત થઈ ગયું છે. સાંભળતાની સાથે મારાં
હાથમાંથી ફોન પડી ગયો. મારા પગ લડથડાઈ ગયા, વાણી જાણે મારી છીનવાયી ગઈ. બસ, જાણે બધું અટકી ગયું. આંખ માથી અશ્રુની નદીઓ વહેતી રહી. એ દિવસ જ્યાં મારું દિલ કાચ નથી પણ તૂટી ગયું. મન કપડું નથી પણ, મેલા વિચારે ચડી ગયું, તું નથી તો હું એકલી હવે ?
બસ, આટલો જ વાયદો અને સાથ હતો ? મન માની નહોતું રહ્યું. હું મનને કઠણ કરી ભાગતી - રડતી એને જોવા ગઈ, ત્યાં રાતના ૨:૩૦ વાગ્યાના સુમારે હું એ કરૂણ દ્રશ્યો જોઈ કંઈક એવી તૂટી ગઈ જાણે મારી આત્મા નીકળી ગઈ. એ એનો જન્મદિવસ મૂર્ત્યુનો દિવસ બની ગયો. બધાં ખુશીઓમાં મિણબત્તી પ્રગટાવી પોતાના જીવનને પ્રકાશિત કરે ત્યાં એની જિંદગીમાં અંધકાર ફેલાઈ ગયેલો. આજે પણ એ દિવસ યાદ કરી આંખ ભીની થઈ જાય છે, નથી રહ્યો હવે એવો કોઈ સંબંધ મારો અને એનો જયાં રાંખડીના તાર એની રક્ષા કરે. જે રક્ષા કરે એ ધાગો હંમેશ માટે વિખરાઈ ગયો. માની લીધું એ દિવસે મેં કોઇ મારું પોતાનું ગુમાવીને કે દુનિયામાં કોઇ તમારું નથી. બસ, જે છે એ થોડા સમય માટે તમારા બનીને રહે છે. વાત મારી અને એની અધૂરી છે કેમ કે, કરેલો વાયદો મળવાનો હું પૂરો કરી શકી નથી. પણ એટલું કહીશ છેલ્લે કે તારા વગર જિંદગી અધૂરી તો નથી પણ, પૂરી પણ નથી. તારા વગર કંઈક હું પણ અધૂરી છું અને જિંદગી પણ...!
રાહ જોતી તારી વાહલી બહેન...