Rekha Bhatti

Inspirational Tragedy

3  

Rekha Bhatti

Inspirational Tragedy

બકરું કાઢતા ઊંટ પેઠું

બકરું કાઢતા ઊંટ પેઠું

2 mins
7.6K


શ્રુતિને તેના પ્રેમીને બદલે સંજોગાવસાત ઋષિ સાથે લગ્ન કરવા પડ્યા તેનું તેને દુઃખ હતું. તે પરિક્ષિતને ખુબ જ ચાહતી પણ સંજોગોએ સાથ ન આપ્યો. પરીક્ષિત સાથે ગાળેલી ક્ષણો તે યાદ કરતી અને તેનું મન પ્રફુલ્લતાથી ભરાઈ જતું. અવારનવાર તે ઋષિ અને પરીક્ષિતની સરખામણી મનોમન કરતી અને દરેક વખતે તેને પરીક્ષિત ચડિયાતો જ લાગતો. જોકે ઋષિને આ બાબતની કોઈ ખબર ન હતી પણ તેને એમ જરૂર લાગતું કે શ્રુતિ તેને મન મૂકીને પ્રેમ નથી કરતી જાણે એક સબંધ નિભાવતી હોય તેમ તેની બધી જ પ્રતિક્રિયાઓ ઋષિને ઉષ્મા વિહીન લગતી. પણ તેને થતું કે કદાચ આ જ તેનો સ્વભાવ છે તે ઘણું મન મનાવતો પણ તેને ક્યાંક તો કૈક ખૂટતું લાગતું જ.

જયારે શ્રુતિ પોતાના પિયર જતી ત્યારે પરીક્ષિતને અચૂક મળતી. શ્રુતિ તેની જીગરી સહેલી કોમલને એમ પણ કહી ચુકી હતી કે ક્યાં પરીક્ષિત અને ક્યાં ઋષિ ? મારા તો ભાગ્ય જ ફૂટી ગયા કે મારે ઋષિ સાથે લગ્ન કરવા પડ્યા. વાત કરતા કરતા તેની આંખોમાંથી આંસુ ઓ ની ધારા વહી નીકળતી.

પણ એક વખત જયારે તે પોતાને પિયર ગઈ અને પોતાની સહેલીને મળી ત્યારે તેની સહેલીએ તેને જે સમાચાર આપ્યા તે સાંભળીને તે અવાચક થઇ ગઈ. તેની સહેલી પરીક્ષિત સાથે લગ્ન કરી રહી હતી. આ સમાચાર સાંભળીને ખુશ થવું કે ઉદાસ તે શ્રુતિ નક્કી ન કરી શકી. આખરે આ લગ્ન લેવાઈ ગયા. શ્રુતિની યોજના મુજબ પરીક્ષિતે પોતાની બદલી ઋષિના ગામમાં કરાવી લીધી. ચારેય અવારનવાર મળતા અને સાથે જ મઝા કરતા. યોજના મુજબ ધીમે ધીમે વાત આગળ વધી રહી હતી. ઋષિને પણ ઘણી વાર શક જતો કે શ્રુતિની સહેલી પોતાની સાથે કૈક વધારે છૂટછાટ લેય છે પણ તે જુનવાણી વિચારો નો ન હતો. અને છેવટે જયારે એક દિવસ ધીમેથી બધી જ વાતનો ખુલાસો ઋષિ પાસે થયો ત્યારે પહેલા તો તે ચોંકી ગયો પણ તેને પહેલેથી જ લાગતું હતું કે શ્રુતિના પ્રેમમાં કૈક ખોટ છે. છેવટે બે છૂટાછેડા અને બે પુનર્લગ્ન થયા. શ્રુતિ પરીક્ષિત સાથે અને ઋષિ કોમલ સાથે પરણ્યા.

સમય વીતતો ગયો પરીક્ષિતનો સ્વભાવ ઋષિ જેવો સારો ન હતો તે વાતની અનુભૂતિ ધીમે ધીમે શ્રુતિને થવા લાગી. વાત ધીમે ધીમે પરીક્ષિત અને શ્રુતિના ઝઘડાથી વધીને મારામારી સુધી પહોંચી ગઈ અને એક દિવસ કોર્ટમાં છુટા છેડાનો કેસ દાખલ થઇ ગયો. બંને પક્ષયો સહમત હોવાથી છુટા છેડા પણ થઇ ગયા. શ્રુતિ બબડતી હતી આતો બકરું કાઢતા ઊંટ પેઠું પણ તેને સાંભળવા વાળું ત્યાં કોઈ ન હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational