ભણવાનું લક્ષ્ય
ભણવાનું લક્ષ્ય
કાનપુર નામનું એક નાનકડું ગમ હતું. ત્યાં એક તૂટેલી ફૂટેલી ઝુંપડીમાં એક સ્ત્રી અને તેનો દીકરો મનોજ રહેતા હતા. તેઓ ખુબ જ ગરીબ હતા. પાસે પૈસા ન હોવાથી ઘણીવાર તો એમને ભૂખ્યા પણ રહેવું પડતું હતું. તેમની પાસે પૂરતા કપડા પણ પહેરવા માટે ન હતા. મનોજની મા બીજાના ઘરે કામ કરવા જતી. તેમાંથી જે પૈસા મળે તેમાંથી તેમના ઘરનું ગુજરાન અને મનોજનું ભણવાનું ચાલતું હતું.
મનોજ આઠમા ધોરણમાં ભણતો હતો. તે ફાટેલા તૂટેલા કપડા પહેરીને નીશાળ ભણવા જતો. તેને ખુબ શરમ આવતી. શાળા છોકરાઓ તેની ખુબ મજાક ઉડાવતા હતા. એકવાર શાળામાં રીસેસ દરમ્યાન બધા બાળકો પોતાનો નાસ્તો કરતા હોય છે, જયારે મનોજ એકબાજુ ખૂણામાં બેસીને રડતો હોય છે. શાળાના એક શિક્ષક આ જુવે છે.
બીજા દિવસે શિક્ષક શાળામાં મનોજના વર્ગના બધા બાળકોને મનોજ સાથે દોસ્તી કરવાનું કહે છે. પરંતુ કોઈ મનોજની દોસ્તી કરવા તૈયાર થતું નથી. શિક્ષક મનોજને હિંમત આપતા કહે છે, ‘મનોજ, તું નિરાશ ના થઈશ. તું ભણવામાં હોશિયાર છે, એટલે ભણવામાં ધ્યાન આપ. એક દિવસ તારી જિંદગી બની જશે.
શાળા છૂટતી વખતે મનોજને એક છોકરા સાથે ઝઘડો થઇ જાય છે. એ છોકરો મનોજને ધક્કો મારીને નીચે પડી દે છે. તેનું અપમાન કરે છે. મનોજ રડતો રડતો ઘરે જાય છે. તેણે રડતો જોઈને મનોજની માતા ખુબ જ દુખી થઇ જાય છે. મનોજ પોતાની માને બધી જ વાત કરે છે. અને કહે છે કે, ‘હું હવે નીશાળ નહિ જાઉં, ત્યાં બધા મને ખુબ હેરાન કરે છે અને ચીડાવે છે.’ એની મા એને ખુબ જ હિંમત આપે છે અને સમજાવે છે, ‘જો બેટા તું નીશાળ ન અહીં જાય અને ભણીશ નહિ, તો મારી જેમ તારે પણ આખી જિંદગી ગરીબ રહેવું પડશે અને મજુરી કરવી પડશે. હું નથી ઈચ્છતી કે તું પણ મારી જેમ આખી જિંદગી મજુરી કરે.’
આ સાંભળી મનોજ માની જાય છે અને નીશાળ જવા માટે રાજી થાય છે. એમ કરતા શાળામાં પરીક્ષા આવે છે. જયારે પરીક્ષા પૂર્ણ થાય છે ત્યારે શિક્ષક વર્ગમાં બધા બાળકોને તેમના પરિણામ આપે છે. ત્યારે મનોજ આખી શાળામાં પ્રથમ નંબરે આવે છે. બધા બાળકોને નવાઈ લાગી આ મનોજને પહેલો નંબર કેવી રીતે આવ્યો ? ત્યારે શિક્ષકે બધા બાળકોને સમજાવ્યું કે ‘ભલે મનોજ ગરીબ છે,પણ ભણવામાં ખુબ હોંશિયાર છે. જો તમે એની સાથે મિત્રતા કારી હોત તો એની પાસેથી શીખીને તમે પણ તેની જેમ હોંશિયાર બની જાત.’ આ સાંભળી બધા બાળકોને પોતાની ભૂલ સમજાઈ. અને બધા ભેગા મળીને મનોજ સાથે મિત્રતા કરે છે.
