ભણતરનું મહત્વ
ભણતરનું મહત્વ
એક ગામ હતું. ગામ ખુબ જ સુંદર અને સ્વચ્છ હતું. તેમાં એક પ્રાથમિક શાળા હતી. જ્યાં ગામના બાળકો ભણવા જતાં હતાં. ગામની શાળામાં ઘણા છોકરાઓ ભણતા હતાં. છોકરીઓ ઘણી ઓછું ભણતી હતી.
આ જ ગામની શાળમાં એક નિકીતા કરીને દીકરી ભણતી હતી. તે ભણવામાં ખુબ જ હોંશિયાર હતી. તેના પરિવારમાં તેના મા-બાપ અને બીજી બે બહેનો હતી. રીન્કલ અને નયતા. રીન્કલ અને નયતા મોટી હતી. પણ તે ભણવા માટે આવતી નહિ. તેમના મા-બાપ તેમને ઘરે ખેતીના કામકાજ માટે રોકી રાખતા હતાં. નિકીતા તેમની બહેનોને ખુબ સમજાવતી કે આજે ભણવાનો જમાનો છે. ભણશો નહિ તો ચાલશે નહિ.
પણ રીન્કલ માનતી નહિ.
એક દિવસ નિકીતાએ આ વાત તેની વર્ગ શિક્ષિકા બહેનને જણાવી. બહેન ખુબ લાગણીવાળા હતાં. તેમણે બંનેને શાળામાં મળવા માટે બોલાવ્યા. અને પૂછ્યું. તમારી બહેન નિકીતા રોજ ભણવા આવે છે. તમે બે બહેનો કેમ ભ
ણવા નથી આવતી. ત્યારે રીન્કલે કહ્યું, ‘બહેન અમારે પણ ભણવું છે. પણ મારા મા-બાપ ખેતીનું કામ કરે છે. એટલે અમારે ઘરે ઘરના કામ અને નાના ભાઈને સાચવવા રહેવું પડે એટલે શિક્ષિકા બહેને કહ્યું. સારું આજે સાંજે હું તમારા ઘરે તમારા મા-બાપને મળવા આવીશ.
સાંજ પડી એટલે શિક્ષિકાબહેન નિકીતાના ઘરે ગયા. ટેનમાં મા-બાપને પોતાની પાસે બેસાડી દીકરીના ભણતરનું મહત્વ સમજાવ્યું. ભણેલી દીકરી બે ઘરને સુધારે છે. વળી સરકાર નાના બાળકો માટે આંગણવાડી ખોલે છે. તમે નિકીતાના નાના ભાઈને આંગણવાડીમાં મૂકી શકો છો. આજે તો દીકરીઓ ભણી ગણી ખુબ જ હોંશિયાર બને છે. રાજકારણ અને આર્મીમાં પણ દીકરી જાય છે.
શિક્ષિકાબહેનની વાત નિકીતાના મા-બાપને બરાબર સમજાઈ ગઈ. તેમણે પોતાની ભૂલ કબુલ કરી. અને બીજા દિવસથી જ નિકીતાની બહેન રીન્કલ અને નાયતાને પણ શાળાએ ભણવા મોકલવાની ખાતરી આપી.