દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy

3.8  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy

ભમ ખીચડી

ભમ ખીચડી

1 min
165


વાઇફની તબિયત સારી નહીં. આપણ ને પણ પાછું પિનાકિન ભાઈની જેમ ખાવા બનાવવાનો શોખ ખરો. મજા લઈએ. ઘણી પત્નીઓને આ શોખ ના ગમે. જો પતિને આવડતું હોય જમવાનું બનાવતા તો એ એડવાઈઝ વધારે આપે..જ્યારે પત્ની બનાવતી હોય ત્યારે. એવું મારી વાઇફનું માનવું છે. બાકી બીજાનું ખબર નહીં.

તો એ દિવસે મે મૂકી ખીચડી. ઢીલી બનાવવી હતી તો પાણી નાખ્યું દે ઠોક. થોડા બટાકા ડુંગળી આદુ લસણની પેસ્ટ..સિંગ દાણા. અને બીજા મસાલા ..સાથે મીઠું અને હળદર. કશું બાકી રહી ગયું હોય તો પૂછી લેવું. બાકી મે બધું નાખ્યું હતું.

અને વાસ્યું કૂકર. સાલી દસ મિનિટ થઈ સિટી જ ના વાગે..આપણને એમ કે વાગશે હમણાં. બીજી દસ મિનિટ હજુ વાગી નહીં.

બાકી બધા પતિઓને ભલે ખાવા બનાવતા ના આવડે સિટી ગણતા તો લગનના દસ દા'ડામાં આવડી જાય. તમને શિખવાડી જ દે. સાલું સિટી જ ના વાગે. એટલામાં તો ભમ થઈને અવાજ થયો ..આપણી મૂકેલી ખીચડી આખા રસોડાએ ચાખી. કૂકર ફાટ્યું. ભમ થઈને અવાજ આવ્યો. ફૂકીનું ઢાકનું ભમ દઈને પંખે અથડાઈ નીચે પડ્યું. આપણે બાકી બારની રૂમમાં હતા. મેચ જોતા હતા..રોહિત શર્મા એ બચાવ્યા એવું કહી શકો.

બીજો એક કલાક થયો ખીચડી સાફ કરતા ..એતો ભલું થાય ઝોમેટોનું કે મારી આબરૂ બચાવી.

બાકી એ ભમ ખીચડી હજુ પણ યાદ આવે. .હજુ ક્યારેક જ્યારે ખીચડી મૂકું ત્યારે માં માં થાય કે આજે ક્યાંક ભમ ખીચડી તો નહીં બને ને !


Rate this content
Log in

Similar gujarati story from Comedy