દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy

અમારા ગોમની જૂની વાતો

અમારા ગોમની જૂની વાતો

2 mins
254


અમારું ગોમડું વાસદ. ચરોતરિયું અને ચરોતર એટલે તમાકુની ખરીઓ. ઓમ તો વાસદ વખણાય તુવેર દાળ માટે અંગુર લઈ લો કે લક્ષ્મી લો કે લો ડબલ ઝંડા બધી વાસદની. મને હા જો કોઈ દિવસ છુક છુક ગાડીમાં ચણાની દાળ ખાધી હોયને ટેસડો પડ્યા હોય તો એય વાસદની. આજે તો સુધરી ગ્યું વાસદ પણ તીસ વરસ પહેલાં પૂરેપૂરું ગોમડુ. વસ્તી સારી એવી છૂટી છવાઈ સોસાયટીઓ પચાગરની સોસાયટીઓ એમાં એક સોસાયટી અમારી વસુધા સોસાયટી.

આ જૂની વાત છે. ભર શિયાળો જામ્યો હતો. એમાં સોસાયટીમાં એકાદ ઘરમાં તાળા તૂટ્યા. ચોરે લૂંટ્યા એ વખતે એવું બને કે જ્યારે ચોરી થાય ત્યારે મીટીંગો થાય ને રોન ફરવાનું નક્કી થાય. રોન ફરવા માટે ટીમો બને. બધાને ટીમમાં રેવાનું ગમે. કેમ કે રાતે પાછી જે ટીમનો વારો હોય એમાંપૈસા ઉઘરાવી પાર્ટીઓ થાય. ચા બને, ભજીયા બને. પાર્ટીઓ કરવા રોન ફરે. પણ ચોર પકડવા નઈ.

એમાં એક દિવસ આવી રીતે રોન ફરતા તા. અમારી ઘેર ભજીયાનો પોગ્રામ ચાલે ને હું જાગેલો. ત્યારે દસમાં ધોરણમાં ભણતો હોઈશ. એમાં થયું એવું કે રાતે લાઈટ ગઈ ને બધા સાવધ થઈ આટો મારવા નિકડ્યા. એમાં એક જણ ને કોઈ સાલ પેરેલું આવતું દેખાયું. બધાએ પથ્થર હાથ લઈ ને બુમો પાડી. કોણ કોણ.સામેથી જવાબ આવે 'હું છું... હું છું..'. એક બે જણની ફાટી બી ખરી આતો સામે આવે છે. દે ઠોક દૂર થી પથરા માર્યા. પેલા ભાઈ સામે બુમો પડે, 'હું છું.હું .છું લા..' પેલા ભાઈ બેખૌફ સામે આવે ને રોન વાળી ટીમ ભાગે.

એટલામાં લાઈટ આવી. સેવક ભાઈ નીકળ્યા. ભાઈ ને ભજીયા બઉ ભાવે રોનનો વારો નહોતો તોય ભજીયા ખાવા આવ્યા હતા. ત્યાંથી નક્કી થયું રોનનો વારો ન હોય તો કોઈ એ નીકળવું નઈ અને નીકળે તો કોઈ પૂછે તો નામ બોલવું, 'હું..છું.હું..છું ..નઈ કહેવું.'

સેવક ભાઈને બે ત્રણ પથરા લમણા માં પડેલા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy