Urmi Vala

Drama

3  

Urmi Vala

Drama

બારી બહાર

બારી બહાર

2 mins
261


સંધ્યાનું ટાણું છે. સૂરજ ડૂબવાની વાર છે. ઓસરીમાં જાણે પીળું સોનું પથરાયું છે. આકાશે પણ તેનો રંગ બદલ્યો છે.

આથમતી સાંજને રંગનો સાથ,

સોનેરી કિરણો પંખીનો કલરવ.

ઘરમાં બધા સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત છે. શેરીમાં હોળી પ્રગટાવવાની તૈયારીઓ શરૂ છે. લોકો શેરીમાં ઢંઢેરો ટીપે છે અને હોળીના ગીતો ગાય છે. ઓસરીમાં હિંડોળે બેઠેલી 22 વર્ષની કન્યા પણ ગીત ગણગણવાનું શરૂ કરે છે. ' મૂઈ ચૂપ રહે તું ત્યકતા છો ! તને આવા ગીત અને વર્તન ન શોભે. 'રસોડામાંથી બૂમ આવે છે. ઓસરીમાં બેઠેલી 80 વર્ષની દાદી બોલે છે. અવની,ગીત ગા બેટા. છોકરાના નસીબ ફૂટેલા કે મારી હીરા જેવી દીકરીની પરખ ન કરી. વિલાયતની છોકરી સાથે ગયો. આટલું સાંભળતા જ અવનીને તેના દિવસો યાદ આવ્યા છે.

અતીતના અંધકારમાં ખોવાઈ જાય છે. યૌવન જાણે ફાગણના કેસૂડા સમાન ખીલ્યું હતું. સાસરીમાં પહેલો તહેવાર છે. પ્રેમના રંગનો આ તહેવાર છે. સોળે સજી શણગાર,નવવધુના પરિધાનમાં સજ્જ અવની રસોઈ ઘરમાં રસોઈ કરે છે. મન તો બહાર રંગોમાં રમવાનું છે પણ, પરણેલી સ્ત્રી અનેક સપનાઓ દબાવીને બેસી જાય છે તેમ અવની પણ ચૂપ છે. મન તો છે પોતાના પતિના હાથે સિંદૂર લગાડીને તહેવારને વધાવી લઉં. પણ સાસુના મ્હેણાં, સસરાની આબરૂ, નણંદનો વટ્ટ અને ભરથારનો ઘમંડ. અવનીના સપનાંને ચકનાચૂર કરી નાખે છે. આખો પરિવાર રંગોની મહેફિલ માણે છે. બસ, ઘરની વહુ બિચારી બનીને રસોઈ કરતી ઘરની બારીમાંથી દ્રશ્ય જુએ છે. આંખોમાં આસુંડાની ધાર સાથે કુકરની સીટી વગાડતી જાય છે. એકબાજુ ભાત ચડવાની રાહ જુએ છે અને બીજી બાજુ લોટ બાંધતી જાય છે. રંગનો અડધો દિવસ પસાર થયા છતાં હજી અવનીને કોઈ રંગ લગાડતું નથી. પિતાના ઘરની રાજકુમારીને આજે પારકી બન્યાંનો અહેસાસ થાય છે.

 "દીકરા શું વિચારે છો ?" દાદી બોલે છે. અવની જાણે ભર ઊંઘમાંથી જાગી હોય તેમ અચાનક ભાનમાં આવે છે. દાદી જમાનાના પારખું છે,તે બધી વાત સમજી જાય છે. સ્મિત સાથે અવનીને કહે છે" સૌ સારાંવાનાં થઈ જાશે. બીજા દિવસની સવારે દરેક સભ્યો ઘરમાં છે. ઘરની દીકરી ત્યકતા છે એટલે કોણ રંગથી રમે ? તહેવાર જાણે શ્રાપ બન્યો છે. અચાનક જ ખિડકીનો અવાજ આવે છે. કોણ છે ભાઈ ? અવનીના પિતા પૂછે છે. આવું પૂછતાંની સાથે જ કાનો ઓસરી તરફ ચાલે છે. સૌની નજર કાના તરફ છે પણ કાનાની નજર અવની સામે છે. કાનાને જાણે અવનીના ગાલને સ્પર્શવા બહાનું મળ્યું એમ બન્ને હાથથી અવનીના ગાલને રંગે એ પહેલાં અવનીના વર્ષોથી સૂના સેંથાને લાલ રંગથી ભરી દે છે.


Rate this content
Log in

More gujarati story from Urmi Vala

Similar gujarati story from Drama