બાળપણની ઈચ્છા
બાળપણની ઈચ્છા


નરેન્દ્રના પિતાની ઈચ્છા તો તેમને પોતાના જેવા બાહોશ વકીલ બનાવવાની જ હતી. પરંતુ ઈશ્વરની ઈચ્છા કંઇક જુદી જ હતી. નરેન્દ્રની બી.એ.પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ અવસાન થયું. પિતાના અચાનક અવસાનથી નરેન્દ્રના પરિવાર પર અંધારી આફત આવી પડી. નરેન્દ્ર સૌથી મોટા હતા. એટલે ઘરની સઘળી જવાબદારી નરેન્દ્ર પર આવી પડી.
પિતાનો સ્વભાવ ઉદાર હોવાથી ખાસ કોઈ બચત થઇ ન હતી. અનેક સગાઓ તેમના આશ્રયે રહેતા હતા. પરંતુ પિતાના અવસાન પછી તેમાંથી કોઈ સગા મદદ માટે આગળ આવ્યા નહિ. ઉલટાનું તેમના પિતાના ઘર પર પોતાના હકનો દાવો માંડ્યો. એટલે ઘરની આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી ગઈ. એટલે સુધી કે ખાવાના પણ સાંસા પાડવા લાગ્યા.
આવી વિકટ પરિસ્થિતિમાં પણ નરેન્દ્ર હાર્યા નહિ. તેમણે બી.એ.ના રીઝલ્ટ પછી એલ.એલ.બી
નો અભ્યાસ શરુ કર્યો. અભ્યાસની સાથે સાથે તે નોકરી પણ શોધવા લાગ્યા. હાથમાં અરજી સાથે તેઓ ધોમ ધખતા તાપમાં એક ઓફિસથી બીજી ઓફીસ ધક્કા ખાવા લાગ્યા. પણ ક્યાંય નોકરી મળતી નહિ.
સમય જતા તેમને જીવનની કઠોર વાસ્તવિકતાના દર્શન થવા લાગ્યા. તે સવારે ઉઠી ઘરની સ્થિતિ જોઈ લેતા. એમ લાગે કે આજે કુટુંબના બધા સભ્યોને જમવાનું પહોંચે તેમ નથી. ત્યારે તેઓ ‘આજે મારે બહાર જમવાનું નોતરું છે.’ તેમ કહી ભૂખ્યા જ બહાર ચાલ્યા જતા. ઘણીવાર તો ઉપવાસ કરી લેતા. તેઓ જીવનનો મોટો સમય વિપત્તિ અને સંઘર્ષોમાં ઘસડાતા રહ્યા. સ્વજનો અને સ્નેહીજનોને ભૂખે મરતા જોયા છે.
પણ જે કસોટીઓ અને આફતોમાંથી પસાર થાય છે. તે જ સમય જતા મહાન બને છે. આમ સ્વામીના જીવનમાંથી સંઘર્ષો અને મુસીબતો સામે લડવાની પ્રેરણા મળે છે.