Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

બાળમાતા !

બાળમાતા !

3 mins
14.7K


‘મૉમ, આઈ કેન નોટ સ્લીપ…’ લેખાએ એની મમ્મી રૂપાનો બેડરુમનો ડોર ખખડાવ્યો..

’ઓકે બેટી, કામ ટૂ માય રૂમ ડૂર ઈસ ઓપન'( બેટી,રુમ ખુલ્લોજ છે, અંદર આવતી રહે).

’થેંક યુ મોમ, આઈ લવ યુ મોમ..(આભાર મમ્મી..તું મને બહું ગમે છે).’મૉમ, એક પ્રશ્ન પુછું ? મારા ડેડ ક્યાં છે ?’

‘બેટી,મને ખબરજ છે કે તું આ પ્રશ્ન પુછવાની છે અને વર્ષોથી આજ પ્રશ્ન પુછતી આવી છો. હવે બેટી તું તેર વર્ષની થઈ, તારી પાસે કોઈ વાત છુપાવાનો અર્થ નથી. તારે જન્મ આપનાર પિતા છે. પાલનહાર કે લાડલડાવનાર પિતાજી નથી.'

'મોમ, હાઉ કમ ?( એ કેવી રીતે?)..

'બેટી, તેર વર્ષ પહેલાંની વાત છે. હું માત્ર તારી ઉંમરની હતી. મારા મધર-ફાધર બન્નેને પોતાનો કન્વીનન્સ સ્ટોર હતો. એમનો સ્ટોર પરથી આવવાનો કોઈ સમય નક્કી ના હોય અને તે દિવસે શિકાગોમાં ભારે સ્નો પડ્યો હતો, રસ્તાઓ બંધ હતાં, ટ્રાફીક ચારે બાજું જામ અને હું ઘેર એકલી હતી. મારી મૉમનો ફોન આવ્યો :

’બેટી સ્નો બહું પડે છે અને અમુક રસ્તાઓ બંધ છે એટલ ઘેર આવતા બે થી ત્રણ કલાક નિકળી જશે. તો તું તારી રીતે જમીને સુઈ જજે. બધા બારી બારણાં બંધ કરી દેજે.' ઘરમાં બોર થઈ ગઈ !શું કરૂ ? અમારા પડોશમાં રહેતાં રૉબર્ટને મેં ફોન કર્યો..કહ્યું

’( હું બોર થાવ છું. મારી મમ્મી અને પપ્પા લાબાં સમય સુધી આવવાના નથી.' રોબર્ટ મારી કલાસમાં સાથે હતો. એ આવ્યો. થોડી વાતો થઈ, સાથે કોમ્પુટર ગેઈમ રમ્યા. પણ એજ સાંજે મેં એક ભુલ કરી. જે ટીન-એઈજ(Teen age)છોકરા કરતાં હોય છે.'

’મોમ !’

'યસ બેટી, મેં મમ્મી અને પપ્પા લડશે એ બીકે એમને મેં કશું કીધું નહીં. ત્રણ મહિના ચાલ્યા ગયાં. મેં રૉબર્ટને કહ્યું..મમ્મીની ગેર-હાજરીમાં ઘેર બેઠાં યુરીન-ટેસ્ટ કર્યો. ”પોઝીટીવ”.

’લેખા યુ આર પ્રેગ્નેટ !(લેખા તને બેબી આવવાની છે) હું પોક મુકી રડી પડી. હવે શું ? મારું શરીર હેવી હતું તેથી શરીર પરથી કોઈ કહી ના શકે કે આઈ વોસ પ્રેગ્નેટ. મેં બીતા બીતા મમ્મીને કહ્યું.

’મોમ આઈ એમ પ્રેગ્ને’..’

'વોટ ડીડ યુ સેય, આર યુ ક્રેઝી ? (તું શું કહે છે ?ગાંડી થઈ છો? હું માનતી નથી)..’મમ્મીએ મને લડી કાઢી. પણ મને ગળે લગાડી, મેં બધી હકીકત કહીં.

’મોમ, યોર મોમ ઈસ ગ્રેટ(‘મમ્મી, તારી મમ્મી મહાન કહેવાય’)..લેખા વચ્ચે બોલી..

‘યસ બેટી, મારી મમ્મી બહુજ સમજું અને પ્રેમાળ છે. એકજ વાતમાં એ જક્કી અને ધર્મ-ચુસ્ત છે..સ્કુલ અને એક બે નજીકના અંકલે કહ્યું કે આટલી નાની ઉંમરે બેબી ન રખાય.એબોરશન કરાવી લો ! નહી તો છોકરીની લાઈફ બગડી જશે. આપણાં સમાજમાં એને કોઈ સ્વિકારશે નહી. પણ મમ્મી મક્ક્મ હતી કે હું એબૉરશનમાં માનતી નથી. જીવ હત્યામાં માનતી નથી. જે કપરી પરિસ્થિતિ આવશે એનો સામનો હું કરી લઈશ અને હું બાળ-માતા બની ! બેટી મારે પણ ઘણી પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો. હું હાઈસ્કુલમાં હતી, પ્રિન્સીપલ અને ટીચરે મને ઘણી મદદ કરી. તબિયતને કારણે સ્કૂલે વહેલી મોડી જાવતો એ ચલાવી લેતા. તેમજ મને કૉન્સીલર આપવામાં આવતા જે મને મારી પરિસ્થિતીની ઉંડી સમજ આપતાં.

’મૉમ, તે એબોરશન કરાવ્યું હોત તો હું આ દુનિયામાં નહોત !”

'સાચી વાત છે બેટી..પણ મારે ઘણીજ સામાજીક, પર્સનલ,વ્યવારિક સ્થિતીનો સામનો કરવો પડ્યો. મારી મમ્મી-પપ્પાએ આપણાં સમાજમાં મારા લગ્ન બાબતમાં સગા-સંબંધીઓને કહ્યું પણ કોઈ મને સ્વીકારવા જ તૈયાર નહી. માત્ર મીઠી, મીઠી વાતો.

’ચિંતા કરતા નહી બધું જ ઠેકાણે પડી જશે. તમારી દિકરીને કોઈ સારું પાત્ર મળી જશે !’

'બેટી હું ભણી..સોસ્યોલોજીમાં માસ્ટર કર્યું. ટીચર બની, સૉસીયલ વર્કર તરીકે “ટીનેજ પ્રેગનેન્સી એવરનેસ” સમજ આપું છું. ક્લાસ તેમજ જુદી જુદી સ્કૂલમાં જઈ ટીન-એઈજ બાળા સાથે બેસી આ વાતો ઉંડાણમાં સમજાવું છું.

‘બેટી ! રાત્રીના બાર વાગી ગયા છે..લેટ્સ સ્લીપ !' લેખા મમ્મીને ગળે વળગી બોલી.

'મૉમ! યુ આર ગ્રેટ! આઈ ડોન્ટ નીડ અ ડેડ. આઈ ડોન્ટ નીડ તો નો, હુ ઈસ માય ડેડ !( મૉમ, તું મહાન છે. મારે કોઈ પિતાની જરુર નથી..મારો પિતા કોણ છે એ મારે જાણવાની ઈચ્છા પણ નથી) યુ આર માય એન્જલ (તું જ મારી ભગવાન છો !). મા-દિકરી બન્ને એક બીજાને વળગી પડ્યાં, નિદ્રા-દેવી પણ ખુશ થઈ બન્નેને પોતાની બાહુંમાં લઈ લીધા !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational