અતી લોભી શિયાળ
અતી લોભી શિયાળ
કોઈ એક વનપ્રદેશમાં એક ભીલ રહેતો હતો.
એક દિવસ તે શિકાર કરતો હતો. આખો દિવસ જંગલમાં રખડવા છતાં તેને કોઈ શિકાર મળ્યો નહિ. છેવટે તેને એક હરણ ઝાડીમાં ફસાયેલું જોયું. ભીલે એક જ બાણ મારીને હરણને મારી નાખ્યું. તે પાછું ફર્યો.
ભીલ પોતાના ઘર તરફ પાછો આવી રહ્યો હતો. એટલામાં તેને એક હુષ્ટપુષ્ટ શરીરવાળા ડુક્કરને રસ્તામાં ઉભેલું જોયું. તેને ડુક્કરનો શિકાર કરવાની ગણતરીથી ઉપાડેલું હરણ નીચે મૂકી દીધું અને પોતાનું તીર જોરથી ડુક્કર તરફ છોડ્યું. તીર તે ડુક્કરને સચોટ રીતે વાગ્યું. પણ ડુક્કર મર્યું નહિ. ઉપરથી તીરથી ઘાયલ થઈ ક્રોધે ભરાયેલાએ ભીલ પર હુમલો કર્યો. તેને પોતાના અણીદાર દાંત વડે ભીલનું પેટ ચીરી નાખ્યું. ભીલ ત્યાને ત્યાં જ મરી ગયો. અને ભીલના તીરથી ઘાયલ થયેલું ડુક્કર પણ થોડીવાર પછી ત્યાં જ મરી ગયું.
આ સમયે તે ઝાડીમાં એક મોટો સાપ રહેતો હતો. જયારે ભીલ અને ડુક્કર વચ્ચે સંઘર્ષ થયો ત્યારે તે સાપ પણ ત્યાંથી પસાર થતો હતો. મારતા મારતા તે ડુક્કર આ સપના શરીર પર પડ્યું. એટલે સાપ પણ તેમની નીચે આવીને ચગદીને મરી ગયો. આમ જંગલમાં એક સાથે ચાર મૃત દેહ પડ્યા હતાં. ભીલ, હરણ, ડુક્કર અને સાપ.એવામાં એક શિયાળ આ જંગલમાં ખોરાકની શોધમાં ભટકતું ભટકતું ત્યાં આવી ગયું. તેને જંગલમાં એક સાથે ચાર મૃતદેહ પડેલા જોયા. એક સાથે આટલો બધો ખોરાક જોઈને શિયાળ તો રાજી રાજી થઈ ગયું. તેને મનમાં થયું ‘ખરેખર હું આજે સારા શુકન જોઈને ઘરેથ
ી નીકળ્યો છું એટલે મને વગર મહેનત તે આટલું બધું ભોજન એક જ જગ્યાએ મળી ગયું.
તે ગણતરી કરવા લાગ્યું. આ તગડા ડુક્કરનુ ભોજન તો મારે બે મહિના સુધી ચાલશે, પેલા હરણું ભોજન પણ એક મહિના સુધી ચાલશે. આ ભીલ અને સાપ તો વળી વધારામાં. હું ખરેખર નસીબદાર છું કે મને સાથે આટલું બધું ભોજન મળી ગયું. તે પણ કોઈ જાતની મહેનત વગર.
પણ આ શિયાળ ખુબ જ લોભી અને કંજૂસ હતું. મને ભલે આટલું બધું ભોજન મળ્યું પણ રોજ થોડુંક થોડુંક જ ખાઇશ. જેથી મારે આ ભોજન ઘણા દિવસો સુધી ચાલશે. એટલામાં તેની નજર ભીલના ધનુષ પર પડી, ધનુષની પણછ પણ તંગ રીતે બાંધેલી જ હતી. પનછ્ની દોરી પ્રાણીના અંતર્દાની સ્નાયુઓની બનેલી હતી. શિયાળે વિચાર કર્યો કે આજનો દિવસતો હું આ પનછ્ની દોરી ખાઈને જ કાઢીશ. તેને શું કામ નકામી જવા દેવી. આમ વિચારી શિયાળ પનછ્ની દોરી કાપવા લાગ્યું. અચાનક જ તંગ બાંધેલા પનછ્ની દોરી તૂટી. અને ધનીશનો અણીદાર એક છેડો શિયાળના મોનું ટાળવું ફાડીને સીધુ જ ખોપડીમાંથી બહાર નીકળી ગયું. શિયાળના તો ત્યાને ત્યાજ રામ રમી ગયા.
એક કાગડો નજીકના એક ઝાડ પર બેઠો બેઠો આ દૃશ્ય જોતો હતો. તેને વિચાર્યું, ‘મને આટલું બધું ભોજન એક સાથે મળ્યું છે તો એકલા એકલા કેમ ખાવું. પોતાના ભાઈઓને પણ મિજબાની માટે કેમ ન બોલાવવા ! આમ વિચારી કાગળે કા..કા...કા... કરીને પોતાના બીજા ભાઈઓ કાગડાઓને પણ બોલાવી લીધા. બધા જ કાગડાએ ભેગા મળીને કેટલાય દિવસો સુધી ભોજનની મિજબાની કરી.