STORYMIRROR

Raj Dabhi

Romance Inspirational

3  

Raj Dabhi

Romance Inspirational

અર્પિતા

અર્પિતા

8 mins
351

મારું નામ અક્ષય. મારા ગામનું નામ રતનપર.મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. હું નાનપણથીજ ખુબજ હોશિયાર હતો. ઘરમાં પિતાજીનું અવસાન મારા જન્મના બે વર્ષે થયું. મારી એક નાની બહેન હતી. મારામાં( મમ્મી) એ મને ખુબજ મહેનત કરી ભણાવ્યો અને મારી બહેનને પણ ભણાવી. અમે ગામનીજ સરકારી શાળામાં ભણ્યા.

ગામમાં શિક્ષણ પૂરું થયું અને બહેનનું ભણવાનું બંધ થયું. બાજુના ગામમાંછોકરીને કેમ મૂકાય અને એકલી ને જવા પણ ના દેવાય એટલે મારી નાની બહેન કલ્પના ઘર કામ અનેમાંસાથે મજૂરી કરવા લાગી. હું ગામના બીજા દોસ્તો સાથે બાજુના સરતાનપુરમાં ભણવા જતા હતા જે અમારા ગામથી સાત કિમિ દૂર હતું. સરતાનપુરમાંપણ ધો.દસ સુધી,પછી ક્યાં જવાનું ?

મેં આઠ ધોરણ પૂરું કર્યું. ત્યાં એક દિવસ મારી બહેન કલ્પનામાં સાથે ગામના શામજી શેઠને ત્યાં મજૂરી કરવા ગયેલી અને સાપ કરડી ગયો અને તે પણ અમને મૂકી મારા પપ્પા પાસે ચાલી ગઈ.ઘરમાંહું અનેમાં.માંઆખો દિવસ મજૂરી કરે, ઘર કામ કરે અને જો સમય વધે તો બીજા ઘર ના કામ કરીને પણ અમારા ઘરનું ગુજરાન ચલાવાતી હતી. હું પણમાંને હોવી ઘર કામમાંમદદ કરવા લાગ્યો. ઘરમાં હાજવારી લેવી, ફળિયું વળવું, વાંસણ ધોવા વગેરે જેવા કામ કરવા લાગ્યો જેથીમાંને થોડું ઓછો ભાર ઉચકાવી પડે. પણ ઉપરવાળો પણ ક્યાં સમજે છે. જેને જેની જરૂર હોય તેનેજ તેનાથી છીનવી જાય છે. પરિક્ષા શાળામાં લેવાતી હતી એમાં ઓછા માર્ક્સ આવે તો પાલવે પણ ઉપરવાળો પરિક્ષા લે એમાં તો કોઈ વાતની કયા ખબરજ પડે છે. કઇ પરીક્ષા લીધી ? શુ પરિણામ આવ્યું? ક્યારે લેવાઈ ગઈ ? કોને લીધી ? કોની લીધી ? આ બધી બાબતો ની જાણ વગરજ ઉપરવાળો એક પછી એક ની દોરી ખેંચવા લાગ્યો!

હું ધો. 10માં હતો અનેમાં પણ ગંભીર બીમારીમાં સપડાઈ ગઈ. ઘરમાં બે ટાણાનું માંડ થતું, દવા નું ક્યાંથી કરવું?માંએ પણ થોડોજ સમય કાઢ્યો અને તેપણ પપ્પા અને કલ્પના ને સાથ આપવા ચાલી ગઈ.

હવે ઘરમાં હું એકલો ! શુ કરવું ? શું ના કરવું ? કોઈજ ગતાગમ નહીં. બાળક મન શું કરે ? પણ હું બહેન ના ગયા પછી થોડો ઘડાયો હતો ! મેં સુરતાન પૂરમાં જ રહેવાનું નક્કી કર્યું. ત્યાં એક ચાની દુકાન પર કામે રહી ગયો અને શાળાએ જઈને ભણવા લાગ્યો. આ શરૂઆત હતી. મારા માટે મારા જીવનની નવી શરૂઆત.

10 પૂરું કર્યું એટલે હું એક ફેક્ટરીમાં કામ પર રહી ગયો. ત્યાં મને સારો એવો પગાર મળતો. અને મારા ઘરમાંહું એકલો ! એનું તો પૂરું આરામથી થઈ જતું. પણ ઘરમાંએકલતાનો સથવારો મારા પપ્પા,માંઅને કલ્પના. જેની યાદો અને સ્મરણ જ મારી જિંદગી બની ગયા હતા.

થોડો સમય ફેક્ટરીમાં કામ કર્યું ત્યાં એક દિવસ એક ભણેલી છોકરી ત્યાં નોકરી પર આવી જે ફેક્ટરીમાં ઓફિસ કામ સંભળાતી હતી. જેનું નામ હતું ! ખબર નહીં શુ હતું કેમકે મેં તો તેને જોઈલી પણ નામ પુછયું નહોતું.

રોજ હું કામ પાર જાઉં ત્યારે એ ઓફીસમાં બેસીને કામ કરે અને હું એની સામે જોઉં એટલે એ પણ મારી સામે જોવે અને એક મારા ધબકારા વધારતી સ્માઈલ આપે. આમજ થોડો સમય નીકળી ગયો અને એક દિવસ હું હિમ્મત કરી તેની સાથે વાતો કરવા ગયો. તેની બાજુમાં ગયો અને આડી અવળી વાતો કરવા લાગ્યો, પણ મારા શરીરમાંશુ થઈ ગયું કોને ખબર. મારી જીભ થોથવાતી હતી અને સરસ્વતી જી કયા ગાયબ થઈ ગયા મને કોઈજ ભાન ના રહ્યું. ત્યાં તેની મારા પર રબર ફેંકી મને ભાનમાંલાવી અને બોલી , " શુ કામ છે? એના અવાજ સાંભળવા આતુર હું તેના અવાઆ કોયલ નો અવાજ અને મોર નો ટહુકો સાંભળવાની તાલાવેલી જેવું લાગ્યું. મારથી બોલી શકાતું ના હતું છતાં હું તૂટેલા ફૂટેલા અવાજે થોડું બોલ્યો. તમને અહીં ગમે છેને ! તમે કેમ છો ? આવા પ્રશ્નો પૂછતા (પૂંછતાજ મેં એનું નામ પણ પૂછી લીધું. તમારું નામ શું છે ?

તેને મારી સામે કાતીલાના સ્માઈલ કરી અને પછી નીચે જોઈ અને પાછી મારી સામે જોયું અને બોલી " અર્પિતા". મારા મુખમાંથી શબ્દો સારી પડયા "અર્પિતા"! આમજ અમારા વચ્ચે થોડી ઘણી મુલાકાત થવા લાગી અને પછી અમે બંને એક બીજાને સારી રીતે જાણવા લાગ્યા. હું મારી એકલતા ને ભળવા લાગ્યો હતો. મારા ઘરે જતા પણ હવે મને અર્પિતાજ દ3ખાવા લાગી. હું મારી જિંદગી થી જે કંટાળી ગયેલો તે હવે હું ભૂલવા લાગ્યો. મા, પપ્પા , કલ્પના દુઃખો અને વિરહ ભૂલવા લાગ્યો. મને અર્પિતાજ જ્યાં ત્યાં દેખાવા લાગી અને તેનાજ શબ્દો સાંભળવા લાગ્યા. એક દિવસ હું અને તે બહાર ચા પીવા ગયા અને ત્યાં ખુબજ વાતો કરી. તેને મારા વિશે જાણવા ના ખુબજ પ્રયત્નો કર્યા. અને મેં તેનેજાણવાના ખુબજ પ્રયત્નો કર્યા. અંતે અમે 5 મિનિટની ચા માટે 2 કલાક કરી અને ત્યાંથી છૂટા પડયા.

આવો સિલસિલો અમારી વચ્ચે શરૂ થયો. અને અમે બંને એક બીજા ને જણાતા થયા. અમારા બંને વચ્ચે ક્યારે વાતચીત થતા પ્રેમના અંકુર પાંગરી ગયા તે ખબર ના પડી પણ હા ! આ અંકુર તો અર્પિતાની પ્રથમ સ્માઈલથીજ પાંગરી રહયા હતા. અમારા બંને વચ્ચે બે વર્ષ સુધી આ પ્રેમ સંબંધ ચાલ્યો. અને અંતે અમે બંને એ લગ્ન કરવાનું નક્કી કર્યું.

અર્પિતા ના મમ્મી અને પપ્પાની ખુબજ આનાકાની હોવા છતાં અર્પિતા સામે તેઓને ઝૂકાવું પડ્યું અને અમારા લગ્ન કરાવવા રાજી થયા. અમારા લગ્ન તેનાજ ગામમાં સમૂહ લગ્નમાં કારવામાં આવ્યા. અર્પિતા લગ્ન કરી મારા નાનકડા ઘરમાં આવી. ગામના થોડા લોકો પણ આવેલા જેઓએ રીતરિવાજો થોડા ઘણા તૂટેલી હાલતમાં મજબૂરીમાં પુરા કર્યા.

અર્પિતા આ પહેલા પણ મારું ઘર જોઈ ગયેલી. એટલે તેને આ ઘરમાં વધારે નવાઈ લાગે તેવું ના હતું. પણ તેના ઘર કરતા મારું ઘર ખુબજ નાનું હતું . મને પણ થોડો વાસવાસો હતો કે અર્પિતા ને મારા ઘરે નહીં ગમે પણ અર્પિતા અલગ માટીની હતી. આવતાની સાથેજ બીજા દિવસથી તેને મારા ઘરની દો સંભાળી લીધી અને મારા ઘર ને ઘર બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. તેને થોડા દિવસ ની રજા લીધી હતી તે ઘર ને સુંદર બનાવવામાં વિતાવી દીધા.

અર્પિતા મારી સાથે ખુશ છે એ વાત થી હું પણ ખુશ હતો. તેને સાચા અર્થમાં મારા માના સપનાને સાકાર કર્યું. હાલ જો મારામાં, પપ્પા અને બહેન હયાત હોત તો તેઓ અર્પિતા ને જોઈને ખુબજ ખુશ થતા હોત. અને હા હાલ પણ તેઓ ઉપર થી થતાંજ હશે.

મેં તમને કહ્યું ને ભગવાન ની પરીક્ષા પુરી થતી જ નથી. મારા ઘરમાંઆ સુખ લાંબો સમય ના ચાલ્યું. અમે બંને એક દિવસ કામ પાર હતા. સાઈટ પાર કામ ચાલતું હતું ત્યારે એક્સિડન્ટ થતા મારા પગ પર મશીન પડ્યું અને !

મારા બંને પગ ગુમાવવા પડયા. હવે હું અર્પિતા પાર એક મોટો બોજ હતો. કેમકે હું મારી જાતે કોઈ કામ કરી શકું એમ ના હતો. મારા બંને હાથ સલામત હતા એમાં પણ કદાચ ઉપરવાળાની કોઈ બીજી મરજી હશેજ. મને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો. હું ઘરેજ રહેતો. અને ઘરેજ બેસી રહેતો પણ હું આખો દિવસ ઘરેજ પડી રહેવાથી ખુબજ વ્યાકુળ બની જતો હતો. અને ક્યારેક આત્મહત્યા કરવાનો પણ વિચાર આવી જતો હતો. હું મનથી વિચારતો હતો કે હું ક્યાં સુધી અર્પિતા પર બોજો બની રહીશ. આવા ને આવા વિચારો માજ મેં એક બે વાર ઘરેથી ભાગી જવા અને આત્મહત્યા નો પ્રયાસ કર્યો. પણ અર્પિતા આ બધું નિષ્ફળ કરી નાખતી. તે સાચેજ મને ખુબજ દિલથી પ્રેમ કરતી હતી. તેને મને વારંવાર આશ્વાસન આપ્યું કે તમે કામ ના કરી શકો તો કઈ નહીં પણ હું કરું છું. તમે જરા પણ ચિંતા ના કરો. તમને ઘરે ના ગમે તો તમે ગામમાં ફરવા જતા રહો પણ તમે આવા વિચારો તમારા મગજમાં ના લાવો. અર્પિતાએ વારંવાર મને આશ્વાસન આપ્યું અને મારી હિંમત વધારતી રહી. અર્પિતા એ આ બાબતે ક્યારેય મારી સાથે દુઃખદ વાતો ના કરી. થોડા દિવસોમાં અર્પિતએ મને મારી બધીજ કમજોરી ભૂલાવી દીધી અને મારામાં એક નવોજ જોશ ફેલાવી દીધો.

પ્રધાનમંત્રી સાધન સહાય યોજનાનું ફોર્મ ભરી અર્પિતએ મારા માટે અગરબત્તી બનાવવાનું મશીન, પડીયા પતારાળા બનાવવાનું મશીન, ખરીદ્યું અને મને તેની તાલીમ આપી. આના માટે તેને મારી સાથે હાજર રહેવું જરૂરી હતું. એટલે તેને પોતાની નોકરી મૂકી દીધી. અને મારી સાથે કામ કરવા લાગી. સામાન અર્પિતા પોતેજ લાવતી અને અમે ઘરે સામાન બનાવવા લાગ્યા.

શરુવાતમાંસામાન વેચવામાં ખુબજ મુશ્કેલી ઊભી થઈ. અમારા ઘરમાં મોટા ભાગનો સામાન ગીરવે મૂકવાનો વારો આવ્યો. ત્યાં સુધી વાત ના અટકતા અર્પિતએ પોતાના નાના ઘરેણા પણ ગીરવે મૂકી દીધા. મોટા ઘરેણા તો હતાજ નહીં ! પણ પરીક્ષા ક્યાં સુધી હોય. દુઃખ પછી સુખ તો આવેજ. અમે પરિક્ષામાં પાસ થતા હોય એવું લાગવા માંડ્યું. સામાન બધો વેચાઈ ગયો. અને નવો કાચો માલ પણ ત્રણ ગણો અર્પિતા લઈને આવી.

મેં તેને કહ્યું કે તેના ઘરેના છોડાવી લે પણ તે ના માની અને લડત ચાલુ રાખી. તેને વધારે મહેનત થી વધુ ઝડપી સામાન બનાવવા હાથ કસ્યા. હું કામ વગર ખોટા વિચારો ના કરું એટલે તેને મને પણ કામ સોંપી દીધું. હું ઘરે બેસી અગરબત્તી બનાવવા લાગ્યો. થોડા સમયમાં અમારો ગૃહ ઉદ્યોગ ખુબજ સારો ચાલવા લાગ્યો. અમારી અગરબત્તી અને પતારાળાની માંગ વધવા લાગી. અર્પિતએ નાના ઉધોગ સ્થાપવા સબસીડીવાળી લૉન દીધી અને ગામમાજ એક જગ્યા લઈ ત્યાં નાનો ઉધોગની સ્થાપના કરી. જેમ જેમ ઉદ્યોગ વધતો ગયો તેમ તેમ બીજા માણસો કામ પર રાખવામાં આવ્યા. અને ઉધોગ ને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું. ધીમે ધીમે અર્પિતા અને હું બંને ઉદ્યોગ સાંભળીએ છીએ. પણ આ બધા પાછળ જવાવબદાર અર્પિતાની બોલી, સ્વભાવ અને વાત કરી કામ કરાવવવાની છટા અને તેનો પ્રેમ અને નિષ્ઠા જ છે.

આજે હું ત્રણ મોટી ફેક્ટરીનો માલિક છું. મારે બંને પગ નથી પણ હું કુત્રિમ પગ ફિટ કરાવી ને ચાલી શકું છું. પ્લાસ્ટિકની વસ્તુઓ, અગરબત્તી, પડીયાની ફેક્ટરી અને ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં આજે હજારો માણસો કામ કરે છે. જે લોકો પણ સચ્ચાઈથી કામ કરે છે. અર્પિતા તેઓને પૂરતું ધ્યાન રાખે છે. ગામમાં અમારું મોટું મકાન નહીં ઘર છે. પણ મારું જૂનું ઘર તો એમનેમજ છે. જે મારી યાદોથી ભરેલું છે. મારા બે બાળકો એક વિસ્મય અને એક વિસ્મૃતિ અત્યારે ગામનીજ શાળામાં ધો.8 અને ધો. 5માં ભણે છે. ગામમાં અર્પિતએ એક શાળા બનાવડાવી જ્યા ધો. 10 સુધી શિક્ષણ મળે છે. જેથી કોઈ છોકરી શિક્ષણથી વંચિત ના રહે.

અરે વિસ્મૃતિ તારી મમ્મી ક્યાં છે. તેને કહે કે આજે પંચાયતમાં મિટિંગ છે. અરે આ કહેવાનું તો રહી જ ગયું. અર્પિતા આજે ગામની સરપંચ છે. એક મહિલા શિક્ષિત સરપંચ. આજે ગામમાં બધાના બાળકો ભણે છે. છોકરી અને છોકરો એક સમાન સાથે ભણે છે. ગામ એક હોસ્પિટલ (નાની) છે જયાં બધાની દવા ફ્રી થાય છે. જેથી કોઈનું વ્હાલું દવા માટે મરી ના જાય. ગામમાં વડીલો માટે બગીચો છે જયાં વડીલો સમય પસાર કરે અને બાજુમાં મંદિરે સત્સંગ કરી શકે.

"અર્પિતા " આ એક પાત્ર જેને મારા જીવનમાં ખુબજ ફાળો આપ્યો છે. મારા જીવનને એક નવી દિશા આપી છે. કદાચ જો અર્પિતા ના હોત તો હું શું કરતો હોત કે કયા હોત કે હોત ? 

પણ અર્પિતએ મારા જીવન ને અને પોતે એક અડગ નારી, હિંમતભેર આ પરીક્ષા ને સમજી, જવાબ આપી અને અને આ પરિક્ષાએમાંપાસ કર્યો. એ પણ પ્રથમ નંબરે. મારા જીવનને એક સાચો રસ્તો દિશા વાળો રસ્તો ચીંધ્યો અને મારા જીવનને ઉજાગર કર્યો. હું જેટલો આભાર આ એક સ્ત્રીનો માનું એટલો ઓછો છે. હું કહીશ કે જ્યારે મેં પ્રથમ સ્માઈલ જોઈ એજ " અર્પિતા" .


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance