STORYMIRROR

Kalpesh Patel

Comedy Horror Thriller

4.5  

Kalpesh Patel

Comedy Horror Thriller

અંબલીઓ દરવાજો.

અંબલીઓ દરવાજો.

2 mins
91

આંબલીઓ દરવાજો
લેખક: કલ્પેશ પટેલ

ગોંડલ ગામના ડહેલે એક જુનો દરવાજો હતો. ગામના લોકો તેને "ભૂતિયા દરવાજો" કહેતા. ખરેખર તો દરવાજો થોડો તિરછો અને ઝૂકેલો હતો, ઉપરથી દર વર્ષે વાવાઝોડામાં એકાદ ખપચી ઊડી જાય એટલે એની હાલત  ખુબ ભયાનક લાગતી.

એક વાર ગામના બકોર કાકા એ મધરરાતે ત્યાંથી પસાર થવાનું નક્કી કર્યું. આખા ગામને ખબર  કે બકોર કાકા કેવા મોટા બહાદુર છે…  બકોરkaka👆🏻એટલે કે... મોઢેથી ફાડ઼ાકી મારવા સુધી બહાદુર, બાકી શેક્યો પાપડ તોડવાની પણ તાકાત નહતી!

તેઓએ હાથમાં ધોકો લીધો અને બોલ્યા, હું બહાદુર બકોર,"આજે ક્યાં હું નહિ, ક્યાં  આ ભૂતિયો દરવાજો, તેના બાર વગાડી  ખાતરખીચડી કરી ને જ જંપીશ."

ગામના બાળકો પાછળથી ચીસો પાડી તેમની થેકડી ઉડાવી રહ્યાં હતાં:
"કાકા સામે ભૂત આવે તો, આ ફાંકોડી બકોર શું કરશે?"
કાકા એક તેને બકવાસ ગણી , છાતી ફુલાવી ને બોલ્યા, છોકરાઓ"ભૂત આવે તો એને હું આંબલી ખવડાવીશ!"

રાત પડી. ડહેલા પાસે આવેલા આંબલીના ઝાડ પર ઉલ્લુ ઊંધા લટકી  ઊંચે થી  બાકોરને જોઈ રહ્યા હતા. પવન ઉલટા વેગે ફૂંકાઈ રહ્યો હતો. દરવાજાને બાઝેલીધૂળ  ઊડી રહી હતી.

એકાએક... તેની પાછળથી અવાજ આવ્યો:આવ બકોર "અમે ભૂત ... હૂંઉંઉં..."

બકોર કાકાનો ધોકો સીધો જમીન પર સરી પડ્યો. કાકા મુઠ્ઠી વાળી પાછળ  દોડ્યા. દૂર હસતા છોકરા જોઈ રોકાયા, અને જોવે તો કોઈ દેખાતું નહતું. પણ હજુ અવાજ તો સંભળાતો હતો!

કાકા બોલ્યા, "ભાઈ ભૂત, પહેલા નામ જણાવ! પછી આંબલી ખવડાવીશ!"

ડહેલા માંથી અવાજ આવ્યો: "હું  કરસન ગાંઠિયાવાળો, આ ડહેલા નો મકાનમાલિક છું, અને તું મારા ઘરના દરવાજા સામે રાતે મહેફિલ કરવા આવ્યો છે ને? પેલા  આ તારા આ બોખા મોઢા ઉપર નું છાપરું કાંસકો લઈ એ સરખું બંધ કર. તુ કહે તો , ઊપરથી હું, ગાંઠિયા નું બળેલું તેલ અને પાણી છાંટું બોલ!"

સાચું કહો તો એ "ભૂતિયા દરવાજો" બીજું કંઈ નહીં પણ કરસન ગાંઠિયાવાળાનું જૂનું મકાન હતું. દરવાજાની પાછળ તેના કારીગરો આખો દી અને રાત ગાંઠિયા વણતા  અને  ભઠ્ઠીનો તાપ  સહેવાય નહિ. આખી રાત ગાંઠિયા તળતા કારીગરોને ભઠ્ઠીનો તાપ એટલો લાગે કે,જુના પંખા ઓન કરતાં તેમાંથી હું હું અવાજ આવતો. આ એવડો બધો મોટો કે , કોઈ ને પણ ભૂતનો ભણભણાટ જેવો બેહુદો  અને ડરામણો અવાજ લાગતો હતો!

પછી શું? આખું ગામ હસી પડ્યું.

બકોરકાકા એ મોઢું લટકાવ્યું. કહ્યું, "મને તો એમજ હતુ કે ભૂત હશે, પણ ચાલો ભાઈ, હવે તો આંબલી હવે ખવડાવી નહી પડે, પણ ઉપરથી ગાંઠિયા ખાવા મળશે!"

ત્યાંરથી "ભૂતિયા દરવાજા "નું નામ "આંબલીઓ દરવાજો" પડી ગયું.


---



Rate this content
Log in

Similar gujarati story from Comedy