STORYMIRROR

Harshad Solanki

Romance Others Classics

4  

Harshad Solanki

Romance Others Classics

અજનબી છે

અજનબી છે

1 min
30K


રાતો ય અજનબી છે દિવસોય અજનબી છે

તારા વગર આ આંખો, દ્રશ્યોય અજનબી છે

અટક્યા વગર નિરંતર ચાલ્યા કરું છું, જોકે

પગલાય છે અજાણ્યા રસ્તોય અજનબી છે

 

તારા વિના પરાયો લાગે છે ઘરનો ઉંબર

ઉંબર ઉપર મૂકેલો દીવો ય અજનબી છે

એવું નથી કે કેવળ દર્પણ હતું અજાણ્યું

દર્પણમાંથી ડોકાતો ચહેરોય અજનબી છે

જાણી નથી શકાયા રણ આંખમાં ફેલાતા

છાતી મહીં  ઉછળતો દરિયોય અજનબી છે


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati story from Harshad Solanki

Similar gujarati story from Romance