Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Mehul Dodiya

Fantasy


4.9  

Mehul Dodiya

Fantasy


અધૂરી તસ્વીર

અધૂરી તસ્વીર

3 mins 822 3 mins 822

ક્ષણભર હું વિચારોમાં ખોવાઈ ગયો. કારણ કે ઘણા વર્ષો પછી મારા મન એ હાથમાં પીંછી ઉપાડી હતી. અને તેમના હલકા સ્પર્શથી આછી તૂટતી લાઇન દોરી જેમાં કોઈની છબી હોય એવો ભાસ થતો હતો. થોડીવાર માટે તો હું ખુશ થયો કે મારા લાખો પ્રયત્નો કર્યા છતાં એક છબીનો આકાર બનાવી નહોતો શકતો એ છબીની આછેરી લાઇન આજે મન દ્વારા દોરવામાં આવી, પરંતુ સાથે સાથે લાખો પ્રશ્નો પણ હતા. પ્રથમ દિવસ, દ્વિતીય એમ ધીમે ધીમે ૭ મહિના થયા. આછેરી લાઇન થોડી ઘાટી બની અને કોઈ સ્ત્રીની છબી ઉભી કરી. કોણ હતું ? કેવી હતી ? શુ કામ હતી ? ક્યાંથી હતી ? વિગેરે જેવા પ્રશ્નો સતત મને ગુંચવતા હતા. મને થયું કે છબીએ થોડો ઘટ બની છે તો તે ચોક્કસ ઓળખાઈ જશે અને મારી બરડ જિંદગીમાં તેની અનેરું સ્થાન હશે કારણ કે તે મારા દ્વારા નહિ પરંતુ મારા આત્મા, મારા મન દ્વારા દોરાયેલી હતી અને કદાચ એ તસ્વીર જાણે મારા જુના બધા જ પેંટિંગ, મારી કવિતા, મારી બદનામી, ટૂંકમાં મારા 'અહમ' પર તે તસ્વીરનો ખુબ સારો પ્રભાવ હશે અને મારી 'અહમ' ને 'સ્વ' બનાવી દેશે. પરંતુ એવું કશું થયું જ નહીં એ તસ્વીરમાં કશું ખૂટતું જણાયું, ખૂટતું હતું એમનો શૃંગાર. હું ફરી સ્મૃતિપટમાં ગયો અને એમને શણગાર કરવા હાથમાં સાત રંગ લીધા. શરૂઆત તેમની આંખોથી કરી પરંતુ તે ખૂબ જ આછી અને માંજરી હતી હું તેમની ઘટ કરવા અસમર્થ હતો છતાં એમની નેન ને ઘટ કરી, આછી લાઇન એટલી હતી કે તેમની આંખની પાંપણ, આંખ, આંખની કીકી કશું જ સમજી શકાય તેમ નહોતું છતાં તેમની પીંછીએ એ આછી લાઇનને દોરવા પ્રયાસ કર્યો, આંખની કિકી, ડોળો અને પાંપણ માંડ દોર્યા અને તેમાં રંગ પૂરવા જતા જ તે તસ્વીરે આંખ બંધ કરી દીધી.. મારા હાથમાં પીંછી તેમ ને તેમ થંભી ગઈ અને પીંછી પર લાગેલો રંગ હાથ પર પડ્યો જેમ દાજીયા પર દામ દે તેમ મારા જોયેલા અરમાન એક ટીપાથી ફરી વિખરાઈ ગયા. છતાં પણ મેં મારા સ્વયંને જાળવી આગળ વધ્યો અને એમની નાક પર પહોંચ્યો. તેમની નાક પણ આછું હતું છતાં પણ થોડા સુધારા કર્યા અને તેમને નથ નહોતી પહેરી. મેં એમની નથડી દોરી અને તેમની દોરી ને કાન સુધી લંબાવી, નથમાં નાની મોટી, ભાત ભાત ની ડિઝાઇન દોરી અને ખરેખર એમને મારા દ્વારા પહેરાવેલી નથડી ખૂબ જ સુંદર લાગતી હતી અને નવાઈની વાત એ છે કે આંખને શણગાર ન કરી શકયો પણ નથ પહેરાવી શક્યો. મને ખુબ આનંદ હતો અને આખી તસ્વીરને બે પળ માટે જોતો જ રહયો. તેમની નથડીમાં રંગ પુરવા પાછળ ફર્યો અને રંગોની પસંદગી કરવા માંડ્યો. અને સોનેરી રંગમાં પીંછી બોળીને તસ્વીર તરફ વળ્યો અને જોયું તો તેમની નથડી નાક પરથી નીકળી અને કાનની સાથે લટકતી હતી. મેં ફરી તે દોરવા પીંછી ઉપાડી અને ફરી દોર્યું અને રંગની પીંછી ઉપાડી ને ફરી તસ્વીર તરફ વળ્યો અને પાછું એ જ થયું નથ કાન પર લટકતી હતી અને કંટાળી ને એ નથને ભૂંસી નાખી. અને શણગાર ન કરવાનો વિચાર કરી મેં મોટી વસ્તુ રંગવાની કોશિશ કરી સફેદ રંગ લઈ તેમના ચહેરા પર લગાવ્યો. અને નિરાશ થઈ અંતે હું એમના માથાના વાળ પર આવ્યો. તેમના વાળ ખૂબ લાંબા તેમજ રેશમી હતા. લાલ, કાળો અને સફેદ રંગનું મિલાવટ કરી એક નવા રંગનું સર્જન કરી તેમના વાળમાં રંગ પૂરવા માંડ્યો, પણ જ્યાં એમની માંગ પર પીંછી ફેરવી પણ ત્યાં મારો રંગ બેઠો નહિ, મેં ફરી પીંછી ઝબોળી અને ભગવાનને પ્રાથના સાથે ફરી ત્યાં રંગવા કોશિશ કરી પણ હું ના લગાવી શક્યો, મને થયું કે કદાચ એ તસ્વીર એમની માંગ ગુલાબી કે લાલ રંગથી સજાવવા માંગતી હશે કેમ કે એ પોતાને પુખ્ત બતાવવા અને જવાબદારી સ્વીકારવા સક્ષમ બતાવવા માંગતી હશે. મેં ફરી પીંછી ઉપાડી અને લાલ રંગ માં ઝબોળી તેમની માંગ પર ફેરવી છતાં પણ તે જગ્યા ખાલી રહી અને મારા રંગોનો અસ્વીકાર કર્યો. થોડીવાર માટે તો હું નિરાશ થયો. અને મનને જ દોષી સમજી તેમના દ્વારા દોરાયેલી અધૂરી તસ્વીરને આંસુમય આંખોથી જોતો જ રહ્યો..


Rate this content
Log in

More gujarati story from Mehul Dodiya

Similar gujarati story from Fantasy