અબોલ પંખી
અબોલ પંખી
ઉત્તરાયણ પછીના દિવસોનો આ ફોટો સવારમા વોકીંગ સમયે મને જોવા મળેલો અફસોસ પતંગના દોરા સાથે લટકેલું પક્ષીનું પ્રાણ પંખેરુ ઉડી ગયેલું હતું અને એની સાથે એક ખંજર પણ આ દીલમા ભોંકાયું હતું કે આપણા ઉત્સવ આપણું મનોરંજન એક જીવ હત્યાના ભોગે પણ હોઈ શકે? કરુણાસભર પણ એ ફકત શુદ્ધ વાચાવાળા પ્રાણી એટલે માનવીને થતી પીડા અનુભવતો આ માણસ, પશુ, પક્ષીને થતી હાનિ, નુકશાન કે પીડાના દ્રશ્યથી આ માનવયંત્ર પર રતિભાર પણ અસર વર્તાતી નથી, અહી તે સંવેદના રહિત બની જાય છે.. વાત છે ઉત્તરાયણના બે મહિના વિત્યા પછીના એક દ્રશ્યની જેમા એક પક્ષીની જેને વહેલી સવારના ઉજાસમાં મે પતંગના દોરા સાથે ઝાડ પર લટકતું જોયું. ઘણું મોડું થઈ ગયું અને કદાચ જીવિત લટકતું હશે ત્યારે કોઈએ દયા જેવો ભાવ આપણામાં હયાત છે એવી સાબિતિ ના બતાવી.
ઉત્તરાયણના બે દિવસની મજામાં આપણે ના આપી શકીએ એવી જીંદગી છીનવવા
નો અધિકાર મેળવી લીધો હોય એવું લાગ્યું. આપણી પ્રવૃતિથી બીજાને હાનિ એ તો ક્ષમ્ય નથી, આવા દ્રશ્યથી આપણને ક્ષોભ કે પીડા જેવા ભાવ પણ જોવા નથી મળતાં. ધર્મગુરુઓની કથામાં ઉભરાતી ભીડ એ ધર્મનું સાચુ અનુકરણ ના કરતી હોય એવું છે ધર્મ એટલે તિલક, દોરા, કંઠી અને વહેલી સવારે ઘરમાં અને મંદિર,મસ્જિદ, ચર્ચમાં ઈશ્વરને રીઝવવાના આપણા દેખાડાને ધુમાડા કરવા સિવાય બીજું કહી જ લાગતું નથી. ધર્મનું બીજો પર્યાય જ કરુણા, દયા, સેવા છે. પરંતું આજે આ મૂળભૂત મુલ્યો ભૂલાયા છે..પક્ષીનું પ્રાણ પંખેરુ તો ઉડી ગયું પણ તેની સાથે આપણો માણસ અવતાર, ધર્મનું ગુઢ અને સંવેદનાઓનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું એવું લાગ્યું.
અંતે પતંગની લખલુટ મજા પછી આપણે દોરા પણ યોગ્ય નિકાલ કરી અબોલને પણ જીવવાનો અધિકાર આ ધરા પર છે એ સ્વીકારીએ.. આ ઉત્તરાયણે અંતમા આપણી અગાશીથી દોરાઓનો યોગ્ય નિકાલ કરીએ.