તું બંધ કર
તું બંધ કર
ના જલાવ ઝંડા તું બંધ કર,
વિદેશી વાપરવું તું બંધ કર.
લોહી રેડ્યું તુજ રક્ષા કાજે,
થોડું તારૂ પણ યોગદાન કર.
ઝળહળે રાત સઘળી તારી,
જાગે સિપાહી તું વિચાર કર.
ઉભરો ના બની રહે આરંભ,
મક્કમ બની તું હવે કામ કર.
બંધા વચને બને સ્વદેશી તું,
ખુદની આગવી ઓળખ કર.
માં ભારતી કાજે બસ થોડુંક,
તું ભેદભાવ ભૂલી ને કામ કર.