તો જાણું
તો જાણું
ગદ્ય અને પદ્યનાં બ્રહ્માંડમાં,
જો તમે મારા અલંકારનો તારલીયો જોઇ શકો તો જાણું.
દુન્યવી ફરજોનાં કોલાહલમાં,
જો તમે મારા હ્રદયનો રણકાર સાંભળી શકો તો જાણું.
કવિતાઓ તો લખે છે અસંખ્ય કલમો,
જો તમારી કલમની શાહીમાંથી મારી લાગણીનો રંગ છલકાય તો જાણું.
માત્ર કાગળ પર નથી થતાં મનનાં દસ્તાવેજ,
જો તમારા શ્વાસમાં મારી સુગંધ મહકે તો જાણું.