STORYMIRROR

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને

તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને

1 min
675


હસતા હિમાદ્રિને


તમે હસો છો મનુજોની ક્ષુદ્રતાને

મનુષ્ય માપે તમ ભવ્ય રૂદ્રતાને

હસો નહિ રુદ્ર ! શબોની સીડી ઢાળી

અહીં મનુષ્યો તુજ શૃંગની અટારી

પરે વિમાનો ઊડવી, કરાલ તોપો

વછોડશે : ને ધ્રુજશે તમારી ખોપો.

હસો નહિ દેવ ! પછી રૂદન રહેશે.



Rate this content
Log in

Similar gujarati poem from Classics