થોડું હું જીવી લઉં
થોડું હું જીવી લઉં
પુસ્તકોના ભાર નીચે તો ઘણું,
સૈદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું,
ઉંબરા બહાર પગ મૂકી થોડું,
વ્યવહારુ જ્ઞાન તો મેળવી લઉં,
લાવ આજે થોડું હું જીવી લઉં.
નોકરીમાં જીહજૂરી કરી,
સહેબોનો વિશ્વાસ તો જીતી લીધો,
ખુદના સપના પાર કરી થોડો,
આત્મવિશ્વાસ તો મેળવી લઉં,
લાવ આજે થોડું હું જીવી લઉં.
દેખાદેખીની હોડ જીતવા,
આખી દુનિયા વિરુદ્ધ ભાગી લીધું,
બે ઘડી આ હરીફાઈ ભૂલી,
પોતાનાં સાથે જરા બેસી લઉં,
લાવ આજે થોડું હું જીવી લઉં.
ફેસબુક, વોટ્સએપ ને ઈન્સ્ટાગ્રામમાં,
તો ઘણી વાતો લાઈક કરી,
સોશ્યલ મીડિયાનું આ વળગણ છોડી,
પોતાની ખૂબીઓ જરા લાઈક કરી લઉં,
લાવ આજે થોડું હું જીવી લઉં.