સૂચકો છે?
સૂચકો છે?


વયને ક્યાં કોઈ વચકો છે!
શું તમને તેનો સૂચકો છે?
અંકુરાવસ્થાની એ નિર્દોષ કોમળતા,
નટખટ જીંદગીની એ નિર્લેપ સરળતા,
તોફાની તરૂણાવસ્થાનાં સોહામણાં સપનાં,
છત્તાં વયસ્ક થવાની વણકથી આતુરતા,
ઉન્માદી, ઉછ્રંખલ, માદક, મલપતી યુવાની,
જીવનસાથી સંગે સોનેરી સપનાં સજાવતા,
કર્તવ્યભાવનાની ધીરા ગંભીર પુખ્તતા,
જીવનયાપનની અસંબદ્ધ વ્યાકુળતા,
વાર્ધક્યના વરંડેથી નિહાળી જીવન વાટ,
હતું સમતોલ જીવન? વિચાર સળવળતા,
વયને ક્યાં કોઈ વચકો છે!
શું તમને તેનો સૂચકો છે?