સ્ત્રીનું આવરણ
સ્ત્રીનું આવરણ
ઓઢાડ્યું મુજ લાજનું આવરણ,
બેડી સમ મુજ લાગે રે,
કાટા, કાંકર, પથ્થર સમ,
ઝાંઝર મુજ પગમાં વાગે રે.
સંસ્કારોનું મુજ સોંપી પોટલું,
બંધન મુજ પર લાદે રે,
જે મુજ જોતું ખરાબ નજરે,
તેને કેમ સંસ્કાર ન નાખે રે.
સમાનતાની પીપુડી વગાડી,
સ્ત્રી - પુરુષ એકતાનો નાદ ચૌફેર વાગે રે,
તેમ છતાં હું મોડી આવું,
ચર્ચા ઘર - ઘર ભાગે રે.
કેમ કરી સમજાવું તુજને,
મુજ કોઈ લક્ષ્મણ રેખા ન લાગે રે,
તું જો મનમાં દોરે એક રેખા,
તો મુજ કોઈ રાવણ કેમ કરી તાકે રે.
હું છું દુર્ગા, હું છું કાલી,
લક્ષ્મીસમ પૂજાતી નારી રે,
તેમ છતાં સુરક્ષા બાબતે,
મારી આંખે કેમ લાચારી રે,
મારી આંખે કેમ લાચારી રે.
