શિક્ષક એક ઉદ્દીપક
શિક્ષક એક ઉદ્દીપક


"આદમ"માંથી "માણસ" બનાવ્યો,
આ તમામ પ્રકિયાના ઉદ્દીપક,
મારા શિક્ષક હતા...!
ખાલી ડગલું માંડતા જ આવડતું હતું,
સાચા રસ્તે દીવો બતાવનાર,
મારા શિક્ષક હતા.
ડર હતો, મૂંઝવણ હતી,
દુનિયાની વાસ્તવિકતાની સમજણ ન હતી.
મારા ઉપર મારાથી પણ વધારે ભરોસો કરનાર,
મારા શિક્ષક હતા.
કડવું વલણ, તીખા શબ્દો અને સોટીનો એ ચમકાર,
સજા આપીને મારૂં ઘડતર સિંચનારા,
મારા શિક્ષક હતા.
એક મિત્ર, એક ભાઈ કે પછી મા-બાપ,
તમામ કિરદારો બખૂબી નિભાવનાર,
મારા શિક્ષક હતા.
અને શબ્દોથી કવિતાઓ ભલે ને તું કેટલી પણ બનાવે "હેરત",
મૂળાક્ષરોની બારાખડી મને શીખવનાર તો,
મારા શિક્ષક હતા...!