STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

સાત વાર

સાત વાર

1 min
391


લઈ લો પાટી દફતર પોથી,

આજે છે સોમવાર

નાસ્તાનો ડબ્બો રાખો ભૂલશો મા,

આજે છે મંગળવાર

કાઢો કાઢો પતંગ-માંજો,

આજે છે બુધવાર

ગુરુજનને તે વંદન કરજો,

આજે છે ગુરુવાર

શુક્રવારે ચણા ફાકજો,

આજે છે શુક્રવાર

જય બોલો બજરંગબલીની,

આજે છે શનિવાર

રમત ગમત ને હરવા ફરવા થાવ આજ તૈયાર

રજા મજા ને ખેલનો દિવસ

આજે છે રવિવાર, આજે છે રવિવાર


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics