STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

રંગ લીલો

રંગ લીલો

1 min
305

શાંતિની જેહાદ જગાવતો,

મારો મનપસંદ રંગ લીલો,

સદાકાળ મને એજ ફાવતો,

મારો મનપસંદ રંગ લીલો.


પ્રતિનિધિત્વ બુધનું કરતો,

બુધ્ધિનો હોય કારક સદાય,

આંખ થકી અંતરે ઊતરતો,

મારો મનપસંદ રંગ લીલો.


હરિયાળીને વનરાજી હોય,

જે પ્રાણ બધામાં પૂરતી,

એની સમાન કોઈ ન આવતો,

મારો મનપસંદ રંગ લીલો.


જરુરત યુદ્ધની નહીં પણ,

બુદ્ધની છે સંદેશ આપનારો,

તાટસ્થ્યની ભાવના ભરતો,

મારો મનપસંદ રંગ લીલો.


શુક સમ મધુભાષી બનીને,

લોકચાહના જે પામનારો,

બુદ્ધિજીવીમાં જોવા મળતો,

મારો મનપસંદ રંગ લીલો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational