STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

રામના ભરોસે

રામના ભરોસે

1 min
232

વીતે જીવન મારું સદા રામના ભરોસે,

લખું શબ્દો હું તળપદા રામના ભરોસે,


નયન મારાં તરસતાં હરિવર દર્શન કાજે,

આવશે જરુર એ એકદા રામના ભરોસે,


સ્મરણ રહે હરિવર હરપળ સીતારામનું,

ના નડે સંસારી મોહને મદા રામના ભરોસે,


સર્વસ્વ સમર્પિત કરું રઘુનાથ સરકારને,

રહે મને અનુકૂળ સર્વદા રામના ભરોસે,


પામું પરમની કૃપા કૌશલેશ ધનુર્ધારીની,

પૂર્ણિમા ભાસતી પ્રતિપદા રામના ભરોસે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational