રાજીપો
રાજીપો


આપણે તો આપણાંમાં રાજી
ન કરીએ કોઈને કદી અરજી
કેરીની ઈચ્છા જો ન ફળી
એક ગોટલોય જાય જો મળી
આપણે તો તોય રાજી રાજી
આપણે....
મોજ પડે એમ રહેવાનું હોય
મન પડે એમ કહેવાનું હોય
એમાં ન મરવાનું હોય લાજી
આપણે...
ઊંઘ આવે તો સપનાઓ જોઉં છું
એમાં ક્યાંક મુજ જાત ને ખોઉ છું
તોય રોજ સવાર સૂરજ સંગ હોઉં
હું તાજી તાજી
આપણે તો....